સદ્ભાvવના મિશન અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના ઉપવાસ સંકલ્પનું જિલ્લા અભિયાન વડોદરા મહાનગર

સદ્ભાvવના મિશનનો પ્રભાવ હવે તો કરાંચી-પાકિસ્તાનમાં પણ પહોંચી ગયો છેઃ સદ્ભા-વના મિશનને લાખો જન જુવાળનું સમર્થન કેમ છે ?

એક આખા દશકથી ગુજરાત ઉપર માનસિક અત્યાચારો થતા રહ્યા પણ છ કરોડ ગુજરાતીઓ ડગ્યા નથીઃ વિકાસ કેવો હોય તે સદ્ભાદવનાની તાકાતથી ગુજરાતે બતાવી દીધું છેઃ મુખ્યમંત્રીશ્રી

સરદાર પટેલની પુણ્યતિથિએ વડોદરામાં સદ્ભાવવના મિશન અંતર્ગત મુખ્ય મંત્રીશ્રીના ઉપવાસ-તપને સમર્થન આપવા જનતા જનાર્દનનો અભૂતપૂર્વ પ્રતિસાદ

વડોદરા શહેર સહિત ગ્રામ્ય તાલુકો અને વાધોડિયા, કરજણ, પાદરા, સાવલી તાલુકામાંથી ઉમટેલો જનપ્રવાહ

૮૦૦૦ના સ્વૈચ્છિક ઉપવાસ

સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ એકતા અને સદ્ભાtવનાથી કરી બતાવ્યું

ગુજરાતના વિકાસના સત્યને દબાવી નહીં શકો

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સદ્ભા/વના મિશનના ૩૩ ઉપવાસની તપસ્યાના જિલ્લા અભિયાન અંતર્ગત વડોદરામાં અનશનનું સમાપન પ્રવચન કરતા જણાવ્યું હતું કે, દશ દશ વર્ષોથી ગુજરાતને હેરાન કરવા માનસિક અત્યાચારો કરનારાએ કાંઇ બાકી રાખ્યું નથી અને અત્યારે પણ ગુજરાતની સારી વાત કે વિકાસને છાવરવાના બધા જ પ્રયાસો, કારસા દિલ્હીની કેન્દ્ર સરકાર કરી રહી છે. ગુજરાતની જનતાનો જુવાળ સદ્ભાધવના મિશનમાં ઉમટયો છે. કારણ કે ગુજરાતના સત્યને દબાવનારાથી છ કરોડ ગુજરાતી ડગ્યા નથી. સદ્ભાનવના મિશનની વિકાસયાત્રા લગાતાર આગળ ધપાવી છે એમ તેમણે જણાવ્યું હતું. સરદાર પટેલની પુણ્યતિથિના આજના દિવસે ગુજરાતના વિકાસના પાયામાં છ કરોડ ગુજરાતીઓની છેલ્લા એક દશકની લગાતાર સદ્ભાેવના શક્તિ રહેલી છે એના સામર્થ્યની પ્રતીતિ કરાવવા સદ્ભામવના મિશન લઇને રાજ્યભ્રમણ કરતા રહેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે વડોદરા મહાનગરમાં એક દિવસનાં ઉપવાસનો સંકલ્પ સાકાર કર્યો હતો. આખા દિવસ દરમિયાન વડોદરા શહેરના ખૂણેખૂણેથી શહેરી સમાજોના પરિવારો મુખ્યમંત્રીશ્રીને સમર્થન આપવા ઉમટયા હતા. આ ઉપરાંત વડોદરા, કરજણ, પાદરા, સાવલી અને વાધોડિયા તાલુકાઓમાંથી ગ્રામજનોનો અવિરત જનપ્રવાહ પણ લગાતાર કતારોમાં શિસ્તબધ્ધ મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છા આપવા આવતો રહ્યો હતો. ૮૦૦૦ થી વધુ નાગરિકો સ્વૈચ્છાએ ઉપવાસ કર્યા હતા.

દેશની એકતા અને અખંડિતતાનો મજબૂત પાયો નાંખીને રજવાડાના એકીકરણથી ભારતનું નિર્માણ સરદાર સાહેબની સદ્ભાઅવનાની શક્તિને આભારી હતું એમ સયાજીનગરીમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું. મારા અનશન-તપમાં જિલ્લે જિલ્લે હજરો નાગરિકો પણ સ્વેચ્છાએ ઉપવાસ ઉપર ઉતરે છે તેમની સદ્ભાઅવનાની તપસ્યાને હું વંદન કરું છું એમ તેમણે જણાવ્યું હતું.

