૧૬ એશિયન દેશોમાં ઇકોનોમિક રિસર્ચ અને ટેકનોલોજી એજ્યુકેશનનું નેટવર્ક ધરાવતી

  ગુજરાત ટેકનોલોજી પ્રોફેશનલ્સના માનવસંસાધન વિકાસ ક્ષેત્રે ERIA ના નેટવર્ક સાથે જોડાશે

  ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી  અને ERIA સંયુકત ધોરણે કાર્યરત થશે

સ્કીલ ડેવલપમેન્ટનો સીમ્પોઝીયમ યોજાશે

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે આજે જાપાન પ્રેરિત, એશિયાના ૧૬ દેશોની આર્થિક સંશોધન ક્ષેત્રે અગ્રેસર એવી ERIA (ECONOMIC RESEARCH INSTITUTE FOR ASEAN & EAST ASIA) ના એકઝીકયુટીવ ડિરેકટર અને સ્થાપક શ્રીયુત હિડેતોશી નિશીમૂરા (Mr. HIDETOSHI NISHIMURA) એ ગુજરાત અને ERIA વચ્ચે ટેકનોલોજી પ્રોફેશનલના ક્ષમતા વર્ધન માટે માનવસંશાધન વિકાસના ક્ષેત્રોમાં સહભાગીતા સ્થાપવા માટે અત્યંત ફળદાયી બેઠક યોજી હતી.

ERIA ઇન્ડોનેશિયાના જાકાર્તામાં કાર્યરત એવી આર્થિક સંશોધન માટેની આંતરરાષ્ટ્રીય અગ્રણી સંસ્થા છે અને ૧૬ જેટલા એશિયન દેશોમાં આર્થિક સંશોધન અને ટેકનીકલ પ્રોફેશનલના નિર્માણ માટેનું નેટવર્ક ધરાવે છે. એશિયન દેશોમાં ભારત અને વિશેષ કરીને ગુજરાતમાં મેન્યુફેકચરીંગ સેકટરનો વિકાસ હરણફાળ ગતિથી થઇ રહયો છે, એટલું જ નહી જાપાન અને ગુજરાતની આર્થિકઔદ્યોગિક ક્ષેત્રમાં પરસ્પર ભાગીદારીનું વિશાળ અને વિશ્વસનિય ફલક વિકસ્યું છે તેનાથી પ્રભાવિત થઇને ERIAના  સ્થાપક શ્રીયુત હિડેતોશી નિશીમૂરાએ, ગુજરાત સમગ્ર ભારતમાં ઓટોમોબાઇલ મેન્યુફેકચરીંગ સેકટરમાં માનવ સંસાધન વિકાસ અને ટેકનોલોજી પ્રોફેશનલ એજ્યુકેશનમાં ERIA સાથે સહભાગી બને એ માટેની તત્પરતા વ્યકત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ERIA ની ટેકનોલોજી પ્રોફેશનલ તૈયાર કરવા માટેની એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટ સાથે ગુજરાત સરકારના સંપૂર્ણ સસહયોગ કરવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી અને રાજ્યમાં સ્થપાયેલી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી તથા ERIA પારસ્પરિક ધોરણે ટેકનોલોજી પ્રોફેશનલના માનવસંસાધન વિકાસમાં સંયુકતપણે આગળ વધે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. ભારત માટે ERIA ના નેટવર્ક સાથે ટેકનોલોજી એજ્યુકેશનના ક્ષેત્રે પહેલ કરશે.

શ્રીયુત હિડેતોશી નિશીમૂરાએ ગુજરાતના ઓટોમોબાઇલ્સ મેન્યુફેકચરીંગ સેકટરના તેજ ગતિના વિકાસમાં મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની ભારોભાર પ્રસંશા કરી હતી અને ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ ઉપર સવિશેષ ધ્યાન કેન્દ્રીત કરી રહયું છે ત્યારે ERIA અને ગુજરાત સરકાર દ્વારા સંયુકત રીતે SKILL DEVLOPMENT નો એશિયન નેટવર્કનો સિમ્પોઝીયમ યોજવા માટેની શ્રીયુત નિશીમૂરાની દરખાસ્તને મુખ્યમંત્રીશ્રીએ આવકારી હતી અને જેટ્રો તથા ERIA ના સહયોગની પ્રસંશા કરી હતી.

આ ફળદાયી બેઠક યોજવા માટે શ્રીયુત નિશીમૂરાએ મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો અને પોતાનો અંતઃકરણનો ઉત્સાહ વ્યકત કર્યો હતો. આ બેઠકમાં ઉદ્યોગના અગ્ર સચિવશ્રી એમ. શાહુ, મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્મા અને ઇન્ડેક્ષ્ટબી ના મેનેજિંગ ડિરેકટર શ્રી મૂકેશકુમાર ઉપસ્થિત રહયા હતા.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Defence ministry inks Rs 5,083 cr pact for acquisition of six Mk-III light helicopters and missiles

Media Coverage

Defence ministry inks Rs 5,083 cr pact for acquisition of six Mk-III light helicopters and missiles
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister welcomes President of Finland Alexander Stubb to India
March 04, 2026

The Prime Minister, Shri Narendra Modi, today welcomed the President of the Republic of Finland, Mr. Alexander Stubb, who is on a State Visit to India.

Shri Modi expressed confidence that the visit would further strengthen the bilateral relations between India and Finland.

President Stubb had earlier posted on social media platform X that he is travelling on a State Visit to India and will meet the President of India and the Prime Minister, as well as other members of the state leadership. He noted that the visit will further strengthen relations between Finland and India, including in the area of trade.

Responding to X post of President of Finland, Shri Modi said;

“Welcome to India, President Alexander Stubb. I fully agree with you, your visit will take India-Finland relations to new heights. I eagerly look forward to our meeting tomorrow and to your keynote address at the Raisina Dialogue 2026.

@alexstubb”