મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીની આજે ભાવનગર - નારીની શ્રી જગદિશ્વારાનંદ પ્રાથમિક શાળાના બાળકોએ વિધાનસભામાં મુલાકાત લીધી હતી.
ભાવનગરના ધારાસભ્યાશ્રી જીતુભાઇ વાઘાણીએ આ બાળકોના ગુજરાત વિધાનસભાની કાર્યવાહી નિહાળવાના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યું હતું.
તેના ભાગરૂપે આ બાળકોએ આજે વિધાનગૃહની કાર્યવાહી નિહાળી હતી અને મુખ્ય મંત્રીશ્રી સાથે મુલાકાત લીધી હતી અને શ્રી નરેન્દ્રહભાઇ મોદી સાથે રસપ્રદ વાર્તાલાપ કર્યો હતો.