Shri Narendra Modi addressed Gujarat BJP Mahila Morcha Programme in Gandhinagar

Published By : Admin | August 26, 2012 | 12:49 IST

ભારત માતા કી જય..!!

મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સર્વે વરિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ-બહેનો, અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલ, પ્રજાનો વિશ્વાસ જેમણે સંપાદન કર્યો છે એવાં સૌ જનપ્રતિનિધિ બહેનો...

સીઝન એવી છે કે તમે કાંઈ પણ કહો એ ચૂંટણીના ખાતામાં જ જમા થાય. દરેક વાત ચૂંટણીના ચશ્માંથી જ જોવાય એ બહુ સ્વાભાવિક છે. ચૂંટણી એ લોકશાહીનું ખૂબ મોટું પર્વ હોય છે અને આ લોકશાહીના પર્વમાં જાહેરજીવનમાં પડેલ દરેક વ્યક્તિનું કામ છે લોકશિક્ષણ કરવાનું, મત પરિવર્તન કરાવવાનું. ગઈકાલ સુધી એની પાસે એક માહિતી હતી, એક મત હતો. આજે એને સાચી માહિતી મળે એનો મત પરિવર્તિત થાય, મત સક્રિય થાય, મત સુષુપ્ત ન હોય, મત માત્ર નિરીક્ષક ન હોય, મત પરિવર્તનનો પ્રહરી હોય, આ મતના મહત્વને સમજી લે. આ લોકશાહીના પર્વને ઊજવવું જોઇએ. વ્યાપકપણે લોકશિક્ષણનું કામ થવું જોઇએ, અને એ જરૂરી નથી કે જેને મતદાન મથકમાં જઈને મત આપવાનો છે એમનું જ શિક્ષણ થવું જોઇએ, જરૂરી નથી. લોકશાહીનો પાયો મજબૂત કરવા માટે નાનાં નાનાં ભૂલકાંઓને પણ આ લોકશાહીના પર્વથી પરિચિત કરવા જોઇએ, શિક્ષિત કરવા જોઇએ. આપણી બહેનો જો નક્કી કરે કે ગુજરાતની બધી જ શાળાઓનાં બાળકોને મળીને ચૂંટણી શું કહેવાય, વિધાનસભા શું કહેવાય, લોકસભા શું કહેવાય, વિધાનસભામાં ઉમેદવારી કેવી રીતે થાય છે, વિધાનસભાની ચૂંટણી કેવી રીતે થાય છે, મતદાન કેવી રીતે બને, મતદાન કેવી રીતે થાય, આનું આખું એક પ્રશિક્ષણ કર્યું હોય..! ભલે વોટ નહીં આપવાનો હોય, પણ લોકશાહીનો પાયો મજબૂત બનવાનું કામ સ્વાભાવિક બનતું હોય છે અને પછી એ ટાબરિયાં શું કરે, એ વાનરસેના શું કરે..? ગામ આખાંને ગજવી નાખે. તમે જેટલો પ્રચાર કરો એના કરતાં વધારે એ કરે. પણ ઘણીવાર આપણી યોજનામાં આ બધી બાબતો ચૂંટણીના પડઘમ વાગી ગયા પછી આવે છે. હું મહિલા મોરચાની બહેનો પાસેથી એક અપેક્ષા કરું છું કે આઠમા, નવમા, દસમા, અગિયારમા, બારમામાં ભણનારાં બાળકોને લોકશાહીનું મૂલ્ય સમજાવી શકીએ આપણે? લોકશાહીના પર્વનો પરિચય કરાવી શકીએ? આપણે તાલુકા પંચાયતમાં જીત્યા હોઈએ, જિલ્લા પંચાયતમાં જીત્યા હોઈએ, નગરપાલિકામાં જીત્યા હોઈએ, આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા છે શું? કામ કેવી રીતે કરે છે? એ જાતે જઈને સમજાવી શકીએ? મિત્રો, ઘણીવાર આ નાનકડું લાગતું કામ પણ કેટલી મોટી અસર પેદા કરી શકે છે એનો કદાચ આપને અંદાજ નહીં હોય. અને હું તો ઘણીવાર કહેતો હોઉં છું કે ચૂંટણીમાં એક બહેનને બાળ વિભાગના ઇન્ચાર્જ બનાવવા જોઇએ. એક ભાઈ અને એક બહેનની જોડી હોય, એ બાળકોના જ કાર્યક્રમો ગોઠવ્યા કરે, આખી ચૂંટણીમાં. એમનાં જ સરઘસો કાઢે, થાળી વગાડતા વગાડતા નીકળે..! તમારામાંથી મોટાભાગના લોકો ભાજપના કાર્યકર્તા કેવી રીતે બન્યા હશે? વિદ્યાર્થી અવસ્થામાં કોઈ તમને કોઈ કાર્યક્રમમાં લઈ ગયું હશે અને જેના કાર્યક્રમમાં પહેલા ગયા એ પાર્ટી તમારી થઈ ગઈ. લગભગ એવું થયું હોય છે. આ બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ, એમનું શિક્ષણ કરવું જોઇએ અને લોકશાહીનો પાયો લોકશિક્ષણમાં રહેલો છે. જૂઠાણા, અપપ્રચાર, આવકો એ જે લોકો કરતા હોય એ કર્યા કરે, આપણે લોકશિક્ષણનું કામ કરતા રહીએ.

થોડાક દિવસ પહેલાં ઇલેક્શન કમિશનનું એક નિવેદન આવ્યું હતું. ઇલેક્શન કમિશને એમ કહ્યું કે અમે મહિલા મતદારોની સૌથી વધારે નોંધણી કરીશું અને મહિલા મતદારો પુરુષ મતદારો કરતાં પણ વધારે મતદાન કરે એના માટે અમે સક્રિય પ્રયાસ કરવાના છીએ. આ ઇલેક્શન કમિશનનું નિવેદન છે. એનો અર્થ એ થયો કે તમારે માટે જો ઇલેક્શન કમિશનનું આ સપનું હોય, કારણકે એ અમ્પાયર છે, ચૂંટણીના મુખ્ય અમ્પાયર જ એ હોય છે, જો અમ્પાયરનું આવું સપનું હોય તો એ સપનું પૂરું કરવા માટે જાહેરજીવનમાં પડેલા કાર્યકર્તા તરીકે અને એક મહિલા તરીકે આપણી જવાબદારી બને છે.

