પ્રિય મિત્રો,
પાછલા દિવસોમાં, ભાષણો અને લેખો ઉપર આધારીત પુસ્તક " સામાજિક સમરસતા"નું લોકાર્પણ થયું.
પુસ્તક ના દલિત લેખક અને મારા પરમ મિત્ર કિશોર મકવાણાનું અત્યંત પીડાસભર પત્ર આજે મળ્યો..
એક દલિતની પીડાને આ બ્લોગના માધ્યમ દ્વારા તમારા સુધી પહોચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
શ્રી કિશોર મકવાણાનો અક્ષ્રરશઃ પત્ર...
સાદર પ્રણામ...,
આપને એક હકીકતથી વાકેફ કરવા આ પત્ર લખી રહ્યો છું.
હું દલિત સમાજમાં જનમ્યો છું, દલિત-પીડિત-વંચિત પરિવાર- સમુદાયોની સમાજમાં સદીઓથી કેવી દુઃખદાયક સ્થિતિ છે તેના પ્રત્યક્ષ અનુભવોથી મારી જીંદગી ભરેલી છે.
આથી જ, પીડિત-વંચિત માનવીના દુઃખ દર્દને કોઇ પોતાની સંવેદનાનો સ્પર્શ કરે ત્યારે, તેના પ્રત્યે આત્મિયતા આપોઆપ જન્મે છે.
મારું સદભાગ્ય છે કે સંઘર્ષોની વચ્ચે અને એને અતિક્રમીને, મને વિચાર-લેખનના વ્યવસાયનો અવસર મળ્યો.
છેલ્લા અઢી દાયકાથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના વિચાર અને વ્યવહારને ખૂબ ઝીણવટથી જોતો આવ્યો છું. અંતઃકરણમાં પવિત્રભાવથી એ પીડિતજનોની સેવામાં લાગેલા છે. એમના જીવનકાર્યનું કેન્દ્રબદુ હંમેશા સમાજનો છેવાડાનો માનવી છે. શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના દલિત બાંધવો ર્આિથક રીતે પગભર થાય, શોષણથી મુકત થાય, સમગ્ર ગુજરાત સમરસ-એકરસ બને તે માટે પૂરા મનોયોગથી એક અર્થમાં ડો.બાબાસાહેબ આંબેડકરના સ્વપ્નને જ ર્મૂિતમંત કરી રહ્યા છે. એમના વિચાર અને વ્યવહારમાં અંશ માત્રનો ભેદ મને ન દેખાયો ત્યારે લાગ્યું કે એમના સમાજ પ્રત્યેના કર્તવ્યભાવ અને મમભાવને વ્યકત કરતા લેખો અને પ્રવચનો લોકો આગળ મૂકવા જોઇએ, આ વિચારમાંથી જ ‘સામાજિક સમરસતા’ પુસ્તકનું સર્જન થયું. આ મારું પ્રથમ પુસ્તક નથી, અગાઊ બિરસા મુંડા, સંત રવિદાસ, સમર નહ સમરસતા, રાષ્ટ્રભકત ડો.બાબાસાહેબ આંબેડકર, સ્વામી વિવેકાનંદ વગેરે વિષય પરના મારા ૧૩ પુસ્તકો પ્રસિદ્ધ થઇ ચૂકયા છે.
મારા માટે ગૌરવનો વિષય હતો કે ‘સામાજિક સમરસતા’ નામનું મારું ૧૪મું પુસ્તક લોકો વચ્ચે આવી રહ્યું હતું. ૨૬ એપ્રિલ,૨૦૧૦ના દિવસે સાંજે ૬-૩૦ વાગેે યોજાયેલા આ સમારોહમાં ગુજરાતના ક્રાંતિકારી સંત પૂ.સ્વામી સચ્ચિદાનંદ, મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને જાણીતા કવિ-લેખક શ્રી સુરેશ દલાલ ઊપસ્થિત રહ્યા. મારા માટે આ આનંદનો અવસર હતો.
