શેર
 
Comments

અમદાવાદઃ બુધવારઃ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં સ્વર્ણિમ સંકલ્પ જ્યોત રથયાત્રાનું સમાપન કરતાં જણાવ્યું હતુ કે, ગાંધી અને સરદારના વારસ તરીકે આ મહાનુભાવોના સપના પાર પાડવા માટેનો સ્વર્ણિમ સંકલ્પનો મહાકુંભ સંકલ્પ અવસર આવી રહ્યો છે. કોઇપણ પક્ષાપક્ષી વગર વિકાસના વિવાદને કોઇ સ્થાન નથી એવા સંકલ્પ સાથે આવતીકાલના ગુજરાતની વિરાસતની દિવ્યતા ઉત્પન્ન કરવા જનજનમાં કર્તવ્ય ચેતના જગાવીએ એવું આહવાન તેમણે કર્યું હતું.

ગુજરાતના ૫૦ વર્ષની સ્વર્ણિમ જયંતીની ઉજવણીમાં પ્રત્યેક નાગરિકને સંકલ્પમય બનાવવા માટે આ સ્વર્ણિમ સંકલ્પ જ્યોત રથયાત્રા યોજાઇ હતી. રાજ્યના ૨૨૫ તાલુકાઓમાં થઇને ૨૨૫ રથ બધાજ ૧૮૦૦૦ ગામોમાં જનજાગરણનો સંદેશો લઇને પહોંચ્યા હતા. ગાંધીનગરમાં રવિશંકર મહારાજની જન્મજયંતી ૧૨મી ફેબ્રુઆરીથી શરૂ થયેલું આ વિરાટ જનઅભિયાન આજે ૧૪મી એપિ્રલ ડૉ.આંબેકડકર જન્મ જયંતીએ પૂર્ણ થયું ત્યારે કરોડો નાગરિકોએ ગુજરાત માટે કર્તવ્ય ભાવ માટેના વ્યકિતગત અને સામુહિક સંકલ્પો લીધા હતા.

ડૉ.આંબેકડકરની જન્મ જયંતીએ આજે સમગ્ર ગુજરાતમાં બધાજ ૨૨૫ તાલુકાઓમાં સ્વર્ણિમ સંકલ્પ જ્યોત રથાયાત્રાનું આ જનજાગરણ અભિયાન પૂર્ણ થયાના કાર્યક્રમો યોજવામાં આવ્યા તેનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, બે તબકકામાં રાજ્યના બધા જ શહેરો અને તમામ ગામોમાં સ્વર્ણિમ સંકલ્પનું જનજનમાં વાતાવરણ ઉભું થયું છે.

ગુજરાતની આ સ્વર્ણિમ જયંતીએ રવિશંકર મહારાજ, પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા સહિત તમામ મુખ્યમંત્રીશ્રીઓ સહિતના બધાજ મહાનુભાવોએ જે સપના સંજોયા તેને મૂર્તિમંત કરવા આપણે સંકલ્પ કર્યો છે. આ સ્વર્ણિમ જયંતીની ઉજવણી સરકારનો એજન્ડા નથી પરંતુ સાડાપાંચ કરોડ ગુજરાતીઓના પુરૂષાર્થ થકી ગુજરાતે શુ કર્યું છે તેના ભવ્ય ભુતકાળના ગાન ગાઇને અને આવતીકાલના ગુજરાતની ભવ્ય સ્વર્ણિમ વિકાસના ગુણગાન કરવાનો આ અવસર છે તેમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

કોઇપણ પક્ષાપક્ષી વગર વિકાસમાં વિવાદને સ્થાન ન હોવું જોઇએ - મારું તારુંનો ભેદભાવ ન હોવો જોઇએ એવા મંત્ર સાથે જનશકિત જગાવવા અને જનચેતનાનું યોગદાન લેવાનો આ અવસર છે. પહેલી જાન્યુઆરીએ વિધાનસભામાં સ્વર્ણિમ સંસદીય સંકલ્પ પરિષદમાં એક સુર, એક

ધ્યેયથી આપણે સંકલ્પ કરેલો છે. આજની સંકલ્પ યાત્રાની પૂર્ણાહૂતિએ સમગ્ર ગુજરાતના જનજીવનને ઝકઝોળ્યું છે અને આપણી અભિલાષા એજ હોય કે સૌ સાથે મળીને ગુજરાતની વિકાસયાત્રામાં જોડાઇ જઇએ એમ તમેણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ગુજરાતની સ્વર્ણિમ જયંતીએ “ખેલ મહાકુંભ”નું રમતગમતનું સ્પર્ધાત્મક વાતાવરણ સર્જવું છે. ગુજરાતના ખેલાડીઓ અત્યાર સુધીના બધા જ વિક્રમો તોડીને નવા જ વિક્રમો સર્જે અને ડંકાની ચોટ ઉપર ગુજરાત રમત ગમત ક્ષેત્રે નવા કિર્તિમાન પ્રસ્થાપિત કરે એવી હદયસ્પર્શી અપીલ પણ તેમણે કરી હતી. “વાંચે ગુજરાત”નું અભિયાન જનજનમાં તરતું થાય એવી અપીલ કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, “વાંચે ગુજરાત” આ ગુજરાતની સંસ્કૃતિ અને વિરાસત માટે ગુજરાતીને રામમાણ બનાવી દેશે.