હેનો, લોકશાહીમાં એક સૌથી મોટા ગુણની આવશ્યકતા હોય છે, જો એ ગુણ ન હોય તો તમે લોકશાહીને લાયક નથી. લોકશાહી તો જ પચાવી શકો જ્યારે તમે તમારા જીવનમાં એ ગુણને પચાવો અને જો એ ગુણ તમારામાં ન હોય તો તમને લોકશાહીની કોઈપણ પ્રક્રિયામાં ભાગીદાર બનવાનો હક નથી, એનું નેતૃત્વ કરવાનો હક નથી. એ લોકશાહીનો પાયાનો ગુણ કયો છે? એ પાયાનો ગુણ છે ટીકા સહન કરવાની તાકાત, સહિષ્ણુતા. જો તમે ટીકા સહન જ ન કરી શકો, તમારા કરતાં વિપરીત વાત કોઈ કહે એ તમને ગમે જ નહીં, તો તમને લોકશાહીની રખેવાળી કરવાનો કોઈ હક મળતો નથી, તમારી યોગ્યતા આના માટે પુરવાર નથી થતી. હમણાં શું થયું? કેટલાક પત્રકારો જે સોશિયલ મીડિયા પર, ટ્વિટર પર ટ્વિટ કરતા હોય, કોઈ ફેસબુક ઉપર કૉમેન્ટ કરતા હોય, કૉંગ્રેસના વિરુદ્ધમાં કંઈ કહેવાતું હોય, દેશની પરિસ્થિતિ વિશે કંઈ કહેવાતું હોય... તમને આશ્ચર્ય થશે ભાઈઓ, ભારત સરકારે આવા એકાઉન્ટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો..! એનો અર્થ એ થયો કે એક એસ.એમ.એસ. માં તમારી ટીકા થઈ હોય તો એ સહન કરવાની પણ એમની તૈયારી નથી. મિત્રો, હું બાર વર્ષથી.... કોઈ હુમલો બાકી નથી, હુમલાનો કોઈ પ્રકાર બાકી નથી, જૂઠાણાઓની ભરમાર થઈ છે. આટઆટલા જુલ્મ થયા પછી પણ લોકશાહીની મર્યાદા ખાતર પ્રત્યેક જુલ્મને સહન કરવાની કોશિશ કરી છે, લોકશાહીને ખાતર. એના માટે સામર્થ્ય જોઇતું હોય છે. ગઈકાલે કૉંગ્રેસ પાર્ટીએ અધિકૃત રીતે એક સર્ક્યુલર બહાર પાડ્યો છે અને અધિકૃત રીતે સર્ક્યુલરમાં તેમણે કહ્યું છે કે ગુજરાતની ગુજરાતી ચેનલ ટીવી-9 નો કૉંગ્રેસ બહિષ્કાર કરશે, કારણ શું? ટીવી-9 ચેનલનો ગુનો શું? કેટલીક બહેનો આ ‘ઘરનું ઘર’ યોજનાના ભાગરૂપે ઘર લેવા માટે કૉંગ્રેસ કાર્યાલય ગઈ. કૉંગ્રેસ કાર્યાલય જઈને કહ્યું કે ભાઈ, બતાવો અમને કે જમીન ક્યાં છે, મકાન ક્યાં છે, ડિઝાઇન ક્યાં છે..? કૉંગ્રેસના લોકો તત..પપ કરવા માંડ્યા. એટલે બહેનોએ કહ્યું કે તમે જૂઠાણા ફેલાવો છો અને એટલે એમણે પેલા ફરફરિયાંની હોળી કરી, એ હોળીનું દ્રશ્ય આ ટીવી-૯ વાળાએ બતાવ્યું એ એમનો ગુનો. જૂઠનો પર્દાફાશ થયો એ એમનો ગુનો. અને એના કારણે અસહિષ્ણુતા, લોકશાહીનો પારાવાર વિરોધ..! એક ટી.વી. ચેનલને બંધ કરી દો, એનો બહિષ્કાર કરી દો, અન્ય રાજ્યોમાં એને મળતી જાહેરાતો બંધ કરી દો..? અરે, કટોકટી કરતાં પણ આ ભૂંડા તમારા ખ્યાલો છે કૉંગ્રેસના મિત્રો, તમે યાદ કરો ઇંદિરા ગાંધીના એ દિવસો. ઇંદિરા ગાંધીનો સૂરજ ચારેકોર તપતો હતો, એમણે હિંદુસ્તાનની લોકશાહી પર ઘા કર્યો હતો, અહીંના છાપાં ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, સેન્સરશિપ લગાવી હતી. ‘મીસા’નો ભય પેદા કર્યો હતો અને કોઈ આંખ ઊંચી કરે તો ‘મીસા’ના કાળા કાયદા નીચે ઇંદિરા ગાંધી આ દેશના સૌ લોકોને જેલમાં નાખી દેતા હતા. આટઆટલો જુલ્મ કર્યો હતો તેમ છતાંય આ દેશની પ્રજાએ મોકો મળ્યો ત્યારે પળવારમાં શ્રીમતી ઇંદિરા ગાંધી સહિત એમની પાર્ટીને ખદેડી મૂકી હતી. આ હિંમત તમારી? અરે, તમારા મોંએ લોકશાહી શોભતી નથી. ઇલેક્શન કમિશનની જવાબદારી છે કે ભલે આચારસંહિતા જાહેર ન થઈ હોય, પરંતુ પ્રસાર માધ્યમોને આ પ્રકારે દબાવી દેવા માટેના દિલ્હીની સલ્તનતના પ્રતિનિધિઓ દ્વારા પ્રયત્ન થતા હોય તો ઇલેક્શન કમિશને સામે ચાલીને વચ્ચે આવવું જોઇએ અને આવા લોકોનો હિસાબ માંગવો જોઇએ. આપ કલ્પના કરી શકો છો કે આ ચૂંટણીમાં કેટલી ગંદકી ફેલાવાની કોશિશ થવાની છે, કેટલો જુલ્મ કરવાની કોશિશ થવાની છે.

ભાઈઓ-બહેનો, કૉંગ્રેસના લોકો ચૂંટણીમાં એક સૂત્ર આપે છે, ‘દિશા બદલો, દશા બદલો’. આ કૉંગ્રેસની દિશાના કારણે હિંદુસ્તાનની દુર્દશા દેશ જુએ છે. શું એ ઓછું છે તો તમારે ગુજરાતનીય દુર્દશા કરવી છે..? ના ના, હજુય તમારે ગુજરાતની દુર્દશા કરવાના ઓરતા બાકી રહી ગયા છે? આ તમારી દિશાનું પરિણામ છે કે દેશની દુર્દશા થઈ છે અને ગુજરાત આ તમારી દિશાએ જઈને ગુજરાતની દુર્દશા નહીં થવા દે. બહેનો, ગુજરાતની અંદર વિકાસનાં કામો... તમારામાંથી કોઈને પણ ગુજરાત બહાર જવાનું થયું હોય અને તમે એમ કહો કે હું ગુજરાતથી આવેલ છુ, તો સામેવાળાનો કેવો પ્રતિસાદ હોય છે? ગોળ ગોળ થઈ જાયને? આખા દેશને દેખાય છે, આખા દેશને, આ કૉંગ્રેસના લોકોને અહીંયાં આ નથી દેખાતું. કારણ, એમણે જૂઠાણાના ચશ્માં પહેરી લીધાં છે. અરે, લોકશાહીમાં સત્યને આધારે ડિબેટ કરો, જૂઠાણા શા માટે ફેલાવો છો..? અને પૈસાના જોરે અરબો રૂપિયાની લહાણી કરીને, મોંઘી મોંઘી જાહેરાતો આપીને ગુજરાતના સત્યના દીપકને તમે બૂઝવી નથી શકવાના. ચૂંટણીઓ જ્યારે ડિસેમ્બરમાં આવશે ત્યારે ગુજરાતની જનતા આ કૉંગ્રેસના કુકર્મોનો પણ હિસાબ લેવાની છે.

હેનો, ચૂંટણી, બૂથમાં જીતવાની હોય છે. બૂથ જીતો એટલે ધારાસભા જીતાઈ જાય અને બૂથ હારી જાઓ તો ધારાસભા જીતાય નહીં. અને જો ગુજરાતમાં બહેનોની ફોજ નક્કી કરે કે દરેક પોલિંગ બૂથમાંથી ઓછામાં ઓછા ત્રણસો મત ભાજપને નંખાવા છે. હિસાબ લગાવીને, ભાઈઓ જે લગાવે એ જુદા. બહેનો નક્કી કરે કે એક પોલિંગ બૂથમાંથી ઓછામાં ઓછા ત્રણસો, સાડા ત્રણસો વોટ ભાજપ તરફી મતદાન થવું જોઇએ. બહેનો, લખી રાખજો, ટી.વી. પર એકેય આપણા સમાચાર ન આવે, છાપામાં કંઈ છપાય નહીં, કોઈ જાહેરસભા ન થાય, મોદી સાહેબનો પ્રવાસ ન થાય તેમ છતાંય ભારતીય જનતા પાર્ટી સોળે કળાએ ખીલી ઊઠે, તમે લખી રાખો. આ બૂથ ઉપર ધ્યાન કેન્દ્રિત થવું જોઇએ. ડિલીમિટેશનને કારણે જૂના બધાં સમીકરણો બદલાઈ ગયાં હશે. એ સમીકરણોને સમજીએ અને ગરીબમાં ગરીબ માનવી આ વિકાસની યાત્રામાં ભાગીદાર બને એના માટે પ્રયાસ કરીએ.

