ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મીડિયા પ્રતિનીધિઓ સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે રાજકારણનાં ઉતાર ચઢાવ વચ્ચે પણ વિકાસના પથ પર ગુજરાતની યાત્રા ચાલુ જ રહેશે, અને યુ.પી.એ સરકાર પણ આ વિકાસપથ પર આગળ વધે તેવી હું અપીલ કરું છું. લોકતંત્રમાં જનતાનો નિર્ણય જ અંતિમ હોય છે, અને તેને આપણે સૌએ વિનમ્રતાથી સ્વિકારવો જ પડે. વિપક્ષમાં બેસીને ભાજપ એક પ્રબળ વિપક્ષની ભૂમિકા અદા કરવા કટિબધ્ધ છે, ઉપરાંત છેલ્લાં કેટલાંક સમયથી દિલ્હીમાં બેસવા પર થતી અટકળો પર તેમણે પૂર્ણવિરામ મૂકતા જણાવ્યું હતું કે 'ગુજરાતની જનતાની સેવા માટે હું ગુજરાતમાં જ રહેવાનો છું.'
ચૂંટણી બાબતે ' પી.એમ. ઈન વેઈટીંગ ' નાં મુદ્દા માટે મીડિયાને જવાબદાર ગણતા તેમણે જણાવ્યું હતું કે, ' મેં કદાપિ મારી જાતને પી.એમ. ઈન વેઈટીંગ માની નથી અને ગુજરાતના વિકાસની વાતને છોડીને મેં ક્યારેય આ મુદ્દા માટેની મહત્વાકાંક્ષા રાખી નથી.'
મીડિયા દ્રારા વારંવાર આ મુદ્દે પ્રશ્ર્નો પૂછાતાં તેમણે પોતાનો મત સ્પષ્ટ્ કરતાં કહ્યું હતું કે, ' ગુજરાતની જનતાએ સેવાની જે જવાબદારી મને સોંપી છે તેને મારી પૂર્ણ ક્ષમતાથી નિભાવવા હું કટિબધ્ધ છું.


