ગુજરાતમાં યુવાનોને કૌશલ્યવાન બનાવવા ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન રચાશે

 

મુખ્ય મંત્રીશ્રીના હસ્તે

  • ખાનગી ક્ષેત્રે વધુ ૪૦,૦૦૦ યુવાનોને એકી સાથે રોજગાર નિમણૂકો

  • સીધી ભરતીની સરકારી નોકરીઓમાં ૧પ,૦૦૦ યુવાનોની નિમણૂકો

  • ૪૧,૦૦૦ વિવેકાનંદ યુવા કેન્દ્રોને રમતના સાધનોની કીટનું વિતરણ

ભારતમાં સૌથી વધુ રોજગારી આપનારું અને સૌથી ઓછી બેકારી ધરાવતું રાજ્ય ગુજરાત છે

કેન્દ્ર સરકારે યુવાનોના અવસરો છીનવી લૂંટ ચલાવી ગુજરાત સરકાર યુવાનોને સામર્થ્યવાન બનાવશે

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઔઘોગિક અને આર્થિક ક્ષેત્રે નવી ઊંચાઇ સર કરી રહેલા ગુજરાતના લાખો યુવાનોને ઔઘોગિક તાલીમ ક્ષેત્રે કૌશલ્યવાન બનાવવા, ઉત્તમ પ્રાફેશનલ કક્ષાના ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન રચવાની મહત્ત્વની જાહેરાત કરી હતી.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગાંધી જયંતીના અવસરે મહાત્મા મંદિર, ગાંધીનગરમાં રોજગારક્ષેત્રે રાજ્યની નવી સિદ્ધિઓની પ્રતીતિરૂપે ખાનગી ક્ષેત્રે વધુ ૪૦,૦૦૦ યુવાનોને એકી સાથે રોજગારીના નિમણૂક પત્રો અને રાજ્ય સરકારની નોકરીઓમાં સીધી ભરતીના ૧પ,૦૦૦ ઉમેદવારોને નિયુક્તિપત્રો એનાયત કર્યા હતા.

સ્વામી વિવેકાનંદની ૧પ૦મી જન્મ જયંતીનું આ વર્ષ ગુજરાત સરકારે યુવાશક્તિ વર્ષ તરીકે ઉજવવાનો ઉપક્રમ હાથ કર્યો છે, તે સંદર્ભમાં ગુજરાતના ગામો અને શહેરોમાં કાર્યરત થઇ ગયેલા વિવેકાનંદ યુવા કેન્દ્રો માટે ૪૧,૦૦૦ જેટલા રમતગમતના સાધનોની કીટ પણ એનાયત કરી હતી. શ્રમ- રોજગાર વિભાગ અને યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુકત ઉપક્રમે યોજાયેલા યુવાનોના ઉજ્જવળ કારકિર્દી ધડતરના આ સમારોહમાં રાજ્યભરમાંથી યુવાનો ઉત્સાહ-ઉમંગથી ઉપસ્થિત રહ્યા હતા. આ જ અવસરો રાજ્યના ર૬ જિલ્લા મથકોએ પણ સંપન્ન થયા હતા અને મુખ્ય મંત્રીશ્રીનું પ્રેરક સંબોધન સેટેલાઇટ ટેકનોલોજીના માધ્યમથી તમામ ર૬ જિલ્લાઓમાં પ્રસારિત થયું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાત જે રીતે આર્થિક-ઔઘોગિક ક્ષેત્રે તેજ ગતિથી આગળ વધી રહ્યું છે અને આગામી સમયમાં લાખો નૌજવાનોને રોજગારીની અનેક તકો ઊભી થવાની છે તેને ધ્યાનમાં લઇ ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કાર્યરત કરવાની ભૂમિકા આપી હતી.

