શેર
 
Comments

 

મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની જનતા જનાર્દનને હાર્દિક અપીલ

૬-૬-૨૦૧૨ : શુક્રના સંક્રમણની વિરલ ઘટના નભમાં નિહાળી

મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ  આવતીકાલ બુધવારે તા.૬-૬-૨૦૧ર ( ઠ્ઠી જૂન-ર૦૧ર)ના રોજ આકાશમાં સૂર્યોદયથી સવારે સાડા દશ સુધી શુક્રના સંક્રમણની વિરલ ઘટના નિહાળવા જનતા જનાર્દનને હાર્દિક અપીલ કરી છે

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું છે કે પૃથ્‍વી અને સૂર્યની વચ્‍ચે શુક્ર જ્‍યારે ભ્રમણ કરતો હોય છે ત્‍યારે આપણે એને જોઇ શકીશું. ૬ જૂન, સૂર્યોદયથી લઇને સવારે ૧૦-૩૦ વાગયા સુધી હિન્‍દુસ્‍તનાના કોઇપણ ખૂણેથી આ ઘટના જોઇ શકાશે. આ ઘટનાનો ઉપયોગ ખગોળશાષાીઓ માટે એક સ્‍વર્ણિમ અવસર હોય છે. જેના દ્વારા પૃથ્‍વી અને સૂર્યનું અંતર માપી શકાતું હોય છે. જેના દ્વારા જે અંધશ્રધ્‍ધાઓ છે એને મીટાવી શકાતી હોય છે. વિજ્ઞાનને જાણીએ, ખગોળશાષાને જાણીએ, આ આખુંય બ્રહ્માણ કેવી રીતે ચાલે છે, કયાં ચાલે છે એ સમજવા માટેનું એક સરસ મજાનો અવસર છે.

આપણે બધા સૂર્યગ્રહણથી પરિચિત છીએ, ચંદ્રગ્રહણથી પરિચિત છીએ પણ આપણા નશીબમાં પહેલીવાર એવો મોકો આવ્‍યો છે અને એ મોકો છે શુક્રની મુલાકાત કરવાનો. આ ઘટના ૧૦પ વર્ષ પછી બની રહી છે અને ભવિષ્‍યમાં હવે પછી ૧૧પ થી ૧ર૧ વર્ષ પછી બનવાની છે અને સૂર્યની સાક્ષીએ શુક્રનું મિલન એક અનેરો અવસર છે.

દુનિયામાં પહેલીવાર જ્‍યારે ટેલિસ્‍કોપનું નિર્માણ થયું લગભગ ૧૬૦૦ની શતાબ્‍દિમાં અને એ વખતે જેમ આજે શુક્રનો અવસર મળ્‍યો છે, બુધનો અવસર મળ્‍યો છે, સૂર્યની આગળથી બુધગ્રહ પસાર થતો હતો અને ત્‍યારે દુનિયામાં પહેલીવાર આપણા સૂરતથી વિદેશના એક વૈજ્ઞાનિકે ટેલિસ્‍કોપ દ્વારા આ બુધના ભ્રમણને નિહાળ્‍યું હતું. ઇતિહાસની એક મોટી ઘટના છે. જેમાં આપણા સૂરતને ગૌરવ મળ્‍યું છે. આપણા બધાય માટે તા. ૬-૬-ર૦૧ર ૬ઠ્ઠી જૂન, ર૦૧ર, બુધવાર સૂર્યોદયથી સવારે ૧૦-૩૦ સુધી આ શુક્રને મળવાની મુલાકાત શુક્રને મળવાનો અવસર આપણે અચૂક લઇએ જેના માટે આંખોની જે કાળજી લેવાની હોય એની સૂચનાઓ આપણે સમજીએ. પરંતુ આ અનેરો અવસર જીવનનો છે એનો જરૂર લાભ લઇએ, એમ તેમણે જણાવ્‍યું છે.

ભારતના ઓલિમ્પિયન્સને પ્રેરણા આપો!  #Cheers4India
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
PM Modi responds to passenger from Bihar boarding flight for first time with his father from Darbhanga airport

Media Coverage

PM Modi responds to passenger from Bihar boarding flight for first time with his father from Darbhanga airport
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
શેર
 
Comments

Join Live for Mann Ki Baat
Join PM on Social Media
Interact with PM
Know the PM
Give your Suggestions