ગાંધીજી અને સરદારે સ્વરાજ્યની દિશા બતાવી હતી અને તેના વારસ તરીકે ગુજરાત “સુરાજ્ય”ના નિર્માણની વિરાસત ઉભી કરે અને સાડાપાંચ કરોડ ગુજરાતીઓના કર્તવ્ય સંકલ્પથી જ આ સપના સાકાર થશે.

તેમણે ગુજરાત માટે ૧૦૦ કલાકનું સમયદાન આપવા યુવાશકિતને આહ્‍વાન કર્યું હતું. ૧લી મેના રોજ ગુજરાત સરકારની સ્વર્ણિમ જયંતીનો અવસર નથી પરંતું મહાગુજરાતના આંદોલનના પૂર્વજોને યાદ કરીને ગામોગામ ૧લી મેની સ્વર્ણિમ જયંતીની ઉજવણીનું જનજનમાં વાતાવરણ બને અને કોઇપણ ગુજરાતી સ્વર્ણિમ જયંતી ઉજવણીમાં ભાગીદાર બન્યા વગર રહી ન જાય તેવી હદયસ્પર્શી અપીલ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, છેવાડનો ગરીબમાં ગરીબ માનવી પણ સ્વર્ણિમ જયંતીની ઉજવણીમાં ભાગીદાર બને એવું રવિશંકર દાદાનું સપનું સાકાર કરવાનું અભિયાન ઉપાડયું છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી અશોકભાઇ ભટ્ટે જણાવ્યું કે, સ્વર્ણિમ સંકલ્પ જ્યોત એ ૨૧મી સદીના પહેલા દાયકાનો અવિસ્મરણીય સંકલ્પ છે. આ સરકારે ગુજરાત રાજ્યની સ્થાપનાની સુવર્ણ જયંતી ઉજવવાનો નિર્ણય કર્યો તે અનુકરણિય છે. પ્રદેશોમાંથી માંથી ગુજરાતીઓ જલ અને માટીના કુંભ લઇને ગુજરાત આવશે ત્યારે આ ઉત્સવ દેશનો મહાકુંભ ઉત્સવ લેખાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

દસક્રોઇના ધારાસભ્ય શ્રી બાબુભાઇ જમનાદાસ પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતુ કે, દેશ આખાએ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીની નોંધ લીધી છે. દસક્રોઇ તાલુકાના તમામ ગામોમાંથી એકત્ર કરેલા જળનો કુંભ તેમણે મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યો હતો.

આ પ્રસંગે વિવિધ વ્યકિતઓ, સંસ્થાઓ તરફથી મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નીધિમાં રૂા.૬.૫૦ લાખના ચેક અર્પણ કરાયા હતાં ઉપરાંત સ્વર્ણિમ રથયાત્રા દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ, યોજનાઓના લાભાર્થીઓને સાધનસહાયનું વિતરણ તથા વયવંદના કાર્યક્રમ અંતર્ગત વડીલોનું સન્માન કરાયું હતું.

આ પ્રસંગે અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી કાનાજી ઠાકોર, સાંસદ સભ્ય શ્રી કિરિટભાઇ સોલંકી, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પ્રદિપસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી વલ્લભભાઇ કાકડીયા, શ્રીમતી ગીતાબેન પટેલ, મુખ્ય સચિવ શ્રી એ.કે.જ્યોતિ, પંચાયત વિભાગના અગ્રસચિવ શ્રી આર.એમ.પટેલ, સ્વર્ણિમ ગુજરાત સમિતિના ડાયરેકટર જનરલ શ્રી ડી.કે.રાવ અમદાવાદ જિલ્લા પ્રભારી સચિવ શ્રી વી.એસ.ગઢવી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સચિવ શ્રી ભાગ્યેશ જ્હા, જિલ્લા કલેકટર શ્રી હારિત શુકલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ભારતના ઓલિમ્પિયન્સને પ્રેરણા આપો!  #Cheers4India
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
PM Modi responds to passenger from Bihar boarding flight for first time with his father from Darbhanga airport

Media Coverage

PM Modi responds to passenger from Bihar boarding flight for first time with his father from Darbhanga airport
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Zoom calls, organizational meetings & training sessions, karyakartas across the National Capital make their Booths, 'Sabse Mazboot'
July 25, 2021
શેર
 
Comments

#NaMoAppAbhiyaan continues to trend on social media. Delhi BJP karyakartas go online as well as on-ground to expand the NaMo App network across Delhi during the weekend.