મહાત્મા મંદિરઃ ગાંધીનગર
ગુજરાત-ડેન્માર્કના ઉપક્રમે “એનર્જી એફિસીયન્સી એન્ડ થર્મલ ઓડિટ” સેમિનારઃ મુખ્યમંત્રીશ્રીએ ઉદ્દધાટન કર્યું
નરેન્દ્રભાઇ મોદી
પ્રકૃતિ સાથે સંવાદિતાની ભારતીય જીવનશૈલી અનુસાર ઊર્જા સંચયની વિવેકપૂર્ણ ટેકનોલોજી અપનાવીએ
આધુનિક બાંધકામ સ્થાપત્યમાં "મોડર્નાઇઝેશન વિધાઉટ વેસ્ટર્નાઇઝેશન' સંકલ્પના હોવી જોઇએ
ડેન્માર્ક એન્વાયર્નમેન્ટ ટેકનોલોજી અને એનર્જી એફિસીયન્સીમાં ગુજરાતના પ્રગતિશીલ
અભિગમથી પ્રભાવિત

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગાંધીનગરમાં ગુજરાત સરકાર અને ડેન્માર્ક સરકારના સંયુકત ઉપક્રમે આયોજિત ઊર્જાસંચય માટેની ""એનર્જી એફિસયન્સી એન્ડ થર્મલ ઓડિટ''ના સેમિનારનું ઉદ્દધાટન કરતાં જણાવ્યું હતું કે ઊર્જા સંસાધનોના સંચય અને બચત માટેનો ઉત્તમ માર્ગ પ્રકૃતિ સાથે સંવાદિતાભરી જીવનશૈલી જ છે. આપણે બિલ્ડીંગ કન્સ્ટ્રકશન ક્ષેત્રે એન્વાયર્નમેન્ટ ટેકનોલોજી અપનાવવી જ પડશે પરંતુ "મોડર્નાઇઝેશન વિધાઉટ વેસ્ટર્નાઇઝેશન'નો સિધ્ધાંત આત્મસાત કરીને "પヘમિના અનુકરણ વગરનું આધુનિકરણ' એ જ ઊર્જાસંચય અને ક્ષમતાવર્ધનની આપણી દિશા હોવી જોઇએ એમ તેમણે ઉમેર્યું હતું.
ડેન્માર્ક સરકારે સમગ્ર યુરોપમાં એનર્જી એફિસીયન્સી માટેનું માનવજાતના કલ્યાણનું અભિયાન ઉપાડયું છે અને ર૦૧પમાં નિヘતિ લક્ષ્ય હાંસલ કરવા પ્રતિબધ્ધ છે તેનો સહયોગ લઇને ગુજરાત સરકારે મહાત્મા મંદિરમાં આ સેમિનાર યોજ્યો હતો જેમાં અર્બન પ્લાનર્સ એન્ડ આર્કિટેકચર ડિઝાઇનર્સએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઊર્જાના વિવેકપૂર્ણ ઉપયોગના પ્રેરક દ્રષ્ટાંતો આપતાં જણાવ્યું કે ભારતના પૂર્વજોએ તો બ્રહ્માંડની પ્રાકૃતિક સંરચના સાથે સુસંગત રહીને એવી જીવનવ્યવસ્થા વિકસાવી હતી કે એનર્જી ઓફિસીયન્સી-ઊર્જા-ક્ષમતા સ્વયમ્ વિકસતી રહે. શુધ્ધ હવા-પ્રકાશ અને જળ-તતવોની ઉપલબ્ધી સાથેના મકાન-બાંધકામની સ્થાપત્ય ડિઝાઇન સદીઓ પહેલાં આપણે ત્યાં રોજિંદી પર્યાવરણ-મૈત્રીપૂર્ણ જીવનશૈલીમાં વણાયેલી હતી. આપણે બે મજલા મકાનના દાદર-સીડી ચડવાને બદલે લિફટનો ઉપયોગ કરીએ છીએ અને પછી શારિરીક સક્ષમતા-ઊર્જા જાળવવા જીમના સંસાધનો પાછળ ખર્ચ કરીએ છીએ.

આપણા પૂર્વજોએ પ્રકૃતિ સાથે સંવાદ-સૂમેળ સાધવા ટ્રસ્ટીશીપનો સિધ્ધાંત આપેલો પરંતુ પヘમિની ભોગવાદી સમાજશૈલીએ ઊર્જાશકિત જેવા સંસાધનોના દુર્વ્યય સાથે ગ્લોબલ વોર્મિંગના સંકટો તરફ માનવજાતને ધકેલી દીધી છે. ભારતીય પૂર્વજોએ આવા સંકટોના ભયથી નહીં પરંતુ પ્રકૃતિપ્રેમના કારણે કુદરત સાથે સુસંગત એવી પર્યાવરણીય જીવનશૈલી અપનાવી હતી. ""કચ્છના ભૂંગા''ની આવાસશૈલી આજે પણ ગમે તેવા ભૂકંપ સામે પ્રતિરોધક આવાસ બાંધકામની ઉત્તમ ટેકનોલોજીને પ્રકટ કરે છે એમ તેમણે જણાવ્યું હતું.
