બર્ડ વોચર્સ ટુરિઝમ વિકાસાવાશે - મુખ્યમંત્રીશ્રી .
ગુજરાતનું ગૌરવ સિંહ છે પણ કેન્દ્ર સરકાર તેના સંરક્ષણ, સંવર્ધન માટે કોઇ સહાય નથી આપતી
વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી બુકનું વિમોચન
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફર સનત શોધનનના ફોટો કોફી બુકનું વિમોચન કરતા જાહેર કર્યું હતું કે બર્ડવોચર્સ એ સૌથી ઉત્તમ પ્રવાસનપ્રેમી છે અને ગુજરાતમાં પંખી સૃષ્ટિનો અપાર વૈભવ જોતા બર્ડ વોચર્સ ટુરિઝમનો વિશાળ અવકાશ છે અને વિકસાવવા ઉપર રાજ્ય સરકારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

કચ્છમાં તો અનોખું એવું ‘‘ફલેમિંગો સીટી’’ છે અને સારસ પક્ષીની સંખ્યા વિશ્વમાં છે તેની વીસ ટકા તો એકલી ગુજરાતમાં છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ માર્મિકપણે જણાવ્યું કે શ્રી સનત શોધને બધું છોડીને ફોટોગ્રાફીનો શોખ અપનાવ્યો જ્યારે તેમણે (મુખ્યમંત્રીશ્રીએ) એક વેળાએ ફોટોગ્રાફીનો શોખ છોડીને કાર્યભારની દીશા લીધી છે. વન્ય પ્રાણી, પક્ષી સૃષ્ટિની તસવીરકલાની વિશેષતાઓ મુખ્યમંત્રીશ્રીએ સમજાવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતનું ગૌરવ સિંહ છે અને સિંહોની સંખ્યા વધીને ૪૧૧ પહોંચાડી છે પણ કેન્દ્રની વર્તમાન સરકાર વાઘના રક્ષણ માટે રૂા.૨૦૦ કરોડની કેન્દ્રીય સહાય આપે છે પણ ગુજરાતના સિંહ માટે એક રૂપિયો પણ આપતી નથી. શું ગુજરાતના સિંહ કોમ્યુનલ છે અને વાઘ સેકયુલર છે ? એવી માનસિકતાથી ભારત સરકાર પીડાય છે, એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

આ પુસ્તક વિમોચન સનત શોધનના વાઇલ્ડ લાઇફ ક્ષેત્રે ફોટોગ્રાફીના ૧૫ વર્ષને જીવંત બનાવે છે. આ સચિત્ર પુસ્તકમાં સમાવેશ કરાયેલા ફોટો માટે તેમણે વિશ્વના કેટલાય દેશના જંગલ પ્રદેશોની યાત્રા કરી છે. આ પુસ્તકમાં ૭ મહત્વના પ્રકરણ છે. જેમાં ૪૦૦થી વધારે સુંદર અને વિદેશી જંગલી પ્રાણીઓ અને જાતિઓના ફોટોગ્રાફસનો સમાવેશ કરવામાં આવ્યા છે, તેમની દરેક પ્રસ્તુતી ફોટોગ્રાફી ક્ષેત્ર છે.

આ પ્રસંગે ખ્યાતમાન તસવીરકારો તથા ફોટોગ્રાફીમાં રસ ધરાવનાર અનેક મહાનુભાવો ઉપસિથત રહ્યા હતા.


