શિક્ષક દિવસર૦૧રની ગરિમામય ઊજવણી કરતું ગુજરાત

 

રાજ્યના રર શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કૃત અને સન્માનિત કરતા મુખ્યમંત્રીશ્રી

 

દોઢ કરોડ વિદ્યાર્થીઓશિક્ષકો સાથે સેટેલાઇટ ટેકનોલોજીથી મુખ્યમંત્રીશ્રીનો પ્રેરણાદાયી શૈક્ષણિક વાર્તાલાપ

 

શાળાના વિદ્યાર્થીઓએ નરેન્દ્રભાઇ મોદી સાથે કર્યો સીધો સંવાદ

 

 

નરેન્દ્રભાઇ મોદીઃ

 
  • ૧૧ મી સપ્ટેમ્બરથી પ્રાથમિક શાળામાં ૩૦ દિવસનું વિવેકાનંદ વાંચન પર્વ અભિયાન
  • ગુજરાતની ઉત્તમ શિક્ષકોના નિર્માણની આગવી પહેલ
  • દરેક જિલ્લામાં મોડેલરૂપે બે સ્માર્ટસ્કુલ એક ઇકોફ્રેન્ડલી ગ્રીન સ્કુલ એક સ્પોર્ટસ સ્કુલ સ્થપાશે
  • શિક્ષક દિવસ અને શિક્ષક સન્માનના અવસરને પ્રાણવાન બનાવ્યા છે
  • શિક્ષણની ગુણવત્તા ઉંચે લાવવા ગુણોત્સવનું નેતૃત્વ શિક્ષકો અને સમાજ લેશે
  • ગુટખા મૂકિત અભિયાનનું પ્રતિજ્ઞા વાંચન
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શિક્ષક દિવસર૦૧રના ગરિમામય અવસરે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કૃત કરતાં ગુજરાતમાં ઉત્તમ શિક્ષકના નિર્માણ અને ગૌરવની તેમજ પ્રત્યેક જિલ્લામાં બે સ્માર્ટસ્કુલ, એક ગ્રીનસ્કુલ અને એક સ્પોર્ટસ સ્કુલ મોડેલરૂપે સ્થાપવાની જાહેરાત કરી હતી. આગામી ૧૧મી સપ્ટેમ્બરથી પ્રાથમિક શાળામાં ૩૦ દિવસનું ‘‘વિવેકાનંદ વાંચન પર્વ’’ ઉજવાશે. તેમ પણ તેમણે જાહેર કર્યું હતું.

રાજ્યભરની શાળાઓના અંદાજે દોઢ કરોડ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સેટેલાઇટ ટેકનોલોજી માધ્યમથી શૈક્ષણિક વાર્તાલાપ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી સાથે આ સમારોહમાં ઉપસ્થિત ૧પ વિદ્યાર્થીઓએ જીવનવિકાસ અંગે રસપ્રદ પ્રશ્નોત્તરી કરી હતી.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના ૧ર૪માં જન્મદિવસે આજે ગાંધીનગરમાં શિક્ષક સન્માન અને શિક્ષણનું ગૌરવ થાય એ દિશામાં સમાજને પ્રેરિત કરવાનો આ શિક્ષક દિવસ સમારોહ સંપણ થયો હતો જેનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.

શિક્ષક દિવસની ઉજવણીમાં નવા પ્રાણ પૂરવા સમાજને શિક્ષકના સન્માન માટે પ્રેરણા આપવાની પેહલ આ સરકારે કરી છે. શિક્ષકોની પ્રત્યે આદરભાવ જાગે એ માટે શિક્ષકોને પુરસ્કૃત કરવાના આ મહિમામય અવસરનું જીવંત પ્રસારણ કરીને સમાજ પણ શિક્ષકનો અને શિક્ષણનો મહિમા કરે એ દિશામાં આપણે નવી પ્રેરણા પૂરી પાડી છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે જેણે ઉત્તમ શિક્ષકો દ્વારા શાળામાં જ્ઞાનગુરૂની પ્રાણપ્રતિષ્ઠા થાય એ માટે ઇન્ડીઅન ઇન્સ્ટીટયુટ ઓફ ટિચર્સ એજ્યુકેશન શરૂ કરીને શિક્ષણના વ્યવસાય અને નવી પેઢીને શિક્ષક તરીકેની ઉત્તમ કારકિર્દીના ઘડતર માટેની સુવિધા આપી છે. જેમણે ઉત્તમ શિક્ષક બનવું છે તેને માટે આ ટિચર્સ યુનિવર્સિટીમાં જોડાવાનું આહ્વાન આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યની તમામ પી.ટી.સી. અને બી.એડ કોલેજોના શિક્ષક તાલીમના અભ્યાસક્રમોમાં એકસૂત્રતા લાવવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

શિક્ષકનો શિક્ષણ જ્ઞાનદીપ ભીતરમાં પ્રતિપળ પ્રકાશિત રહે, વધુ તેજસ્વી બને તેની નિરંતર પ્રક્રિયાના ભાગીદાર બનવા તેમણે શિક્ષકોને ઉત્તમ યોગદાન આપવા આહ્વાન કર્યું હતું

‘ગુણોત્સવ’ના અભિયાનને પણ ગુણાત્મક મોડ આપવા માટેની નેમ વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ઉત્તમ શિક્ષકો, પારિતોષિક વિજેતા શિક્ષકો અને સમાજના હિતચિંતકો આ ગુણોત્સવના અભિયાનનું સ્વૈચ્છિક નેતૃત્વ લે. માત્ર સરકારી રાહે નહીં પણ સમાજશકિતની તાકાતથી ગુણોત્સવ દ્વારા પ્રાથમિક શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન લાવવાની હિમાયત પણ તેમણે કરી હતી.

