મુખ્યમંત્રીશ્રીના ચીનના પ્રવાસની ફલશ્રુતિ
ચીનની પ્રખ્યાત હાઇટેક ટેક્ષ્ટાઇલ મશીનરી કંપની JINGWEI ગ્રુપ ગુજરાતમાં પ્રોજેકટ સ્થાપવા તત્પર
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આજે ચીનની ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગના ક્ષેત્રે વિશ્વખ્યાત એવા JINGWEI GROUP (જિંગવેઇ ગ્રુપ)ની કંપની ચાઇના ટેક્ષમેચ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીયુત વુ જીયુહુઆ (WU XIUHUA)ના નેતૃત્વમાં આવેલા કંપનીના પદાધિકારીઓએ ગુજરાતમાં કંપનીનો હાઇટેક ટેક્ષ્ટાઇલ મશીનરીનો મેન્યુફેકચરીંગ પ્રોજેકટ સ્થાપવાની તત્પરતા વ્યકત કરી હતી.મુખ્યમંત્રીશ્રીની તાજેતરની ચીનની અત્યંત સફળ પ્રવાસની ફલશ્રુતિરૂપે ચીનની ઔદ્યોગિક કંપનીઓની ગુજરાતમાં આગમનની નવી ક્ષિતિજો ખૂલી ગઇ છે અને JINGWEI ટેક્ષમેચ મશીનરી કંપનીના ઉચ્ચ ડેલીગેશને ગુજરાતમાં ટેક્ષટાઇલ મશીનરીનો હાઇટેક પ્લાન્ટ સ્થાપવાનો નિર્ધાર કર્યો છે. આજે શ્રી નરેન્દ્રભાઇ મોદીને મળેલા શ્રીયુત વુ જીયુહુઆએ ગુજરાતમાં ઔદ્યોગિક મૂડીરોકાણ અને પ્રોજેકટ વિકાસ માટેના ઉત્તમ વાતાવરણ અને રાજ્ય સરકારના પ્રોત્સાહક અભિગમની પ્રસંશા કરી હતી.
આ બેઠકમાં ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, ઇન્ડિયાચાઇના ઇકોનોમિક એન્ડ કલચરલ કાઉન્સિલના અધ્યક્ષ શ્રી એસ. બી. ડાંગાઇચ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, સચિવશ્રી એ. કે. શર્મા, ઉદ્યોગ અગ્ર સચિવશ્રી મહેશ્વર શાહુએ ભાગ લીધો હતો.