સંપૂર્ણ લોકાર્પણ સમારોહ અત્યંત ગરિમામય રહ્યો. મારા પત્રકાર મિત્રોએ ઊમળકાથી અખબારો, પ્રેસ મીડિયામાં બીજા દિવસે, આ પુસ્તક વિમોચનના સમાચારને ખૂબ સારી રીતે પ્રસિદ્ધિ આપી. મારા જેવા દલિત લેખક-સર્જક માટે જીવનની આ ચિરસ્મરણીય એવી સૌથી યશદાયી ઘટના હતી. પરંતુ એક દલિતના આ આનંદના અવસરને કાગ્રેસે કલંકિત કરવાનો, એને વિકાૃતિના રંગે રંગવાનો હિન પ્રયાસ કર્યો. શ્રી નરેન્દ્ર મોદીએ એમના સમગ્ર પ્રવચનમાં કયાંય-કોઇ પણ સ્વરૂપે દ્ધસમાજ માટે કોઇપણ પ્રકારની હલકી વાત કરી નથી. મોદી જે બોલ્યા જ નથી તેવી વાત તેમના મોંઢામાં મૂકી કાગ્રેસે વિકૃત અને મનઘડંત ઊપજાવી કાઢેલા નિવેદનો કર્યા. કાગ્રેસી આગેવાનોએ સામાજિક સમરસતાના ભાવપૂર્ણ પ્રસંગને સરાસર જુઠ્ઠાણાં દ્વારા કલંકિત કરવાનો પ્રયાસ કર્યો.
પવિત્ર ભાવથી દલિત સમાજની ઊન્નતિ માટે કર્તવ્યરત શ્રી નરેન્દ્ર મોદી અંગે કાગ્રેસના વિકૃત અને જુઠ્ઠા નિવેદનથી કેવળ મને જ નહી પણ સમગ્ર દલિત સમાજને આઘાત લાગ્યો છે. શ્રી નરેન્દ્ર મોદીના આખે-આખા પ્રવચનની વિડીયો-ડીવીડી અને વેબસાઇટ ઊપર ટ્રાન્સસ્ક્રીપ્ટઆજે પણ ઊપલબ્ધ છે. મારા દલિત બાંધવોને નમ્ર વિનંતી છે કે તે જોઇ જવી જોઇએ, જેથી આપ સત્ય જાણી શકો.
હિન્દુસ્તાનના અગ્રીમ હરોળના અંગ્રેજી દૈનિક ‘હિન્દુ’ માં પ્રબુદ્ધ તંત્રીશ્રી એન.રામનો અહેવાલ અહ ટાંકુ છું.
એમણે કાગ્રેસીઓની ઢાગી દલિત ભકિત અને વિકૃતનો પર્દાફાશ કર્યો છે.
‘હિન્દુ’ એ લખ્યું છે કે ‘સામાજિક સમરસતા પુસ્તક વિમોચન પ્રસંગે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના પ્રવચનમાં હળાહળ જુઠ્ઠાણાં ઊમેરીને કાગ્રેસ પોતાની આબરુ જ હણી રહી છે. શ્રી મોદીએ દલિતોની વિરુદ્ધ આખા પ્રવચનમાં એક પણ શબ્દ ઊચ્ચાર્યો નથી કે નથી મીડીયા રીપોર્ટરના પ્રસિદ્ધ થયેેલા અહેવાલોમાં આવી કોઇ વાત. તદ્ન વજૂદ વગર શ્રી નરેન્દ્ર મોદી સામે આવા ઇરાદાપૂર્વકના આવા જૂઠ્ઠાણાં ફેલાવવાથી કાગ્રેસ દલિતોની હામી થઇ શકવાની નથી. કાગ્રેસ તો દેશ માટે ભયજનક વોટ બેન્ક પોલીટીકસને જ વરેલી છે અને એણે કયારેય દલિતોના હિતોની પરવા કરી જ નથી. માત્ર અને માત્ર દલિતોનો અને સમાજના વંચિત વર્ગનો ઊપયોગ કરીને સત્તામાં ચીટકી રહેવું છે, ચૂંટણી સમયે ખાસ કરીને પોતાના સત્તા સ્વાર્થી હેતુ માટે દલિતોને સાધન બનાવી દીધા છે.’