ડો. સર્વપલ્લી રાણાકૃષ્ણની આગામી વર્ષે સવાસોમી જ્યંતીનું વર્ષ છે તેને અનુલક્ષીને મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યેક શાળામાં શિક્ષણનું સર્વાંગીણ ગુણાત્મક પરિવર્તન લાવવાનું સહજ અને શૈક્ષણિક ચિન્તન કરવા અનુરોધ કર્યો હતો. આજે પાંચમી સપ્ટેમ્બરથી આગામી પાંચમી સપ્ટેમ્બર ર૦૧૩ સુધીમાં શિક્ષણ ક્ષેત્રે નબળાઇઓને ઢાંકવાને બદલે સકારાત્મક રીતે શિક્ષણને સક્ષમ બનાવવા તેમણે આહ્વાન આપ્યું હતું.

ગુણોત્સવના પરિણામે રાજ્યની પ્રાથમિક શાળાના બાળકોમાં વાંચન ક્ષમતાની નબળી કડી શોધીને ઉપચારાત્મક ઉપાય તરીકે ૧૧મી સપ્ટેમબરર૦૧ર સ્વામી વિવેકાનંદ દિગ્વીજય દિવસથી ૩૦ દિવસ સુધી પ્રાથમિક શાળાના બાળકો માટે ‘‘વિવેકાનંદ વાંચનપર્વ’’ ઉજવવાનું નવતર અભિયાન હાથ ધરવાની તેમણે રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુટખામૂકિત અભિયાનમાં સામાજિક પારિવારિક સંકલ્પ માટે સામૂહિક પ્રતિજ્ઞાવાંચન કરાવ્યું હતું.

આવતીકાલના ભવ્ય ગુજરાતના નિર્માણ માટેનો અડગ નિર્ધાર વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે શિક્ષકગુરૂજનોના આશીર્વાદ અને નૌજવાન મિત્રોની સાથે ખભેખભા મિલાવીને વિવેકાનંદ જન્મજ્યંતીએ આપણે ભારતમાતાને જગદગુરૂ બનાવવા ગુજરાતનું શ્રેષ્ઠ યોગદાન આપીએ.

વિદ્યાર્થીઓ સાથેની પ્રશ્નોત્તરી દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ર૧મી સદીના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના યુગમાં ગુજરાતમાં પ્રત્યેક જિલ્લામાં બે સ્માર્ટ સ્કુલ અને એક ઇકોફ્રેન્ડલી ગ્રીન સ્કુલ મોડેલરૂપે તૈયાર કરવા તથા પ્રત્યેક જિલ્લામાં એક શાળા સ્પોર્ટસ સ્કુલ બને તે દિશામાં નવા આયામો હાથ ધરવાની ભૂમિકા આપી હતી. શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરાએ આ અવસરે સૌને સ્વાગત પ્રવચનથી આવકારતાં રાજ્યમાં શિક્ષણ સુધારણાના અનેકવિધ નવતર આયામોની ભૂમિકા આપી હતી. શિક્ષણ મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન અને શિક્ષણની જ્યોત ઘેરઘેર પ્રગટાવવાના પરિશ્રમની ફલશ્રુતિએ છેલ્લા એક દશકમાં શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકનની સિધ્ધિ, ડ્રોપ આઉટ રેશિયોમાં આવેલ ઘટાડા તથા કન્યા કેળવણી અને ગુણોત્સવ અભિયાનોને સમાજશકિતના મળી રહેલા સક્રિય સહયોગને પરિણામે કેટલાક વાંકદેખા લોકોના પેટમાં તેલ રેડાયું છે તેવી માર્મિક ટકોર કરી હતી.

મંત્રીશ્રી વોરાએ શિક્ષણ ક્ષેત્રે પાઠયપુસ્તકો પૂરાં પાડવા તથા પ્રાથમિક શિક્ષકોના પગારની કેન્દ્રીય સહાય અંગે અન્ય રાજ્યોની તૂલનાએ ગુજરાતને થઇ રહેલા અન્યાય પ્રત્યે પણ અંગૂલિ નિર્દેશ કર્યો હતો.

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રીઓ સર્વશ્રી જયસિંહ ચૌહાણ, વસુબેન ત્રિવેદી, શિક્ષણ અગ્રસચિવશ્રી ડો. હસમુખ અઢિયા, શ્રીમતી સંગીતાસિંઘ તથા ઉચ્ચ સચિવશ્રીઓ, અધિકારીઓ, શિક્ષણ જગતના અગ્રણીઓ, સન્માન પ્રા શિક્ષકોના પરિવારજનો અને વિદ્યાર્થીઓયુવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી રાવલે સૌનો આભાર વ્યકત કર્યો હતો.

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Indian IPOs set to raise up to $18 billion in second-half surge

Media Coverage

Indian IPOs set to raise up to $18 billion in second-half surge
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 જુલાઈ 2025
July 11, 2025

Appreciation by Citizens in Building a Self-Reliant India PM Modi's Initiatives in Action