વડાપ્રધાન ડો. મનમોહનસિંહની ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય જળસંસાધન મંત્રાલય, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યો વચ્ચે આંતરરાજ્ય નદીઓના જોડાણ અને જળવિતરણ માટે રાષ્ટ્રીય મહત્વ ધરાવતા પ્રોજેકટ તરીકે પાર-તાપી-નર્મદા રિવર લીન્ક પ્રોજેકટ અને દમણગંગા-પિંજલ કેનાલ લિન્ક પ્રોજેકટ અંગે મહત્વના સમજૂતિના કરાર થયા હતા.

ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીશ્રી અશોક ચવ્હાણ અને કેન્દ્રીય જળસંસાધન મંત્રીશ્રી પવનકુમાર બંસલે ગુજરાત-મહારાષ્ટ્રની નદીઓના જોડાણની આ સંયુકત પરિયોજનાઓના વિગતવાર પ્રકલ્પ અહેવાલ (ઝ઼ભ્ય્) તૈયાર કરવાની સમજૂતિ ઉપર ડો. મનમોહનસિંહની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કર્યા હતા.

એકંદરે રૂા. ૬૦૧૦ કરોડની આ બંને મહત્વાકાંક્ષી યોજનાઓનો ડિટેઇલ પ્રોજેકટ રિપોર્ટ ડિસેમ્બર/ર૦૧૧માં તૈયાર થશે અને સંયુકત રીતે પરિયોજનાઓ પૂર્ણ થતાં બંને રાજ્યો દ્વારા નદી-જળાશયોના પાણીના સંયુકત વપરાશની દિશા ખૂલી જતાં ભૂગર્ભ જળ ઉપરનો આધાર ઘટશે.

વડાપ્રધાનશ્રી ડો. મનમોહનસિંહ મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર વચ્ચે નદીઓના જળવિતરણના આ કરારને આવકારતા જણાવ્યું હતું કે જળસંપત્તિ, દેશના અર્થકારણ ઉપર મોટો પ્રભાવ ધરાવે છે ત્યારે તેનું સંકલિત ધોરણે વ્યવસ્થાપન કરવાની અનિવાર્યતા છે.

આ સંદર્ભમાં ભારત સરકારે નેશનલ પર્સ્પેકટીવ પ્લાન કરીને પાણીની અછતવાળા વિસ્તારોમાં નદીઓના જોડાણ દ્વારા પાણીનું સ્થળાંતર કરવાનું નક્કી કર્યું છે અને આ સંદર્ભમાં મહારાષ્ટ્ર અને ગુજરાતે આ સંયુકત પ્રોજેકટ માટે હાથ મિલાવ્યા છે.

ગુજરાતના જળસંપત્તિ મંત્રીશ્રી નીતિભાઇ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત અને મહારાષ્ટ્રની સ્વર્ણિમ જ્યંતીનો અવસર ઉજવાઇ રહ્યો છે ત્યારે બંને રાજ્યોની નદીઓની જળશકિતની ગ્રીડ યોજના આકાર લઇ રહી છે. પાર અને ઔરંગા નદીઓ મહારાષ્ટ્રમાં છે અને દમણગંગા ગુજરાતમાં છે. પિંજલ જળાશય મહારાષ્ટ્રમાં આવેલું છે. આશરે ૪૦ર કીલો મીટર લંબાઇની પાર-તાપી-નર્મદા લિન્ક રિવર કેનાલ દ્વારા ગુજરાતને તેનો લાભ મળશે જેનાથી ૧૩પ૦ મિલીયન ઘન મીટર પાણીનું સ્થળાંતર થશે, ૧.૮૮ લાખ હેકટરથી વધુ વિસ્તારને સિંચાઇનો લાભ મળશે અને ૩ર મેગાવોટ જળવિદ્યુત ઉપલબ્ધ થશે. જ્યારે ૪ર કીલો મીટર લંબાઇ ધરાવતી દમણગંગા-પિંજલ લીન્ક કેનાલથી મહારાષ્ટ્રના પિંજલ જળાશય સુધી દમણગંગાના પ૭૭ મિલીયન ઘન મીટર પાણીનું સ્થળાંતર કરી મુંબઇ મહાનગરને પીવાના પાણીનો પુરવઠો ઉપલબ્ધ થશે. આ બંને જળવ્યવસ્થપનની રાષ્ટ્રીય પરિયોજનાના ઝ઼ભ્ય્ તૈયાર કરતી વેળાએ દમણગંગા-નર્મદા રિવર લિન્ક સાથે દમણગંગા-સાબરમતી-ચોરવાડ લિન્કની સૂચિત ગ્રેવીટી કેનાલ યોજનાના શકયતાદર્શી અહેવાલ તૈયાર થાય તેવી મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી.