જો કે જે કાગ્રેસે ડો.બાબાસાહેબ આંબેડકરને જીવનભર અપમાનિત કર્યા, દલિતોને કાયમ મૂરખ બનાવી એમનો વોટબેન્ક તરીકે જ ઊપયોગ કર્યો છે. એની પાસે બીજી કોઇ અપેક્ષા ના રાખી શકાય. ડો.બાબાસાહેબ જ્ઞાતિવીહીન-એકરસ સમાજ ઇચ્છતા હતા.પરંતુ કાગ્રેસ એની સ્થાપના કાળથી જ જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વેરઝેરનું વાવેતર કરતી આવી છે.
ડો.બાબાસાહેબ આંબેડકરે લખેલ ‘કાગ્રેસે અસ્પૃશ્યો માટે શું કર્યું ’ ગ્રંથ વાંચવા જેવો છે. આ ગ્રંથમાં અનેક હકીકતો અને ઘટનાઓ વર્ણવી કાગ્રેસના દલિત વિરોધી અસલી ચહેરાને ડો.બાબાસાહેબે ઊઘાડો પાડ્યો છે. અમદાવાદ જિલ્લાના કાવિઠા ગામમાં અસ્પાૃશ્ય બાળકોના શાળા પ્રવેશ બાબતે ગામ લોકોએ અસ્પાૃશ્યોનો બહિષ્કાર કરેલો. એ વખતે સ્વયં બાબાસાહેબે કાવિઠા ગામ આવી દરમિયાનગીરી કરી હતી. પરંતુ કાગ્રેસે ગામલોકોને સમજાવવાના બદલે અસ્પાૃશ્યોને જ ગામ છોડી જવાની સલાહ આપી હતી. ડો.બાબાસાહેબ મુંબઇ થી અમદાવાદ આવ્યા ત્યારે કાલુપુર રેલ્વે સ્ટેશને કાગ્રેસી કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી તેમને અપમાનિત કર્યા હતા.
ડગલે ને પગલે ડો.બાબાસાહેબ પર માનસિક અત્યાચાર કરનાર અને દલિતોનો વોટ બેન્ક તરીકે ઊપયોગ કરનાર કાગ્રેસ જેવી રાજકીય પાર્ટી અમારા દલિત, વંચિત, શોષિત, પીડિત સમાજની પીડા નિવારવી તો દૂર રહી પણ આ પરાઇ પીડાના જાણતલ એવા શ્રી નરેન્દ્રભાઇ મોદી જેવા સમરસ સમાજના શ્રેયકર ચતક સામે સરાસર જૂઠ્ઠાણાં દલિતોના નામે ફેલાવે ત્યારે કાગ્રેસની આ નીતિ-રીતિ સામે દલિતોનો આક્રોશ સ્વાભાવિક પ્રગટે જ.
અહીં એક વાત તરફ પણ આપનું ધ્યાન દોરવા માંગુ છું, છેલ્લા આઠ વર્ષથી ગુજરાત અને શ્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવાની એક પણ તક ગુજરાત વિરોધીઓ ચૂકતા નથી. આવા સમયે દેશ, ગુજરાત અને સમાજમાં વિખવાદ કરનારા તત્વોને ઓળખી લેવા જોઇએ.
પોતાનો સ્વાર્થ સાધવા કાગ્રેસ કઇ હદે જઇ શકે છે એ જણાવવા જ મારી વાત આપની સમક્ષ પત્ર દ્વારા પહાચાડી રહ્યો છું. મારી આ લાગણીમાં આપ સહભાગી બનશો જ એવી અપેક્ષા છે. આભાર સહ...
આપનો, કિશોર મકવાણા સામાજિક સમરસતા પુસ્તક