ભારતભરમાં સૌથી ઓછી બેકારી ગુજરાતમાં છે અને આ ગૌરવભરી પરિસ્થિતિનું નિર્માણ એટલા માટે થયું છે કે, ગુજરાતે દશ વર્ષ સુધી વિકાસની નવી ઊંચાઇ પાર કરી છે. જો વિકાસ આવો થયો ન હોત તો ન જાણે કેટલા યુવાનોને રોજી-રોટી માટે બીજા પ્રદેશોમાં કેવી રઝળપાટ કરવી પડી હોત. પરંતુ આજે તો ભારતના ખૂણેખૂણેથી રોજગારીના સપનાં પૂરાં કરવા દેશના યુવાનો ગુજરાત આવે છે. આ ગુજરાતના વિકાસની તાકાત છે, એમ તેમણે જણાવ્યું હતું.

અગાઉ કુશળ તાલીમ પામેલા ૬પ,૦૦૦ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી એક જ સપ્તાહમાં આપેલી અને આજે વધુ ૪૦,૦૦૦ યુવાનોને આવી નિમણૂકો આપી છે. ગુજરાતની દિશા રાજ્યના યુવાનોને રોજગારી આપી કારકિર્દી ધડવાના સપનાં પૂરાં કરવાની છે.

ગુજરાતના તમામ એપ્રેન્ટીસ તાલીમ મેળવી રહેલા યુવાનોને માસિક રૂ. ૧પ૦૦/-નું એપ્રેન્ટીસ સ્ટાઇપેન્ડ આ સરકારે આપ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે રાતોરાત કોલસા પરિવહન ઉપર સર્વિસ ટેક્ષ લાદીને ગુજરાત ઉપર રૂ. ૧૦૦ કરોડનો બોજ વધારી દીધો છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

ભારતના ભવિષ્યના નિર્માણ માટે યુવાનો ઉપર ભરોસો મુકવાની તેમની તત્પરતાનો ભારપૂર્વક ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ૧૧ વર્ષ સુધી લગાતાર આ સરકાર ઉપર ઉમંગ-ઉત્સાહથી આટલું વિશાળ યુવાપેઢીનું સમર્થન અને વિશ્વાસ એક ઐતિહાસિક ધટના છે.

દિલ્હીમાં બેઠેલી કેન્દ્ર સરકારની દિશા દેશને લૂંટવાની છે અને ગુજરાત સરકારની દિશા યુવાનોને તકો અને અવસરો આપવાની છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

થપ્પડ વિજ્ઞાપન અંગે ગુજરાતની જનતાને સંસ્કાર શીખવાડનારા હવે ખુદ થપ્પડોની દિશામાં વળ્યા છે ત્યારે એમની થપ્પડોની સંસ્કૃતિની દિશા દ્વારા નૌજવાનોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં વિવેકાનંદ યુવા કેન્દ્રોમાં ર૦ લાખથી વધારે યુવા કેન્દ્રો જોડાઇ ગયા છે તેમને રમત-ગમત ક્ષેત્રે કૌશલ્યવાન બનાવવા માટે રમતગમતના સાધનો આપવાની ભૂમિકા આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, જે ખેલશે તે ખીલશે અને ખેલદિલ બનશે જ. ગુજરાતના સમાજ જીવનમાં ખેલદિલીની ભાવનાનું યુવાનો દ્વારા સંવર્ધન કરીને તંદુરસ્ત સમાજ માટેનું આહ્વાન તેમણે કર્યું હતું.

નાણાં, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી વજુભાઈ વાળાએ ગુજરાતમાં યુવા કૌશલ્ય નિર્માણ માટે કૌશલ્ય વર્ધન કેન્દ્રો તથા સ્કીલ ડેવલપમેન્ટના નવતર અભ્યાસક્રમો શરૂ કરી, રાજ્યના ઔઘોગિક વિકાસને અનુરૂપ માનવ સંશાધન નિર્માણની પહેલરૂપ સિદ્ધિઓની ભૂમિકા આપી હતી.