પ કલ્પના કરો, ૧૯૬૦ માં ગુજરાત તરીકેની વિકાસયાત્રાનો આરંભ થયો. ૧૯૬૦ માં ગુજરાત બન્યું. ૧૯૬૦ થી ૨૦૦૦, ચાલીસ વર્ષમાં આ રાજ્યમાં કુલ દસ લાખ ઘર આપવામાં આવ્યાં, કેટલાં..? કેટલા વર્ષમાં..? કોની સરકાર હતી..? કૉંગ્રેસની સરકાર, ચાલીસ વર્ષ, ઘર કેટલાં..? ચાલીસ વર્ષમાં દસ લાખ ઘર..! બહેનો, આપને જાણીને આનંદ થશે, આ દસ વર્ષમાં આપણે સોળ લાખ મકાનો બનાવ્યાં, સોળ લાખ મકાનો. અને હમણાં આ ગરીબ કલ્યાણ મેળામાં, પાંચેક કાર્યક્રમ થવાના છે, પાંચ કાર્યક્રમની અંદર સાડા ચાર લાખ બીજા મકાનો આપવાના છીએ, સાડા ચાર લાખ. અને પાછું સર્વેનું ફરફરિયું નહીં, એકવીસ હજાર રૂપિયાનો પહેલો હપતો દરેકને આપવાના છીએ, એકવીસ હજાર રૂપિયાનો. હિંદુસ્તાનમાં પહેલી વાર ઝીરોથી સોળ સુધી ગરીબીની રેખા નીચે જીવનારા ઘર વિહોણા પરિવારોને જમીનના પ્લૉટ આપવાનું કામ પૂરું કરી દીધું, મકાન માટેનો હપતો આપવાનું કામ પૂરું કરી દીધું. હવે ઉપાડ્યું છે, સત્તરથી વીસ ગરીબીની રેખા નીચે જે લોકો રહે છે એનું કામ ઉપાડ્યું છે. અને આ સત્તરથી વીસમાં સાડા ચાર લાખ ગરીબ પરિવારોને ઘરનું ઘર આપવાનું કામ પૂરું કરી નાખ્યું છે, વચન નહીં, અમલીકરણ કરીએ છીએ. કૉંગ્રેસ કેટલી હતાશ થઈ ગઈ છે, કેટલી નિરાશ થઈ ગઈ છે એનો તમે પૂરો અંદાજ કરી શકો છો. હમણાં વણથંભી વિકાસયાત્રા ચાલે છે. એક એક મંત્રી રોજના છ તાલુકા પંચાયતની સીટો કવર કરે છે. અને એક એક કાર્યક્રમની અંદર હજાર, બારસો, પંદરસો લોકો હાજર હોય છે. ગઈકાલે મેં ગરીબ કલ્યાણ મેળામાં વીડિયો કૉન્ફરન્સથી ભાષણ કર્યું. ગરીબ કલ્યાણ મેળામાં વીડિયો પરથી ભાષણ સાંભળવામાં લગભગ પોણા બે લાખ લોકો હાજર હતા, પોણા બે લાખ. અને મેં રિપોર્ટ માંગ્યા કે જેમ હાજરીમાં, રૂબરૂમાં જે પ્રકારે કામ થાય એટલી જ અસરકારકતાથી કામ થાય છે, કારણ છે વિશ્વાસ. અને ભાઈઓ-બહેનો, વિશ્વાસ આપડી મોટી મૂડી છે. એ વિશ્વાસને લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. અને ભારતીય જનતા પાર્ટીનો એક જ મકસદ છે, અમારા ગુજરાતનું ભલું થાય, અમારા ગુજરાતની માતાઓ-બહેનો સુખ અને શાંતિથી જીવતી થાય.

હીં અમારા અગાઉના વક્તાઓએ અનેકવિધ યોજનાઓનું વર્ણન કર્યું છે. અહીંયાં હું તમને પૂછું તો તમે પણ સો યોજનાઓ એક એક જણ બોલી જાઓ. પણ લોકશાહીનો એક કસોટી કાળ પણ હોય છે. એ કસોટી કાળ એ હોય છે કે સામાન્ય નાગરિકને શું મળ્યું એનાથી સંતોષ નથી થતો, એને તમારે સમજાવવું પડે કે પહેલાં સ્થિતિ કેવી હતી. તમે પૂછો કે ગામમાં બસ આવતી હતી..? એ ના પાડે, અને પછી પૂછો કે હવે આવે છે..? તો એ હા પાડે અને પછી એને સંતોષ થાય. બાકી એમને ટેવ એવી પડી ગઈ છે કે પહેલાં લાઈટ જતી જ નહોતી, લાઈટ રોજ આવે છે એ હવે એમને યાદ જ નથી રહેતું. આ દુષ્કાળમાંય એવું થયું છે. પહેલાં દસ વર્ષમાં સાતવાર દુષ્કાળ હોય એટલે ટેવાઈ ગયા હતા દુષ્કાળથી. જાન્યુઆરી મહિના સુધી કોઈ દુષ્કાળની ચર્ચા નહોતું કરતું, પણ હવે દસ વર્ષથી એવો વૈભવ જોયો છે કે એક મિનિટ દુષ્કાળ સહન નથી થતો. આ ગુજરાતની તાકાત ઊભી થઈ છે. ગુજરાતનો માનવી એટલો જાગૃત બન્યો છે અને એને હજુ વધુ જાગૃત બનાવવાનું કામ આપણે કરવું છે. બહેનો, આપણો સંકલ્પ છે કે ભૂતકાળમાં અછતનાં કામો થયાં હશે, એમાં રફાળેશ્વર પણ થયાં હશે. આ પેઢીને ખબર નહીં હોય, કૉંગ્રેસના લોકોએ રફાળેશ્વરમાં ઢોરવાડામાં અરબો રૂપિયાની કેવી ખાયકી કરી હતી..! ઢોરના મોંમાંથી ચારો ચાવી ગયા હતા આ લોકો. એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો હતો આ લોકોએ, દુષ્કાળના દિવસોમાં કારસો કર્યો હતો. અને કોઈ વિધાનસભાનું સત્ર એવું નહોતું થતું કે જે વિધાનસભાના સત્રમાં કૉંગ્રેસ અને વિપક્ષ આમને-સામને ન આવેલ હોય અને રફાળેશ્વર માટેની ચર્ચા ન થઈ હોય..! કૉંગ્રેસ પાસે એનો જવાબ આપવાની જગ્યા નહોતી રહેતી. આપણે નક્કી કર્યું છે કે આ અછતને પણ અવસરમાં પલટવી છે. આ આફતને પણ ઉત્તમ વિકાસના કામ સાથે જોડવી છે અને એમાંથી એક નિર્ણય કર્યો છે કે નર્મદાની જે કેનાલ જાય છે, એ કેનાલની બાજુમાં જે જમીન છે. પાણી કેનાલનું અને કેનાલની બાજુની જમીન, લાખો હેક્ટર જમીન છે લાખો હેક્ટર, ત્યાં આખામાં ઘાસ ઉગાડી દેવું છે. દુષ્કાળ નહોતો અને ખેડૂત જેટલું ઘાસ ખવડાવતો હતો અને જેટલું દૂધ મળતું હતું, એના કરતાં વધારે ઘાસ ખવડાવે અને વધારે દૂધ મેળવે એવો દિવસ હું લાવીને મૂકી દઈશ..! આ મને સૂઝ્યું, એમને નહીં સૂઝે. આ કેનાલ કંઈ મારા આવ્યા પછી બની છે એવું નથી, બીજા ડૅમની કેનાલો તો હતી જ. ઉકાઈ ડૅમની કેનાલ હતી, પાલિતાણામાં શેત્રુંજય ડૅમની કેનાલ હતી, ધરોઈ ડૅમની કેનાલ હતી, પણ એમણે દુષ્કાળની અંદર કેનાલની આજુબાજુની જમીનનો ઉપયોગ થઈ શકે અને ત્યાં ઘાસ ઉગાડીને પશુનું પેટ ભરી શકાય, આ સામાન્ય સમજ એમનામાં નહોતી. ભાઈઓ-બહેનો, અગર જો સંવેદના હોય, પશુઓ માટેની પણ સંવેદના હોય તો કેવી રીતે પરિસ્થિતિ પલટી શકાય છે એનાં આ ઉત્તમ ઉદાહરણ છે.