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે પાર-પૂર્ણા-ઔરંગા અને અંબિકા તથા દમણ-ગંગા એ પાંચ નદીઓનું દરિયામાં વહી જતું પાણી રોકીને તાપી અને નર્મદામાં નાંખવા અને ગુજરાતની દમણગંગાનું પાણી મુંબઇ શહેરને પીવા માટે પહોંચાડવા રિવરગ્રીડના પ્રોજેકટ માટે વિગતવાર પ્રોજેકટ અહેવાલ તૈયાર કરાશે.

રાષ્ટ્રના કૃષિક્ષેત્રે ગુજરાતે જળશકિતનું વ્યવસ્થાપન અને નર્મદા સાથે વિવિધ ર૧ નદીઓનું જોડાણ કરીને રિવરગ્રીડનું ક્રાંતિકારી સપનું સાકાર કર્યું છે. તેનો ગૌરવભેર ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આના પરિણામે ગુજરાતે સુજલામ સુફલામ યોજના અને સરદાર સરોવર નર્મદા પ્રોજેકટ ઉપરાંત ૬ લાખ જેટલા જળસંચયના ચેકડેમ, ખેતતલાવડી બોરીબાંધ જેવા માળખાકીય કામો કરીને મહદ્અંશે જમીન અને ભૂગર્ભ જળસ્ત્રોતોને આવરી લીધેલા છે. બધી જ નદીઓ ઉપર થઇને ૧૯પ જેટલા મોટા અને મધ્યમ બંધો-જળાશયોનું નિર્માણ કરેલું છે. વરસાદની અનિયમિતતા અને માત્ર ૮ જેટલી નદીઓના બારમાસી જળ ઉપલબ્ધ છે જે ૮૦ ટકા ભૂપૂષ્ઠ જળસ્ત્રોતો ધરાવે છે પરંતુ ર૦ ટકા જ વિસ્તારને આવરે છે. ત્યારે ગુજરાત સરકારે અછતવાળા વિસ્તારોમાં દરિયામાં વહી જતા પાણીનું નિયમન અને સ્થળાંતર કરીને જળવ્યવસ્થાપન ક્ષેત્રે નવો રાહ બતાવ્યો છે. સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં ભૂગર્ભ જળની સપાટી જે વર્ષોથી ત્રણથી પાંચ મીટર નીચે જઇ રહી હતી તેનો ઉકેલ કર્યો છે.

આ સમજૂતિ કરાર હસ્તાક્ષર વેળાએ મુખ્યમંત્રીશ્રીના સલાહકારશ્રી બી. એન. નવલાવાલા તથા જળસંપત્તિ સચિવશ્રી એસ. જે. દેસાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
The quiet foundations for India’s next growth phase

Media Coverage

The quiet foundations for India’s next growth phase
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Emphasizes Power of Benevolent Thoughts for Social Welfare through a Subhashitam
December 31, 2025

The Prime Minister, Shri Narendra Modi, has underlined the importance of benevolent thinking in advancing the welfare of society.

Shri Modi highlighted that the cultivation of noble intentions and positive resolve leads to the fulfillment of all endeavors, reinforcing the timeless message that individual virtue contributes to collective progress.

Quoting from ancient wisdom, the Prime Minister in a post on X stated:

“कल्याणकारी विचारों से ही हम समाज का हित कर सकते हैं।

यथा यथा हि पुरुषः कल्याणे कुरुते मनः।

तथा तथाऽस्य सर्वार्थाः सिद्ध्यन्ते नात्र संशयः।।”