રોજગાર-તાલીમ નિયામક દ્વારા સમગ્ર રાજ્યમાં એક જ દિવસમાં ૪૧,૧૯૩ રોજગારપત્રો એનાયત કરવાના આ અવસરને તેમણે સ્વામી વિવેકાનંદના યુવાશક્તિના સામર્થ્યના સપનાં પાર પાડતો અવસર ગણાવ્યો હતો અને મુખ્ય મંત્રીશ્રીના દૃષ્ટિવંત નેતૃત્વમાં રોજગાર નિર્માણના ક્ષેત્રે ગુજરાત અવ્વલ રહ્યું છે તેનો આનંદ વ્યકત કર્યો હતો.

રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી શ્રી ફકીરભાઈ વાધેલાએ સૌને આવકાર્યા હતા. સ્વાગત પ્રવચનમાં શ્રી વાધેલાએ રાજ્યના યુવાધનમાં રહેલા ખેલ કૌશલ-કૌવતને પ્રગટાવવામાં ખેલ મહાકુંભ તથા વિવેકાનંદ યુવા કેન્દ્રોના યોગદાનની સરાહના કરી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને યુવા સંન્યાસી સ્વામી વિવેકાનંદના રમત-ગમત પ્રેમને આજની યુવા પેઢી બરકરાર રાખે તેવો અનુરોધ પણ શ્રી ફકીરભાઈ વાધેલાએ કર્યો હતો.

આ પ્રસંગે સાંસદશ્રી ર્ડા. કિરીટ સોલંકી, ધારાસભ્યો, પદાધિકારીઓ તથા રાજ્ય સરકારના સચિવો અને નિમણૂક પત્રો મેળવનાર તથા રમત-ગમત કીટ્સ પ્રાપ્ત યુવાધન વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય મંત્રીશ્રીએ ૬૧ યુવક-યુવતીઓને પ્રતીકરૂપે નિમણૂંક પત્રો-કીટસ્‍ એનાયત કરી હતી.

 

વધુ નવા નવ તાલુકા રચવાની જાહેરાત કરતા મુખ્ય મંત્રીશ્રી

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે વહીવટી સુગમતાના જાહેર હિતમાં નીચે પ્રમાણેના નવા તાલુકાઓની રચના કરવાની જાહેરાત કરી હતી.

નવા સૂચિત તાલુકા

  • વાપી તાલુકો (વલસાડ જિલ્લો)
  • જોટાણા તાલુકો (મહેસાણા જિલ્લો)
  • ગોઝારીયા તાલુકો (મહેસાણા જિલ્લો)
  • ગીરગઢડા તાલુકો (જૂનાગઢ જિલ્લો)
  • નેત્રંગ તાલુકો (ભરૂચ જિલ્લો)
  • બોડેલી તાલુકો (વડોદરા જિલ્લો)
  • ખેરગામ તાલુકો (નવસારી જિલ્લો)
  • થાનગઢ તાલુકો (સુરેન્દ્રનગર જિલ્લો)
  • જૂનાગઢ સીટી તાલુકો (જૂનાગઢ જિલ્લો)
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં નવા જિલ્લા અને નવા તાલુકાની રચનાની જે જાહેરાતો કરવામાં આવી છે તે તમામ આગામી ર૬મી જાન્યુઆરી, ર૦૧૩ના રોજ કાર્યરત થાય એવી નેમ સાથે તેમાં સમાવિષ્ટ થનારા ગામો અને સંલગ્ન તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવા રાજ્ય સરકારના મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને રચાયેલી સમિતિ જવાબદારી સંભાળશે.