યા પંદર દિવસથી આપણે કામ ઉપાડ્યું છે ડિસિલ્ટિંગનું. જ્યાં પણ ચેકડેમ છે, જ્યાં પણ ખેત તલાવડી છે, જ્યાં પણ તળાવડાં છે, જ્યાં પણ મોટા ડૅમ છે અને પાણીના અભાવે, વરસાદના અભાવે પાણી ઊતર્યાં છે ત્યાં ખોદી ખોદીને ફરી એ ડૅમને ઊંડા કરી દેવા. એ ડૅમ બન્યો હોય એ વખતે ઊંડો થયો હશે ત્યારપછી માટીનું પુરાણ થતું જ ગયું હોય, થતું જ ગયું હોય, થતું જ ગયું હોય અને એની પાણી સંગ્રહશક્તિ ઘટતી ગઈ હોય. ઘણીવાર તો અડધો અડધ થઈ ગયો હોય, અડધો માટીથી ભરાઈ ગયો હોય. આપણે આ આફતને અવસરમાં પલટવી છે, એટલે આપણે નક્કી કર્યું છે કે દુષ્કાળની અંદર આખા રાજ્યમાં આ પ્રકારે ચેકડેમ હોય, બોરીબંધ હોય, ખેત તલાવડી હોય, તળાવ હોય, આ બધી જગ્યાએ એનો કાંપ કાઢી કાઢીને ફરી એને પૂર્વવત્ ઊંડા કરી દેવા અને એ કાંપ ખેડૂતોને મફતમાં આપી દેવાનો. જેને પોતાનું ટ્રેક્ટર લાવીને મફતમાં લઈ જવું હોય એ લઈ જાય, એક રૂપિયો નહીં, જાવ..! અને ખેડૂતો પોતાના ખેતરમાં કાંપ નાખે ને એટલે એમના ખેતરની તાકાત અનેકગણી વધી જાય, એમની જમીન ફળદ્રુપ થાય આવા લાંબાગાળાના આયોજન સાથે આ આફતને પણ અવસરમાં પલટવાનું કામ ઉપાડ્યું છે. અને આપણી ઈશ્વરને પ્રાર્થના તો ચાલુ જ છે. હજુ મોકો છે, હે ઈશ્વર, હજુ અમારા ગુજરાતને વરસાદની જરૂર છે, આવવા દે..! અને ઈશ્વર આપણું માનશે, સાંભળશે. આટલી બધી બહેનો પ્રાર્થના કરે તો ઈશ્વર સાંભળશે જ..!

ભાઈઓ-બહેનો, ચૂંટણીમાં બીજી એક વસ્તુ - માનસિકતા જોઇએ, વિજયનો વિશ્વાસ જોઇએ, અનેક ષડ્યંત્રોને પાર કરીને નીકળવાનું સામર્થ્ય જોઇએ. જૂઠાણા, અપપ્રચાર, અફવાઓ એનાથી હલી જાય એ ભાજપનો કાર્યકર્તા ન કહેવાય. અરે, આફતોની સામે સામી છાતીએ ઊભા રહેને, એનું નામ કહેવાય. મિત્રો, દિલ્હીમાં એમની સરકાર છે, આઠ વર્ષથી છે, જાતજાતના બધા ખેલ કરી ચૂક્યા છે. અને દૂર, દૂર, દૂર, દૂર સેંકડો કિલોમીટર દૂર પણ મેં ક્યાંક ગોટાળો કર્યો હોતને, તો ક્યારનોય આમણે મારો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હોત. આખી સરકાર મારી વાંહે લગાડી છે, આખી સરકાર તોયે એક પાંદડું હલાવી નથી શકતા, મિત્રો. કારણ, ગુજરાત માટે સમર્પણભાવથી જીવવાનું નક્કી કર્યું છે, નેકદિલી અને હિંમતથી જીવવાનું કામ કર્યું છે, મિત્રો. અને હું કૉંગ્રેસને લલકાર કરું છું, આજે ફરી લલકારું છું. આવો, તમારામાં દમ હોય તો વિકાસની સ્પર્ધા કરો, જૂઠાણા ફેલાવાનું બંધ કરો. આ તમારી દિલ્હીની આવડી સલ્તનત અને આ મારું નાનકડું ગુજરાત, આવી જાવ..! પ્રગતિ કોને કહેવાય, વિકાસ કોને કહેવાય, સામાન્ય માનવીની સુખાકારી કોને કહેવાય, એ તમને રંગેચંગે પાર પાડીને બતાવીશું. અને તમે રોજ સવારના હિસાબ લગાવો છો, હવે જેલમાં કોણ જશે? હવે કોનો વારો? હવે કોને બચાવવાનો? હવે બચાવવા શું કરવાનું? સવાર-સાંજ એ કાર્યક્રમ ચાલે, દોસ્તો. દેશની સંસદ બંધ પડી છે, કૉંગ્રેસના પેટનું પાણી નથી હાલતું. એમને ચિંતા નથી કે લોકશાહીના મંદિરની અંદર આ બધા જ પક્ષો આટલી બધી પીડા અનુભવે છે ત્યારે કૉંગ્રેસને ચિંતા નથી, રતીભાર ચિંતા નથી, મિત્રો. જો તમને લોકશાહીની ચિંતા ન હોય, દેશની ચિંતા ન હોય, તો પછી આ રાજગાદી ઉપર બેસીને પોતાના મોજશોખ પૂરા કરવાના કામ બંધ કરવા રહ્યાં. સમાજને માટે કંઈ કરવા માટેની તૈયારી જોઇએ. એ તૈયારી એમનામાં છે નહીં.

