પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે આત્મનિર્ભર ભારત માટે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી ફોર યુરિયા-2026 (NIPU-2026) પર ખાતર વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
લાભો:
આ નીતિ દેશમાં ગેસ આધારિત યુરિયા ઉત્પાદન એકમો સ્થાપવા માટે યુરિયા ક્ષેત્રમાં નવા રોકાણોને પ્રોત્સાહિત કરશે. આ આત્મનિર્ભરતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. વધુમાં, NIP-2012 ની સરખામણીમાં મુખ્ય ફેરફારોમાં વધુ પારદર્શકતા માટે સ્થિર અને પરિવર્તનશીલ ખર્ચ (ફિક્સ્ડ અને વેરિયેબલ કોસ્ટ) નું વિભાજન, 12% ના ફ્લોર (ન્યૂનતમ મર્યાદા) અને 16% ની સીલિંગ (મહત્તમ મર્યાદા) સાથે સક્ષમ રિટર્ન ઓન ઇક્વિટી (RoE) બેન્ડની રજૂઆત, અને પ્રવર્તમાન વિનિમય દરોના આધારે ચાર વર્ષ પછી સ્થિર ખર્ચને INR માં રૂપાંતરિત કરીને વિદેશી હૂંડિયામણના જોખમને ઘટાડવાનો સમાવેશ થાય છે. આ પગલાંથી NIP-2012ની સરખામણીમાં NIPU-2026 હેઠળ સ્થાપિત દરેક પ્લાન્ટ માટે ₹250 કરોડ થી વધુની બચત થવાનો અંદાજ છે.
અમલીકરણ વ્યૂહરચના અને લક્ષ્યાંકો:
નવા યુરિયા ઉત્પાદન એકમોની સ્થાપનાને આત્મનિર્ભર ભારત માટે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી ફોર યુરિયા-2026 (NIPU-2026) હેઠળ આવરી લેવામાં આવશે.
પૃષ્ઠભૂમિ:
યુરિયા ક્ષેત્રમાં નવા રોકાણોને આકર્ષવા માટે, 2012 માં રિવેમ્પ, વિસ્તરણ, પુનર્જીવન/બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ માટે ખાતર વિભાગ દ્વારા યુરિયા ક્ષેત્રમાં રોકાણ માટેની નીતિને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. નવી રોકાણ નીતિ (NIP) – 2012 હેઠળ, કુલ 6 નવા યુરિયા એકમો સ્થાપવામાં આવ્યા છે જેમાં નામાંકિત PSUની સંયુક્ત સાહસ કંપનીઓ (JVC) દ્વારા સ્થાપિત 4 યુરિયા એકમો અને ખાનગી કંપનીઓ દ્વારા સ્થાપિત 2 યુરિયા એકમોનો સમાવેશ થાય છે. NIP-2012 હેઠળ નવા રોકાણનો સમયગાળો ઓક્ટોબર-2019 સુધીમાં સમાપ્ત થઈ ગયો હતો.
હાલમાં, 269.42 LMT ની કુલ પુનઃમૂલ્યાંકન કરેલ/સ્થાપિત ક્ષમતા ધરાવતા 33 કાર્યરત યુરિયા ઉત્પાદન એકમો છે. યુરિયાના સ્વદેશી ઉત્પાદનમાં વધારો કરવાની જરૂરિયાત છે. દેશમાં યુરિયાના સ્વદેશી ઉત્પાદન અને માંગ વચ્ચે એક અંતર છે જે યુરિયાની આયાત દ્વારા ભરવામાં આવે છે.
ખાતર વિભાગને યુરિયા એકમો સ્થાપવા માટે વિવિધ દરખાસ્તો મળી છે. તેથી, યુરિયા માટે રાષ્ટ્રીય રોકાણ નીતિ (નેશનલ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી) જરૂરી છે.
देशभर के अपने किसान भाई-बहनों के कल्याण के लिए हमारी सरकार कोई कोर-कसर नहीं छोड़ रही है। इसी कड़ी में आज राष्ट्रीय यूरिया निवेश नीति-2026 के प्रस्ताव को मंजूरी दी गई है। इससे न सिर्फ गैस आधारित नए यूरिया उत्पादन संयंत्रों की स्थापना के लिए निवेश को प्रोत्साहन मिलेगा, बल्कि यूरिया…
— Narendra Modi (@narendramodi) July 15, 2026


