ભારતની સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસમાં સતત ગતિ

સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમને જીવંત બનાવવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કેનેસ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડની ગુજરાતનાં સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.

3,300 કરોડના રોકાણ સાથે સૂચિત એકમની સ્થાપના કરવામાં આવશે. આ યુનિટની ક્ષમતા દરરોજ 60 લાખ ચિપ્સ હશે.

આ યુનિટમાં ઉત્પાદિત ચિપ્સ વિવિધ પ્રકારની એપ્લિકેશનોને પૂરી પાડશે જેમાં ઔદ્યોગિક, ઓટોમોટિવ, ઇલેક્ટ્રિક વાહનો, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ, મોબાઇલ ફોન વગેરે જેવા સેગમેન્ટનો સમાવેશ થાય છે.

ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેના કાર્યક્રમને 21.12.2021ના રોજ નોટિફાઇડ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ રૂ. 76,000 કરોડનો ખર્ચ થશે.

જૂન, 2023માં, કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની પ્રથમ દરખાસ્તને મંજૂરી આપી હતી.

ફેબ્રુઆરી, 2024માં, વધુ ત્રણ સેમીકન્ડક્ટર એકમોને મંજૂરી આપવામાં આવી હતી. ટાટા ઇલેક્ટ્રોનિક્સ ગુજરાતના ધોલેરામાં સેમીકન્ડક્ટર ફેબ અને આસામના મોરીગાંવમાં એક સેમીકન્ડક્ટર યુનિટ સ્થાપી રહી છે. સીજી પાવર દ્વારા ગુજરાતના સાણંદમાં એક સેમીકન્ડક્ટર યુનિટની સ્થાપના કરવામાં આવી રહી છે

તમામ 4 સેમીકન્ડક્ટર એકમોનું નિર્માણ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે અને એકમોની નજીક એક મજબૂત સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઉભરી રહી છે. આ 4 એકમો લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ લાવશે. આ એકમોની સંચિત ક્ષમતા દરરોજ લગભગ 7 કરોડ ચિપ્સ છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Northeast gets first MEMU electric train, linking Tripura to Assam

Media Coverage

Northeast gets first MEMU electric train, linking Tripura to Assam
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tribute to Shri Ram Vilas Paswan ji
July 05, 2026

The Prime Minister, Shri Narendra Modi, paid tributes to former Union Minister Shri Ram Vilas Paswan ji on his birth anniversary today."He made significant contributions to the upliftment of society's deprived and weaker sections. He will always be remembered for his dedication to public service and national service", Shri Modi remarked.

The Prime Minister posted on X:

पूर्व केंद्रीय मंत्री रामविलास पासवान जी की जयंती पर उन्हें मेरी भावभीनी श्रद्धांजलि। समाज के वंचित और कमजोर वर्गों के उत्थान के लिए उन्होंने अहम योगदान दिया। जनसेवा और राष्ट्रसेवा के प्रति अपने समर्पण भाव के लिए वे हमेशा याद किए जाएंगे।