ભાઈઓ-બહેનો, વિકાસ કરવો હોય તો પરિશ્રમ કરવો પડતો હોય છે. હમણાં રૂપાલાજી જાપાનનું વર્ણન કરતા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે બહેનો, હું જાપાન ગયો, ચાર જ દિવસ માટે ગયો હતો. કેટલા? ચાર. મેં એ ચાર દિવસમાં પાંચ રાજ્યોનો પ્રવાસ કર્યો અને સડસઠ મીટિંગો કરી. મિત્રો, આ પરિશ્રમ કરવો પડતો હોય છે. આ ગુજરાત એમનેમ આગળ નથી વધતું, એના માટે આ ભારતીય જનતા પાર્ટી આખેઆખી ગુજરાતના વિકાસને માટે ખપી ગઈ છે, ડૂબી ગઈ છે ત્યારે આજે દુનિયામાં ગુજરાત, ગુજરાત, ગુજરાત થઈ રહ્યું છે. જૂઠાણા ફેલાવાથી આ શક્ય ન બને, અપપ્રચારની આંધીઓ ફેલાવીને ન થઈ શકે, વિશ્વાસ પેદા કરવા માટે થઈને સમાજ સત્યને જોતો હોય છે. અમે સત્યનો આશરો લઈને ચાલ્યા છીએ. કોઈપણ પેરામિટર, કોઈપણ નક્કર હકીકત એવી નથી કે જેની સામે કૉંગ્રેસ ટકી શકે. આ વિશ્વાસ સાથે જવાનું છે. અને અહીંથી સંકલ્પ કરીને જઈએ, માત્ર વિજેતા થઈશું એવો નહીં, સત્તાભૂખી કૉંગ્રેસને એવો પદાર્થપાઠ શિખવાડીશું, એવો પદાર્થપાઠ શિખવાડીશું કે ગુજરાતમાં લોકશાહીને કલંકિત કરે એવા રસ્તાઓ અપનાવવાની ભવિષ્યમાં ક્યારેય હિંમત ન કરે. આ હિંમત જોઇએ બહેનો, અને એ હિંમત સાથે આગળ વધવું છે આપણે. કૉંગ્રેસે રસ્તો જ નથી જોયો, શું કરવું એની એમને સમજ જ નથી. હમણાં એમણે એક જાહેરાત આપી. એ જાહેરાતમાં એમ કહે છે કે આ ઉદ્યોગો, આ રોડ ને, આ વીજળીના કારખાના ને.... પછી એક બહેન આવીને એમ કહે છે કે અમારે આવું કશું નથી જોઇતું, પણ અમારે તો અડધો રોટલો જોઇએ. અમારે રોડ નથી જોઇતા, રસ્તા નથી જોઈતા, વીજળી નથી જોઈતી, કારખાનાં નથી જોઇતાં... અને આ અડધા રોટલાની માંગ કોણ કરે છે એ જોયું છે તમે? ખાધે-પીધે સુખી, સો કિલો વજન છે, સો કિલોના બહેન... જયશ્રીબેન અને દર્શનાબેનને ભેગાં કરો એટલાં. એય અડધા રોટલાની માંગ કરે... અને પાછા એમ કહે કે રોડ નથી જોઇતો, ઉદ્યોગ નથી જોઈતો, વીજળી નથી જોઈતી, અમારે તો અડધો રોટલો જોઇએ..! કૉંગ્રેસવાળા કોઈ ભૂખી બહેન, દૂબળી-પાતળી લાવ્યા હોય તો લોકોના ગળેય ઊતરત, પણ આ જૂઠું કરોને એટલે ક્યાંક તો ભૂલ રહી જ જાય. ખોટું કરવાનું હોય તો ક્યાંક તો ખોટું થાય જ, ઈશ્વર ખોટું કરાવે જ..! તમે ગામડાંમાંથી આવ્યા હશો, નાના સ્થાનમાંથી આવ્યા હશો, હું આપને પૂછવા માગું છું, આપ મને જવાબ આપો. શું રોડ જોઇએ..? વીજળી જોઇએ..? વિકાસ જોઇએ..? રોજગાર જોઇએ..? ઉદ્યોગ જોઇએ..? ખેતીનો વિકાસ જોઇએ..? શિક્ષણ માટેની સારી સંસ્થાઓ જોઇએ..? હા, લોકોને આ જોઇએ. આ લોકો અઢારમી શતાબ્દીમાં ગુજરાતને લઈ જવા માગે છે. આપણે ગુજરાતને અઢારમી શતાબ્દીમાં નહીં જવા દઈએ, એકવીસમી સદીમાં ગુજરાતનો જયજયકાર થાય એ માર્ગે આપણે જવું છે અને તેથી આ કૉંગ્રેસના જૂઠાણાંઓનો જડબાતોડ જવાબ આપો. અને ચૂપ રહેવાની જરૂર નથી, કોઇએ ચૂપ રહેવાની જરૂર નથી. શેરને માથે સવાશેર આ ગુજરાતની મારી બહેનો કરી બતાવશે. મને હમણાં ઘણા પૂછે છે કે સાહેબ તમે કેમ કંઈ બોલતા નથી? અરે, જે રાજ્યમાં આટલી બધી માતૃશક્તિ મારી રક્ષા કરતી હોયને ત્યાં મારે કંઈ બોલવાની જ જરૂર નહીં, મારે બોલવાનો વારો જ નથી આવવાનો, આ બધા કાફી છે. આ વીણી વીણીને જવાબ આપે એવા લોકો છે, મારે કંઈ જવાબ દેવાનો વારો નથી આવવાનો, એની મને પૂરી ખાત્રી છે.

પ સૌને આજે આ કાર્યક્રમના આયોજન માટે અભિનંદન આપું છું. અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની મહિલાશક્તિ એક મોટી મૂડી છે, મહિલા મતદાર એ ભારતીય જનતા પાર્ટીની મૂડી છે, આ મહિલા મતદારોમાં એક વખત ફરી વળીએ અને આપણે જે દિશામાં આગળ વધ્યા છીએ અને લોકોને કહેજો કે આ ગુજરાતની સરકાર પચાસ ટકા રિઝર્વેશન લાવી હતી, આ કૉંગ્રેસે પચાસ ટકા રિઝર્વેશનનો કાયદો પાસ ન થવા દીધો, આ કહેજો લોકોને.

ન્યવાદ..!

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Farmers procure 3.5 times more organic manure this kharif season

Media Coverage

Farmers procure 3.5 times more organic manure this kharif season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
డామన్‌లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన...జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 05, 2026
The launch of projects across healthcare, aviation, tourism and infrastructure marks a new development push for Daman that will transform lives across the UT: PM
The data released today reflects the strength of India's economy, with growth of 7.7% in FY 2025–26 and 7.8% in the quarter ending March 31: PM
Even amid severe global challenges, the collective efforts of 1.4 billion Indians have ensured that India is not only sustaining itself but also staying ahead of the curve: PM
The National Family Health Survey clearly reflects the government's focus on healthcare. While most deliveries in India earlier took place outside hospitals, today over 90% of all deliveries occur in hospitals: PM
Thanks to Mission Indradhanush, child immunization coverage in India has risen from 60% before 2014 to nearly 90% today: PM

భారత్ మాతా కీ జై! 

భారత్ మాతా కీ జై!

దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ భాయ్ పటేల్, పార్లమెంటులో నా సహచరులు కళాబెన్ డెల్కర్, డామన్ మున్సిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దీపికా తాండేల్ , డామన్ జిల్లా పంచాయతీ చైర్మన్ ధర్మ్ బాబు పటేల్, సిల్వస్సా మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ సోమనాథ్ దేవ్ రే , దాద్రా, నగర్ హవేలీ జిల్లా పంచాయతీ చైర్‌పర్సన్ నిషా భవ్‌సార్, డయ్యూ  మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ హరీష్ కపాడియా , డయ్యూ జిల్లా పంచాయతీ చైర్‌పర్సన్ కోటియా రంజితాబెన్, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నా ప్రియమైన సోదరీ సోదరులారా,

మీరంతా ఇక్కడకు ఎలాగైతే వచ్చారో అలాగే లక్షద్వీప్‌లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనతో అనుసంధానమయ్యారు. ఈరోజు లక్షద్వీప్‌లో అభివృద్ధికి ఒక కొత్త ఆరంభం జరిగింది. లక్షద్వీప్ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే ఒక కొత్త ప్రాజెక్టును ఈరోజు ప్రారంభించడంతో పాటు కొన్ని పథకాలకు శంకుస్థాపనలు కూడా చేశాం. 