 

શહેરી વિસ્તારોમાં ધર ધરમાં શૌચાલયની ઝૂંબેશ માટે રૂ. ૩૦૦ કરોડના ખાસ પ્રોત્સાહક પેકેજની જાહેરાત કરતા મુખ્ય મંત્રીશ્રી

ગાંધી જયંતીએ મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના સંદેશના પગલે ગુજરાત સરકાર

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગાંધી જયંતીના અવસરે મહાત્મા ગાંધીજીને તેમના સ્વચ્છતાના જીવન સંદેશને ઉત્તમ ભાવાંજલિરૂપે રાજ્યના શહેરો અને મહાનગરોમાં તમામ ધર ધરમાં વ્યક્તિગત અને શહેરી ગરીબ વસતિમાં વ્યક્તિગત ઉપરાંત સાર્વજનિક શૌચાલયોના નિર્માણ માટે રૂ. ૩૦૦ કરોડના પ્રોત્સાહક પેકેજની જાહેરાત કરી હતી.

""સ્વચ્છતા'' એ મહાત્મા ગાંધીજીનું સૌથી પિ્રય કાર્ય હતું અને ગુજરાતના શહેરો અને સમાજના સાર્વજનિક આરોગ્ય માટે સ્વચ્છતાના મહિમાને આત્મસાત કરવા રાજ્યના શહેરો અને મહાનગરોના પ્રત્યેક ધર ધરમાં વ્યક્તિગત શૌચાલયની સુવિધા ઉપલબ્ધ થાય તેમજ ગરીબ શહેરી વસતિમાં પણ વ્યક્તિગત અને સાર્વજનિક શૌચાલયો દ્વારા ઉત્તમ સ્વચ્છતાનું વાતાવરણ બને એ માટે રૂ. ૩૦૦ કરોડનો આ શહેરી શૌચાલય પ્રોજેકટ મંજૂર કર્યો છે, એમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું.

 

સ્વતંત્ર ગીરનાર-ભવનાથ વિસ્તાર વિકાસસત્તામંડળ રચાશેઃ મુખ્ય મંત્રીશ્રી

જૂનાગઢ મહાનગરમાં મહેસૂલી વહીવટ માટે નવો સીટી તાલુકો

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રવાસન વિરાસતનો આગવો મહિમા ધરાવતા જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢના ગીરનાર-ભવનાથના તીર્થ પ્રવાસનના સર્વાંગી વિકાસ માટે સ્વતંત્ર ભવનાથ-ગીરનાર વિસ્તાર વિકાસ સત્તામંડળની રચના કરવાની જાહેરાત આજે કરી હતી.

આ ઉપરાંત જૂનાગઢ મહાનગરમાં મહેસૂલી વહીવટ માટેના અલગ સીટી તાલુકાની રચનાની પણ તેમણે જાહેરાત કરી હતી અને રાજ્યમાં જે સૂચિત નવા જિલ્લાઓ અને નવા તાલુકાઓ રચવાની જાહેરાત થઇ છે તેના ગામો, તેના કાર્યક્ષેત્ર તથા વહીવટી પ્રક્રિયા અંગે રાજ્ય સરકારના મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને રચેલી સમિતિ આખરી કરશે. આ નવા જિલ્લા અને નવા તાલુકા આગામી ર૬મી જાન્યુઆરી, ર૦૧૩થી કાર્યરત થઇ જશે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Khel Vaani | India’s Paralympic Rise: A Beacon for a More Inclusive Future

Media Coverage

Khel Vaani | India’s Paralympic Rise: A Beacon for a More Inclusive Future
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister joins Ganesh Puja at residence of Chief Justice of India
September 11, 2024

The Prime Minister, Shri Narendra Modi participated in the auspicious Ganesh Puja at the residence of Chief Justice of India, Justice DY Chandrachud.

The Prime Minister prayed to Lord Ganesh to bless us all with happiness, prosperity and wonderful health.

The Prime Minister posted on X;

“Joined Ganesh Puja at the residence of CJI, Justice DY Chandrachud Ji.

May Bhagwan Shri Ganesh bless us all with happiness, prosperity and wonderful health.”

“सरन्यायाधीश, न्यायमूर्ती डी वाय चंद्रचूड जी यांच्या निवासस्थानी गणेश पूजेत सामील झालो.

भगवान श्री गणेश आपणा सर्वांना सुख, समृद्धी आणि उत्तम आरोग्य देवो.”