ભારતીય મંદિરો અને દેવળ-ચર્ચમાં જે સ્થાપત્યશૈલી છે તે ઊર્જા સંચય અને પ્રકૃતિ સાથે સુસંગત છે તેનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આપણી "પોળ' અને હવેલી સંસ્કૃતિના સ્થાપત્ય ડિઝાઇનમાં પણ ઊર્જાના ઉપયુકત ઉપયોગની જીવનવ્યવસ્થા આત્મસાત કરેલી છે.
મુખ્યમંત્રીશ્રીએ એ હકિકત ઉપર ભાર મૂકયો હતો કે ઊર્જાસંચય અને ઊર્જાના વૈજ્ઞાનિક વપરાશના કાનૂન-નિયમો આવશ્યક જરૂર છે, પરંતુ આપણી જીવનશૈલી પ્રકૃતિ અને પર્યાવરણ સાથે સંવાદિત હોવી જોઇએ. આપણા જેવા ગરમ હવામાન ધરાવતા દેશમાં ગ્લાસ-શિશાની દિવાલો સાથેના કોર્પોરેટ કલ્ચરના બિલ્ડીંગોની ટેકનોલોજી માત્ર પヘમિનું આંધળુ અનુકરણ છે જેના કારણે એરકંડીશનીંગ-લાઇટીંગમાં ઉલટું ઊર્જાશકિતનો દુર્વ્યય વધે છે.
મુખ્યમંત્રીશ્રીએ આધુનિક બાંધકામ શૈલી અને એન્વાયર્નમેન્ટ ટેકનોલોજીમાં "સાયન્સ ઇઝ યુનિવર્સલ બટ ટેકનોલોજી મસ્ટ બી લોકલ'નો સિધ્ધાંત અપનાવીને રેઇન વોટર હાર્વેસ્ટીંગ અને સોલાર એનર્જી પાવરનો બિલ્ડીંગ કન્સ્ટ્રકશનમાં ફરજિયાત ઉપયોગ કરવાની હિમાયત કરી હતી, તેમણે એમ પણ જણાવ્યું કે હવે ગુજરાતના કિસાનો પણ "એનર્જી એફિસીયન્ટ પંપસેટ' સ્વીકારતા થયા છે. આપણે આપણી કાળબાહ્ય પધ્ધતિ છોડીને પણ ઉત્તમ સફળ પધ્ધતિનો વિનિયોગ કરવો જોઇએ પણ તેના કેન્દ્રમાં પ્રકૃતિ સાથેની સંવાદિતાનો ઉદ્દેશ હોવો જોઇએ.
ડેન્માર્કના રાજદૂત શ્રીયુત-ફ્રેડી સ્વેન એ (Mr. FREDDY SWANE) ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીશ્રી ઊર્જાસંચય માટે જે પ્રગતિશીલ અભિગમ ધરાવે છે તેનાથી પ્રભાવિત થઇને ડેન્માર્ક સરકાર "એનર્જી એફિસીયન્સી' મૂવમેન્ટમાં માત્ર "ટેકનોલોજી ટ્રાન્સફર' નહી પરંતુ સાતત્યપૂર્ણ વિકાસમાં ભાગીદાર કરવા તત્પર છે તેમ જણાવ્યું હતું.
શ્રીયુત ફ્રેડી સ્વેન એ "એનર્જી એફિસીયન્ટ બિલ્ડીંગ કોડ'ની જરૂર ઉપર ભાર મૂકતા જણાવ્યું કે ઊર્જા-ઉપયોગના અતિરેકને રોકવા માટેના ઉપાયો અપનાવવામાં ગુજરાતની શકિત અને નેતૃત્વ ઉપર તેમને અપાર વિશ્વાસ છે.
પ્રારંભમાં ઉઘોગ અગ્ર સચિવશ્રી એમ. શાહુએ સેમિનારના ઉદ્ેશો પ્રસ્તુત કરી સ્વાગત પ્રવચન કર્યું હતું. શહેરી વિકાસના અગ્ર સચિવશ્રી આઇ. પી. ગૌતમે આભાર દર્શન કર્યું હતું.
ડેન્માર્કની કંપનીઓ રોકવુલ ટેકનીકલ ઇન્સ્યુલેશન ગ્રુપ અને ડેનીશ મલ્ટીનેશનલ કંપની GRUNDFOSના સંચાલકો પણ વ્યકિતગત બેઠકોમાં મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા અને એનર્જી ઓફિસીયન્સીના નવા આયામો માટે ગુજરાત સરકારના અભિગમની સાથે સહભાગી થવાની પ્રોજેકટ પ્રોફાઇલ્સ વિષયક ચર્ચા કરી હતી.