 

మిత్రులారా, 

కొన్నేళ్ల క్రితం నేను మీ మధ్యకు  వచ్చినప్పుడు, మన డామన్ వేగంతో మినీ ఇండియాగా మారుతోందని చెప్పాను. ఈరోజు చూస్తుంటే, ఎడమ వైపు మొత్తం బెంగాల్,  కుడి వైపున మొత్తం అస్సాం కనిపిస్తోంది. డామన్ నిజంగానే మినీ ఇండియాకు  సజీవ ఉదాహరణగా మారింది. ఇక్కడి వైవిధ్యం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కలసి నివసిస్తున్న మీరంతా మొత్తం భారత్ అందమైన రూపాన్ని ఆవిష్కరిస్తున్నారు. మాకు ఆశీస్సులు అందించడానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

సోదరీ,సోదరులారా,

డామన్, డయ్యూకు అనేకసార్లు వచ్చే అవకాశం నాకు లభించింది.  దాద్రా, నగర్ హవేలీలను కూడా నేను సందర్షిస్తూనే ఉంటాను. నేను ముఖ్యమంత్రిగా లేదా ప్రధాన మంత్రిగా లేని రోజుల్లో కూడా ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చేవాడిని. కానీ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడి సుపరిపాలనను, పాలనా నమూనాను చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది. ప్రతిసారీ నేను గతంతో పోల్చి చూసుకున్నప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో ఎన్నో మైళ్ల దూరం ముందుకు సాగిందని నాకు అనిపిస్తుంది.

మిత్రులారా, 

దశాబ్దాలుగా దాద్రా, నగర్ హవేలీ, డామన్,  డయ్యూ ప్రజలు అభివృద్ధి గురించి కలలు కన్నారు. ఆ కలలు కన్న పూర్వ తరాల వారు వెళ్లిపోయారు. కానీ, తమ తల్లిదండ్రులు, తాతముత్తాతలు కన్న కలలు ఈరోజు తమ కళ్ల ముందే సాకారం కావడం ప్రస్తుత తరం వారు స్వయంగా చూస్తున్నారు. ఈరోజు కూడా ఇక్కడ అనుసంధానం, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, పట్టణ మౌలిక సదుపాయాలకు సంబంధించిన అనేక ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు, కొన్నింటికి శంకుస్థాపనలు కూడా చేశాం. ఈ అభివృద్ధి పనులు డామన్ ప్రజలకే కాకుండా ఈ కేంద్రపాలిత ప్రాంతం మొత్తానికి జీవనాన్ని మరింత సులభతరం చేస్తాయి. యువతకు సరికొత్త అవకాశాలను సృష్టిస్తాయి. ఈ పనుల వెనుక ప్రఫుల్ భాయ్ పటేల్  దూరదృష్టి, ఆయన, ఆయన బృందం పడిన కష్టం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు గాను నేను ప్రఫుల్ భాయ్‌ని, ఆయన బృందాన్ని కూడా అభినందిస్తున్నాను. లక్షద్వీప్, దాద్రా, నగర్ హవేలీ ప్రజలకు ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.

 

మిత్రులారా, 

నేను ఈరోజు మీ మధ్యకు వచ్చిన తరుణంలో, ఒక సంతోషకరమైన వార్త అందింది. నేను ఈ ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరినప్పటికీ, ఇప్పుడే అందిన గణాంకాలు, అందిన వార్త నిజంగా ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఈ ఆనందాన్ని నేను మీతో కూడా పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చిన గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ పునాది ఎంత బలంగా ఉందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇప్పుడే ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.7 శాతం వృద్ధి రేటును సాధించింది. మార్చి 31తో ముగిసిన చివరి త్రైమాసికంలో  కూడా భారత వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. ఇదే మన దేశ ప్రగతి వేగం. ఈరోజు దేశం సంస్కరణల  ఎక్స్ప్రెస్ లా  దూసుకుపోతోంది. ఇంతటి భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధిని దేశం నేడు కళ్లారా చూస్తోంది. పేదల సంక్షేమం కోసం ఇంత పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. ఈ అన్ని ప్రయత్నాల ఫలితంగానే, ఈరోజు మన దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోంది. ప్రపంచమంతా సంక్షోభాల్లో కొట్టుమిట్టాడుతోందని, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ప్రశ్నార్థకంలో మునిగిపోయాయని మనందరికీ తెలుసు. అయితే, అంతర్జాతీయంగా ఇంతటి గడ్డు కాలం నడుస్తున్నప్పటికీ, 140 కోట్ల మంది దేశప్రజల సామూహిక ప్రయత్నాలతో భారత్ తనను తాను నిలబెట్టుకోవడమే కాకుండా, అందరికంటే ముందుండటంలోనూ విజయం సాధిస్తోంది. ఆర్థిక రంగంలో ఈ సరికొత్త శిఖరాన్ని అధిరోహించినందుకు దేశప్రజలందరికీ నేను ఎన్నో అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ సంక్షోభాలను ఎదుర్కొంటూనే, మన దేశం దృఢ సంకల్పంతో, సంస్కరణ, పనితీరు, మార్పు పథంలో అత్యంత వేగంగా ముందుకు సాగుతుందని నేను దేశానికి మరోసారి హామీ ఇస్తున్నా. ఇది దేశప్రజలకు నా హామీ.

మిత్రులారా, 

ఈరోజు మనకు అభివృద్ధి ఎంత ముఖ్యమో, మన అభివృద్ధి నమూనా సుస్థిరంగా ఉండేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున మన కేంద్రపాలిత ప్రాంతం ఈ సంకల్పాన్ని నిజం చేస్తోంది. ఈరోజు ఒకవైపు వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ఇక్కడ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. అదే సమయంలో, అమ్మ పేరిట ఒక మొక్క (ఏక్ పేడ్ మా కే నామ్) కార్యక్రమం కింద ఇక్కడ దాదాపు లక్షా ఒక్క చెట్లను, లక్ష మొక్కలను నాటడం జరుగుతోంది. ఇది ప్రభుత్వ భవనాలలో 100 శాతం సౌరశక్తిని వినియోగించే అద్భుతమైన ఘనతను సాధించిన కేంద్రపాలిత ప్రాంతమని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఈరోజు డయ్యూలో పగటిపూట విద్యుత్ అవసరాలన్నీ కేవలం సౌరశక్తి ద్వారానే తీరుతున్నాయి, ఈ ప్రక్రియను మనం మరింత ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ఇళ్లలో కూడా సౌరశక్తి ద్వారానే విద్యుత్ అందుబాటులోకి రావాలి. అంతేకాదు, మిగిలిన అదనపు విద్యుత్ ద్వారా కుటుంబాలు ఆదాయాన్ని కూడా గడించాలి. ఇందుకోసం రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. ఈ విజయాలను సాధించినందుకు మీ అందరికీ అభినందనలు. 

 

మిత్రులారా, 

దీనితో పాటు, ప్రస్తుతం డామన్ ప్రజలు పరిశుభ్రత ప్రచారం నిర్వహిస్తున్నారని కూడా నాకు సమాచారం అందింది. డామన్ ప్రజా జీవిత సంస్కృతిలో పరిశుభ్రత ఎలా ఒక భాగమైపోయిందో ఇది తెలియజేస్తోంది. ఈ సంస్కృతి ఇక్కడి పరిశుభ్రత ప్రయత్నాలలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఈ ప్రయత్నాలకు గాను డామన్ ప్రజలను నేను అభినందిస్తున్నాను.

