૨૮ સપ્ટેમ્બર થી ૦૫ ઓક્ટોબર, ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે
મુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવો અને ઉપસ્થિત લોકો શ્રધ્ધાપૂર્વક મા ભગવતીની મહાઆરતી કરશે
૨૦૦ થી ૨૫૦ કલાકારો ચંડીપાઠ અને શક્તિપીઠની થીમ ઉપર નૃત્ય અને સંગીતનો ભવ્ય કાર્યક્રમ રજુ કરશે
દક્ષિણ આફ્રિકા, સિંગાપુર, ઈન્ડોનેશિયા સહિતનાં દેશોનાં ૧૭ જેટલાં રાજદૂતો અને રાજદ્વારીઓ ઉપસ્થિત રહેશે
ગુજરાતનાં શ્રેષ્ઠ ૫૦ પ્રવાસન સ્થળોની ફોટો ગેલેરી અને ધરોઈ ખાતે આકાર લેનાર સંત નગરીનું થીમ પેવેલિયન
વિશ્વનાં સૌથી લાંબા નૃત્ય ઉત્સવ અને મા ભગવતીની આરાધનાનાં પર્વ નવરાત્રિ નિમિત્તે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ગુજરાત ઈન્ડસ્ટ્રીઅલ નવરાત્રિ ફેસ્ટીવલ સોસાયટીનાં સહયોગથી અમદાવાદનાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે તારીખ ૨૮ સપ્ટેમ્બર થી ૦૫ ઓક્ટોબર સુધી એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી બુધવાર તારીખ ૨૮ સપ્ટેમ્બર સાંજે ૭:૦૦ કલાકે આ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી સહિત અન્ય મહાનુભવો અને ઉપસ્થિત લોકો શ્રધ્ધાપૂર્વક મા શક્તિની મહાઆરતીનો લાભ લેશે.




