REPM ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા, આત્મનિર્ભરતા વધારવા અને વૈશ્વિક REPM બજારમાં ભારતને મુખ્ય ખેલાડી તરીકે સ્થાન આપવા માટે ભારત સરકારની પ્રથમ પ્રકારની પહેલ
આ યોજના સિન્ટર્ડ REPM ના 6,000 MTPAના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપશે, ઓટોમોટિવ, સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રો માટે સપ્લાય ચેઇનને મજબૂત કરશે અને આત્મનિર્ભર ભારત અભિયાન તેમજ ભારતના નેટ ઝીરો 2070 લક્ષ્યને ટેકો આપશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે રૂ. 7,280 કરોડના નાણાકીય ખર્ચ સાથે 'સિન્ટર્ડ રેર અર્થ પર્મનન્ટ મેગ્નેટના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટેની યોજના' ને મંજૂરી આપી છે. આ પોતાની પ્રકારની પ્રથમ પહેલનો ઉદ્દેશ ભારતમાં 6,000 મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MTPA)ની સંકલિત (integrated) રેર અર્થ પર્મનન્ટ મેગ્નેટ (REPM) ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવાનો છે, જેનાથી આત્મનિર્ભરતા વધશે અને ભારતને વૈશ્વિક REPM બજારમાં એક મુખ્ય ખેલાડી તરીકે સ્થાન મળશે.

REPMs એ સૌથી મજબૂત પ્રકારના પર્મનન્ટ મેગ્નેટમાંના એક છે અને તે ઇલેક્ટ્રિક વાહનો, અક્ષય ઊર્જા, ઇલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ અને સંરક્ષણ એપ્લિકેશન્સ માટે આવશ્યક છે. આ યોજના સંકલિત REPM ઉત્પાદન સુવિધાઓની રચનાને સમર્થન આપશે, જેમાં રેર અર્થ ઓક્સાઇડને ધાતુઓમાં, ધાતુઓને એલોયમાં અને એલોયને ફિનિશ્ડ REPMs માં રૂપાંતરિત કરવાનો સમાવેશ થાય છે.

ઇલેક્ટ્રિક વાહનો, અક્ષય ઊર્જા, ઔદ્યોગિક એપ્લિકેશન્સ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની ઝડપથી વધતી માંગને કારણે, 2025 થી 2030 સુધીમાં ભારતમાં REPMs નો વપરાશ બમણો થવાની અપેક્ષા છે. હાલમાં, ભારતની REPMs ની માંગ મુખ્યત્વે આયાત દ્વારા પૂરી થાય છે. આ પહેલ સાથે, ભારત તેની સૌપ્રથમ સંકલિત REPM ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરશે, રોજગાર પેદા કરશે, આત્મનિર્ભરતાને મજબૂત કરશે અને 2070 સુધીમાં ' નેટ ઝીરો' પ્રાપ્ત કરવાના રાષ્ટ્રના સંકલ્પને આગળ વધારશે.

યોજનાનો કુલ નાણાકીય ખર્ચ રૂ. 7,280 કરોડ છે, જેમાં પાંચ (5) વર્ષ માટે REPM વેચાણ પર રૂ. 6,450 કરોડનું વેચાણ-સંલગ્ન પ્રોત્સાહન (sales-linked incentives) અને REPM ઉત્પાદન સુવિધાઓના 6,000 MTPA ના કુલ એકત્રીકરણને સ્થાપવા માટે રૂ. 750 કરોડની મૂડી સબસિડી (capital subsidy) નો સમાવેશ થાય છે.

આ યોજના વૈશ્વિક સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા પાંચ લાભાર્થીઓને કુલ ક્ષમતાની ફાળવણીની કલ્પના કરે છે. દરેક લાભાર્થીને 1,200 MTPA સુધીની ક્ષમતા ફાળવવામાં આવશે.

યોજનાનો કુલ સમયગાળો એવોર્ડની તારીખથી 7 વર્ષનો રહેશે, જેમાં સંકલિત REPM ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે 2-વર્ષનો નિર્માણ સમયગાળો (gestation period) અને REPM ના વેચાણ પર પ્રોત્સાહન વિતરણ માટે 5 વર્ષનો સમાવેશ થાય છે.

ભારત સરકારની આ પહેલ સ્થાનિક REPM ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને વૈશ્વિક બજારોમાં સ્પર્ધાત્મકતા વધારવા તરફનું એક સીમાચિહ્નરૂપ પગલું છે. REPM ઉત્પાદનમાં સ્વદેશી ક્ષમતાઓને પ્રોત્સાહન આપીને, આ યોજના માત્ર સ્થાનિક ઉદ્યોગો માટે REPM સપ્લાય ચેઇનને સુરક્ષિત કરશે એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રના નેટ ઝીરો 2070 લક્ષ્યને પણ સમર્થન આપશે. તે વિકસિત ભારત @ 2047 ના વિઝન સાથે સુસંગત, તકનીકી રીતે આત્મનિર્ભર, વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ટકાઉ ઔદ્યોગિક આધાર બનાવવાના સરકારના અવિચલન પ્રતિબદ્ધતાને મૂર્તિમંત કરે છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Cabinet approves Rs 33,000 crore BHAVYA scheme to develop ‘100 plug-and-play industrial parks’

Media Coverage

Cabinet approves Rs 33,000 crore BHAVYA scheme to develop ‘100 plug-and-play industrial parks’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets everyone on occasion of Navratri
March 19, 2026
PM shares a Sanskrit Subhashitam and a Hymn on this occasion

Prime Minister Shri Narendra Modi has extended his warmest greetings to everyone on the auspicious occasion of Navratri, praying for prosperity, health, and the fulfillment of the resolve for a Viksit Bharat.

The Prime Minister shared a Sanskrit Subhashitam on this occasion, highlighting the divine and benevolent grace of Goddess Shailaputri as the holy festival of Navratri commences. PM Modi also shared a devotional hymn dedicated to the Goddess on this occasion, noting that through the boundless mercy of the Goddess, the welfare of all citizens would be ensured, providing a powerful impetus to the collective goal of a developed India.

In a series of posts, the Prime Minister wrote on X:

"देशभर के मेरे परिवारजनों को नवरात्रि की हार्दिक मंगलकामनाएं। शक्ति की आराधना का यह दिव्य अवसर आप सभी के लिए सुख, सौभाग्य, समृद्धि और उत्तम स्वास्थ्य लेकर आए। शक्तिस्वरूपा मां दुर्गा की असीम कृपा से सबका कल्याण हो, जिससे विकसित भारत के हमारे संकल्प को भी नई ऊर्जा मिले। जय अंबे जगदंबे मां!"

"नवरात्रि के पहले दिन मां दुर्गा के प्रथम स्वरूप देवी शैलपुत्री की पूजा का विधान है। उनके आशीर्वाद से हर किसी के जीवन में संयम, शांति और सकारात्मक ऊर्जा का संचार हो, यही कामना है।

वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।
वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥"

I bow to Goddess Shailaputri, who fulfills all the wishes of her devotees, who is adorned with a crescent moon on her forehead, who rides a bull and who holds a trident in her hand. She is a glorious and revered goddess.

"जगतजननी मां दुर्गा के चरणों में कोटि-कोटि देशवासियों की ओर से मेरा नमन और वंदन! नवरात्रि के पावन पर्व पर देवी मां से विनती है कि वे हर किसी को अपने स्नेह और अनुकंपा का आशीर्वाद प्रदान करें। जय माता दी!"