మిత్రులారా, 

కేంద్రపాలిత ప్రాంతాలుగా  దాద్రా,నగర్ హవేలీ, డామన్, డయ్యూ భారతదేశ అస్తిత్వానికి, వారసత్వానికి ప్రతీకలు. అందుకే, వీటి అభివృద్ధి కోసం మనం నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధరణమైనవి  కావు. గత సంవత్సరం నేను సిల్వస్సాకు వచ్చినప్పుడు మీకు సింగపూర్ ఉదాహరణ చెప్పడం నాకు గుర్తుంది. ఒకప్పుడు సింగపూర్ కేవలం ఒక చిన్న మత్స్యకార గ్రామం అని నేను చెప్పాను. కానీ సింగపూర్ ప్రజలు కలలు కన్నారు. పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ఈరోజు అదే సింగపూర్ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార కేంద్రంగా అవతరించింది. ఈరోజు దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ కూడా సరిగ్గా అలాంటి కలనే కంటున్నాయి. నమో ఎయిర్‌పోర్ట్, దమన్‌గంగా నదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జి, బీచ్ ఫ్రంట్ లో నిర్మించబోయే కన్వెన్షన్ సెంటర్ వంటి ప్రాజెక్టులు -  ఇలాంటి మౌలిక సదుపాయాల ద్వారా మనం భవిష్యత్తు కోసం పెద్ద పెద్ద సంకల్పాలకు పునాది వేస్తున్నాం. ఈ ప్రాజెక్టుల వల్ల మీ ప్రయాణాలు మరింత సులభతరం అవుతాయి. ఇక్కడ వ్యాపార రంగంలో సరికొత్త అవకాశాలు వస్తాయి. డామన్‌కు ఇరువైపులా అభివృద్ధి వేగం మరింత పుంజుకుంటుంది.

మిత్రులారా, 

ఇక్కడ ఆతిథ్య రంగ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన అవకాశాలు పెరుగుతాయి, దీనితో పాటు ట్రాన్స్‌పోర్ట్ నగర్ వంటి సౌకర్యాలు కూడా ఇక్కడి వాణిజ్యానికి, రవాణా రంగానికి సరికొత్త వేగాన్ని అందిస్తాయి.

మిత్రులారా, 

ఈ ప్రాంతంలో సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం మనం సిద్ధం చేసిన లక్ష్యం అత్యాధునిక మౌలిక సదుపాయాల బలం ద్వారానే సాకారం అవుతుంది. అందువల్లనే, ఈరోజే లక్షద్వీప్‌లోని కల్పేని,  కద్మత్ దీవులలో ఆధునిక నౌకాశ్రయాలకు శంకుస్థాపన జరుగుతోంది. ఈ ప్రయత్నాలన్నీ బ్లూ ఎకానమీ రంగంలో దేశ బలాన్ని మరింత పెంచుతాయి. నేను ముందు చెప్పినట్లుగా, ఇవి లక్షద్వీప్ రూపురేఖలను, భవితవ్యాన్ని మార్చివేసే సరికొత్త కార్యక్రమాలు.

మిత్రులారా, 

పేదలు, వెనుకబడినవారు, గిరిజనులు, మధ్యతరగతి ప్రజల జీవితాలలో మార్పు రావడం బీజేపీ ప్రభుత్వంలో, మా ఎన్డీయే ప్రభుత్వంల, మాకు అభివృద్ధికి సంబంధించిన మొదటి ప్రామాణికం.  ఇందుకోసం ఆరోగ్య రంగం మాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం. గత కొన్నేళ్లుగా, దేశం ఆరోగ్య సంరక్షణ దిశగా ఒక సమగ్రమైన దృక్పథంతో ముందుకు సాగింది. చికిత్సకు సంబంధించిన ప్రతి సమస్యనూ మేం పరిష్కరించాం. ఈరోజు అత్యంత పేదవాడికి కూడా ఆయుష్మాన్ కార్డ్ అందుబాటులో ఉంది. వారికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య చికిత్స భరోసా లభిస్తోంది. వ్యాధులను సకాలంలో గుర్తించడానికి  ప్రధానమంత్రి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయి. జన ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరలకే మందులు కూడా లభిస్తున్నాయి. ఈ సౌకర్యాలను మరింత మెరుగ్గా, ఆధునికంగా మార్చేందుకు ఈరోజు  ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా ఆరోగ్య సేవలను సాంకేతికతతో అనుసంధానించడం జరుగుతోంది.

 

మిత్రులారా, 

ఆయుష్మాన్ కార్డులు, జన ఔషధి కేంద్రాల వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు దాదాపు 2.25 లక్షల కోట్ల రూపాయలు వృథాగా ఖర్చు కాకుండా ఆదా అయ్యాయి.

సోదరీ,సోదరులారా

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఈ ప్రాంత ప్రజలకు కూడా ఎంతో మేలు చేకూరింది. ఒకప్పుడు ఇక్కడ మెరుగైన చికిత్సా సౌకర్యాల కొరత ఉండేది. కనీసం ఒక మెడికల్ కాలేజీ కూడా ఇక్కడ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటయింది. అందులో పోస్ట్-గ్రాడ్యుయేషన్ చదువులు కూడా ప్రారంభమయ్యాయి. సిల్వస్సాలోని నమో హాస్పిటల్ గత ఏడాది కాలంగా వేలాది మంది ప్రజలకు సేవలందిస్తోంది. ఈరోజు డామన్‌లో కూడా నమో హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు ఇప్పుడు మరింత మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.

మిత్రులారా, 

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలను చూస్తే మా ప్రభుత్వం ఆరోగ్య రంగానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఒకానొక సమయంలో భారతదేశంలో అత్యధిక శాతం ప్రసవాలు ఆసుపత్రులలో జరిగేవి కావు. కానీ ఈరోజు దేశంలో 90 శాతానికి పైగా ప్రసవాలు ఆసుపత్రులలోనే జరుగుతున్నాయి. దీనివల్ల మాతృ మరణాల రేటు, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గాయి. మిషన్ ఇంద్రధనుష్ కారణంగా, బాలల వ్యాక్సినేషన్ రంగంలో కూడా భారత్ అద్భుతమైన పురోగతిని సాధించింది. 2014 కంటే ముందు, దేశంలో కేవలం 60 శాతం మంది పిల్లలకు మాత్రమే పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్  అందేది. కానీ ఈరోజు ఆ సంఖ్య దాదాపు 90 శాతానికి పెరిగింది. ఆరోగ్య భద్రత రంగంలో కూడా ఒక పెద్ద మార్పు వచ్చింది. 2014 కంటే ముందు, 30 శాతం కంటే తక్కువ కుటుంబాలు మాత్రమే ఆరోగ్య బీమా పథకాలతో అనుసంధానమై ఉండేవి. ఈరోజు ఆయుష్మాన్ భారత్ ఆ గణాంకాలను కూడా పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు 60 శాతానికి పైగా కుటుంబాలు ఈ ఆరోగ్య భద్రతా రక్షణను పొందుతున్నాయి.

 

మిత్రులారా, 

ఆరోగ్య రంగంలో ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రయత్నాల వల్ల ఎవరైనా అత్యధికంగా లబ్ధి పొంది ఉంటే, అది నా దేశంలోని మహిళా శక్తి మాత్రమే.

మిత్రులారా, 

ఇంతకుముందు ఈ ప్రాంతానికి చెందిన యువత ఉన్నత చదువుల కోసం వెలుపలి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈరోజు ఇక్కడ ఒకటి కాదు, అనేక జాతీయ స్థాయి విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. ఇటీవలి సంవత్సరాలలో ఇక్కడ సరికొత్త పాఠశాల భవనాలను నిర్మించారు. పాఠశాలల్లో స్మార్ట్ తరగతి గదులు  కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా 40 వేల మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ఈ కేంద్రపాలిత ప్రాంతం విద్యారంగంలో క్రమక్రమంగా ముందుకు సాగుతుండటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇక్కడ స్వామి వివేకానంద ఎడ్యుకేషన్ హబ్ వంటి అనేక నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

సొదరీ,సోదరులారా, 

ఈ విద్యా విప్లవంలో మన కుమార్తెలు వెనుకబడిపోకూడదన్నది కూడా మా సంకల్పం. ఇందుకోసం ఎన్నో పెద్ద పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడి కుమార్తెలకు సరస్వతి సైకిల్ యోజన, సరస్వతి విద్యా యోజన'వంటి పథకాలు ఎంతగానో సహాయపడుతున్నాయి.