જે લોકો માત્ર રાજકીય ચશ્માંથી સદ્ભાwવના મિશનને જોવા ટેવાયેલા છે તેમને આ સદ્ભા2વના મિશનમાં લાખોના જનજુવાળ જોડાય છે તે સમજાતું નથી. પણ ગુજરાતના ગૌરવને હણવાના દશ વર્ષથી પ્રયાસો થતા રહ્યા, દેશ અને દુનિયામાં ગુજરાતને-છ કરોડ ગુજરાતીઓને બે-ઇજ્જત કરવામાં કોઇ માધ્યમ બાકી નથી રાખ્યું છતાં ગુજરાતીઓની સૂઝ સમજ અને શાણપણે મિજાજ બતાવ્યો છે, સદ્ભાજવનાની શક્તિથી. એકતા, શાંતિ અને વિકાસ અવિરત ચાલુ રાખીને ગુજરાતીઓએ સદ્ભાછવપૂર્વક જવાબ આપી દીધો છે. દશ વર્ષથી ગુજરાતનું બગાડી લેવામાં ગુજરાતને વિકાસ યાત્રામાંથી રોકવા કેટકેટલા જુલ્મો થયા છે એના ઇતિહાસનો અભ્યાસ રાજકીય પંડિતોએ કરવો જોઇએ અને ગુજરાત કેમ સદ્ભાંવનાની શક્તિથી ચલિત નથી થયું તેનો અભ્યાસ કરવો જોઇએ એવું આહ્વાન તેમણે કર્યું હતું. ગુજરાતે વિકાસ કેવો હોઇ શકે તે સાકાર કરીને બતાવી આપ્યું છે. આખા દેશમાં લોંગ ડિસ્ટન્સ લર્નિંગ એજ્યુકેશન માટે સ્પેસ કોમ્યુનિકેશન ટેકનોલોજીનું સેટેલાઇટનું આખુ ટ્રાન્સપોન્ડર ગુજરાતે મેળવી લીધું છે એની સામર્થ્યશક્તિનું શ્રેય તેમણે છ કરોડ ગુજરાતીઓની સદ્ભાનવનાને અને એકતાની તાકાતને આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમારે ગુજરાતની ધરતી ઉપર હવે પ્રતિવાદના ઝેર અને કોમવાદના ઝેર નથી પ્રવેશવા દેવા. સદ્ભા વનાની સત્યશક્તિ એ અમારે મન રાષ્ટ્રકારણ છે, રાજકારણ નથી. મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસપૂર્વક જણાવ્યું કે, સદ્ભારવના મિશનની અસરનો પ્રભાવ દિલ્હીની સલ્તનતને પહોંચે કે ના પહોંચ, પાકિસ્તાન કરાંચી-રાવલપીંડી સુધી પહોંચી ગયો છે. ગુજરાત સાથે વિકાસની ભાગીદારી કરવા પાકિસ્તાનના ઉઘોગકારો તત્પર બન્યા છે. ચીન, જાપાન, કેનેડા, યુરોપ સૌ કોઇ ગુજરાતમાં ભાગીદાર બનવા તૈયાર કેમ થયા છે ? કારણ સદ્ભાંવનાની શક્તિ પ્રભાવી બની છે. દિલ્હીની સલ્તનતના કાનમાં ખીલા ઠોકાયા તેથી નહીં સમજાય પણ હવે ગુજરાતનો વાદ-વિવાદના બદલે વિકાસનો મિજાજ નહીં સમજે તો પરચો મળી જશે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે દશ વર્ષમાં તમે ગુજરાતનું કશું જ બગાડી નથી શક્યા તો હવે તો સમજો. ગુજરાતે વિકાસના બેન્ચમાર્ક બનાવી લીધા છે. સમાજોના વાદ-વિવાદને દફનાવીને, ઝધડા, ટંટા ફિસાદ મિટાવીને ગુજરાતે વિકાસના માર્ગે સમૃધ્ધિની દિશા લીધી છે. ગુજરાતે વિકાસની હરણફાળ ભરી તો કિસાન મોં માંગી જમીનની કિંમત મેળવે એવો મિજાજ ધરાવતો થયો છે. ગામડા વિકાસના સામર્થ્યથી સમૃધ્ધ બની રહ્યાં છે. ગુજરાત એવું એક માત્ર રાજ્ય છે જ્યાં ઔઘોગિક વિકાસ થયો છે, અને જળ વ્યવસ્થાપનથી કૃષિ વાવેતર વિસ્તાર ૧૮ લાખ હેક્ટર વધ્યો છે.

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની ૧પ૦મી જયંતીની ઉજવણીનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, ગાયકવાડી શાસન પરંપરા પ્રજાકલ્યાણની રહી છે. એમાંથી પ્રેરણા લઇને ગુજરાત આગળ વધી રહ્યું છે, અને આગામી ત્રણ વર્ષમાં "વાઇબ્રન્ટ વડોદરા' માટે રૂા.૧પ૦૦ કરોડ ખર્ચાશે. ગુજરાતને માટે કોઇ ક્ષેત્ર એવું ના હોય જ્યાં સદ્ભાંવનાની શક્તિથી નવી ઊંચાઇ ઉપર લઇ જઇશું. સરદાર સાહેબની લોખંડી તાકાતમાંથી પ્રેરણા લઇ ગુજરાત ઝૂકેગા નહીં તેવો મંત્ર સાકાર કરીએ એવું આહ્વાન તેમણે કર્યું હતું.

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Defense Export: A 14-Fold Leap in 7 Years

Media Coverage

India’s Defense Export: A 14-Fold Leap in 7 Years
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM greets on Kharchi Puja
July 14, 2024

The Prime Minister Shri Narendra Modi today wished everyone, particularly the people of Tripura, on the occasion of Kharchi Puja.

The Prime Minister posted on X :

"Wishing everyone, particularly the people of Tripura, on the occasion of Kharchi Puja! May the divine blessings of Chaturdash Devata always remain upon us, bringing joy and good health to all. May it also enrich everyone’s lives with prosperity and harmony."