మిత్రులారా, 

ఈరోజు దేశంలోని యువతకు డిగ్రీలతో పాటు సరైన దిశా నిర్దేశం కూడా లభించాలన్నదే భారతదేశ ప్రయత్నం. స్థానిక ప్రతిభను ప్రపంచవ్యాప్త అవకాశాలతో అనుసంధానించేలా వారికి తగిన అవకాశాలు, పరిజ్ఞానం లభించాలి. డిజైన్, న్యాయశాస్త్రం, ఇంజనీరింగ్, వైద్య విద్య, ఐటీ, డ్రోన్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలలో మన ప్రస్తుత సన్నద్ధత భారతదేశ మానవ వనరులను మరింత బలోపేతం చేస్తుంది. అందువల్లనే, వృత్తివిద్యా సంస్థల విస్తరణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

 

మిత్రులారా, 

ఈరోజు  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ 18వ క్యాంపస్‌కు శంకుస్థాపన జరిగింది. ఈ సంస్థ ఇక్కడి యువతకు అంతర్జాతీయ స్థాయి పరిజ్ఞానాన్ని, అవకాశాలను అందిస్తుంది. ఐటీఐ, డామన్‌లో డ్రోన్ టెక్నీషియన్ వంటి సరికొత్త కోర్సులు కూడా ప్రారంభమయ్యాయి. పీఎం విశ్వకర్మ, పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకానికి  సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు కూడా ఇక్కడి యువతకు ఎంతో ప్రయోజనంచేకూరుస్తున్నాయి.

మిత్రులారా, 

దేశంలో క్రీడలను కూడా ఒక సరికొత్త ఆలోచనతో ముందుకు తీసుకువెడుతున్నాం. మన క్రీడలు ఇకపై కేవలం పెద్ద నగరాలకో లేదా పెద్ద పెద్ద స్టేడియాలకో మాత్రమే పరిమితం కాదు. ఖేలో ఇండియా వంటి ప్రయత్నాలు యువత తమ ప్రతిభను చాటుకోవడానికి ఒక సరికొత్త వేదికను అందించాయి. దీనివల్ల, క్రీడల రంగంలో చిన్న చిన్న ప్రాంతాల నుంచి కూడా పిల్లలు జాతీయ స్థాయికి దూసుకువస్తున్నారు. ఈ ప్రాంతం కూడా దానివల్ల ఎంతో లబ్ధి పొందింది. ఈరోజు డయ్యూ సముద్ర తీర క్రీడలకు ఒక పెద్ద కేంద్రంగా ఆవిర్భవించింది. ఘోఘ్లా బీచ్‌లో నిర్వహించిన బీచ్ గేమ్స్ ఈ ప్రాంతం వైపు దేశం దృష్టిని ఆకర్షించేలా చేశాయి. ఈరోజు ఇక్కడ ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి. ఖాన్వేల్‌లోని ఫుట్‌బాల్ సెంటర్,  డామన్‌లోని వాలీబాల్ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడి క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేస్తున్నాయి.

మిత్రులారా, 

ఈరోజు దేశం ప్రధాన దృష్టి పర్యాటక రంగం పైనే ఉంది. పర్యాటక రంగం ద్వారా స్థానిక కళలు, సంస్కృతిని ప్రోత్సహించాలన్నదే మా ప్రయత్నం. చిన్న చిన్న ప్రాంతాలను కూడా పెద్ద పెద్ద అవకాశాలతో అనుసంధానించాలి. దేఖో అప్నా దేశ్ వంటి ప్రయత్నాలు దేశంలోని వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ప్రజలను ఎంతగానో ప్రేరేపించాయి. ఈరోజు భారతదేశంలో వారసత్వ పర్యాటకం, సముద్ర తీర పర్యాటకం, పర్యావరణ హిత పర్యాటకం, సాహస పర్యాటకం వంటివి సరికొత్త శక్తిని పుంజుకుంటున్నాయి.

మిత్రులారా, 

దాద్రా, నగర్ హవేలీ, డామన్,డయ్యూలలో పర్యాటక రంగం  కూడా అపారమైన అవకాశాలు ఉన్న రంగం. ఈ ప్రాంతంలో సహజసిద్ధమైన అందాలున్నాయి. అందుకే పర్యాటక రంగానికి సంబంధించి దేశం అమలు చేసిన విధానాల వల్ల దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూలకు ఎంతో మేలు జరిగింది. 2021లో దాదాపు 6 లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చారు. 2025 నాటికి ఈ సంఖ్య దాదాపు 50 లక్షలకు పెరిగింది. అంటే కేవలం కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే పర్యాటకుల రాక దాదాపు పది రెట్లు పెరిగింది. మెరుగైన మౌలిక సదుపాయాలు, మెరుగైన వసతులు, పరిశుభ్రమైన సముద్ర తీరాల వల్లే ఇది సాధ్యమైంది. డామన్ నైట్ మార్కెట్, రామ్‌సేతు సీ-ఫ్రంట్, నమోపథ్ సీ-ఫ్రంట్, నానీ డామన్ కోట, గంగేశ్వర్ ఆలయ సముదాయం వంటి అనేక ప్రదేశాలు ఈరోజు ఈ మొత్తం ప్రాంతానికి ఒక సరికొత్త గుర్తింపుగా మారుతున్నాయి.

మిత్రులారా, 

దాద్రా, నగర్ హవేలీ, డామన్,డయ్యూల కలలను సాకారం చేయడానికి మనం ఇక్కడి పారిశ్రామిక బలాన్ని కూడా మరింత పెంచాల్సి ఉంది. ఈ కేంద్రపాలిత ప్రాంతం మనిషి తయారీ నూలు రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడం ఎంతో గర్వకారణం. దాద్రా,నగర్ హవేలీలను జాతీయ మ్యాన్-మేడ్ ఫైబర్ క్యాపిటల్ గా గుర్తిస్తారు. ప్లాస్టిక్ ఎగుమతుల్లో కూడా ఈ ప్రాంతం నిరంతరం పురోగమిస్తోంది. ఇక్కడి పరిశ్రమలకు, ఎంఎస్ఎంఈలకు మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం కూడా నిరంతర ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడి ఎంఎస్ఎంఈలు, ఇతర పరిశ్రమలకు కోట్ల రూపాయల పైగా ఆర్థిక సహాయం అందించాం. ఈ కేంద్రపాలిత ప్రాంతంలోని చిన్న, కుటీర పరిశ్రమలకు సరికొత్త అవకాశాలు లభిస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ ప్రాంతం తయారీ రంగానికి ఒక పెద్ద కేంద్రంగా మారుతుందని నా గట్టి విశ్వాసం. 

మిత్రులారా, 

సున్నితమైన పాలన, అభివృద్ధి దృక్పథం  తోడైనప్పుడు క్షేత్రస్థాయిలో మార్పు అనేది అత్యంత వేగంగా రూపుదిద్దుకుంటుంది. దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూలలో మా ప్రయత్నాల ఫలితాలను చూడటం ఎంతో సంతృప్తిని కలిగిస్తోంది. ఈ గడ్డపై ఉన్న ప్రజలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక్కడి యువత, ఇక్కడి తల్లులు,  అక్కాచెల్లెళ్ళు, ఇక్కడి రైతులు, కళాకారులు, కార్మికులు,  పారిశ్రామికవేత్తలు రాబోయే సంవత్సరాల్లో ఈ అభివృద్ధి ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళతారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మీకు ఎల్లప్పుడూ అండగా, భుజం భుజం కలిపి నిలుస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ నమ్మకంతో, ఈ అభివృద్ధి ప్రాజెక్టుల సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు.  నాతో కలిసి పలకండి.. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై!

మీ అందరికీ ధన్యవాదాలు.