Quote"Narendra Modi launches e-Nagar Project and Mahatma Gandhi Swachchata Abhiyan"
Quote"Cleanliness is very important. Once cleanliness becomes a part of our lives and our society than good health is automatically guaranteed: Narendra Modi"
Quote"Narendra Modi calls for a mass movement towards cleanliness, inspired by the importance Mahatma Gandhi gave to cleanliness"
Quote"Our dream is that of a Digital India and a Digital Gujarat is a start in this direction. And today is the first step- of making Ahmedabad a Wi-Fi city: Narendra Modi"

ડિજીટલ ગુજરાતની દિશામાં "ઇ-નગર"ના ઐતિહાસિક પ્રોજેકટનો પ્રારંભ

"ડિજીટલ ઇન્ડિયા" આપણું સપનું છે અને તેની શરૂઆત છે ડિજીટલ ગુજરાત - મુખ્યમંત્રીશ્રી

ટેકનોલોજીથી પ્રશાસનિક નગર સેવાના નવા નજરાણા

ત્રણ મહિના સુધી સમગ્ર ગુજરાતમાં સઘન સ્વચ્છતા સફાઇ અભિયાન શરૂ

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ 'ડિજીટલ ગુજરાત'ની દિશામાં મહત્વાકાંક્ષી સીમાચિન્હ રૂપે રાજ્ય'માં ઇ-નગર ના ઐતિહાસિક પ્રોજેકટનો કાર્યારંભ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ મહાત્મા‍ ગાંધી સ્વચ્છતા મિશનની રચનાની જાહેરાત પણ કરી હતી. જે મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતીના વર્ષ-ર૦૧૯ સુધીમાં 'સ્વચ્છ ગુજરાત'નું જનઆંદોલન મિશન મોડ ઉપર સાકાર કરશે.

ડિજીટલ ગુજરાતના સંકલ્પ રૂપે, ઇ-નગર પ્રોજેકટ અંતર્ગત 'શહેરી પ્રશાસન'ને ઇ-ગવર્નન્સથી મોબાઇલ-ગવર્નન્સ સુધીની ઇન્ફેરમેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીનો સામાન્ય નાગરિકના સશકિતકરણ અને સેવા-સુવિધાના ગુણાત્મક પરિવર્તનમાં મહત્વાકાંક્ષી પ્રોજેકટનો પ્રારંભ આજે મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.

Narendra Modi launches e-Nagar Project and Mahatma Gandhi Swachchata Abhiyan

અમદાવાદના આજના જન્મદિવસની ભેટરૂપે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શહેરના આઠ સ્થાળોને વાઇ-ફાઇ કનેકટીવિટીની સુવિધા આપી હતી. તેમણે કાંકરિયામાં 'સ્કાઇપ' માધ્યમ દ્વારા સામાન્યે નાગરિક સાથે વાઇ-ફાઇ કનેકટીવીટીથી સંવાદ કર્યો હતો. વાઇ-ફાઇ પ્રોજેકટ ક્રમશઃ પ૩ શહેરોમાં દાખલ થવાનો છે. સ્માર્ટ સિટી તરીકે ગુજરાતમાં વિવિધ ટેકનોલોજી મોબાઇલ ગવર્નન્સના એપ્લીકેશનોના નવા આયામો મુખ્યમંત્રીશ્રીએ લોંચ કર્યા હતા જેનાથી 24x7 ઇ-ગવર્નન્સ સુવિધા ઓનલાઇન ઉપલબ્ધ થશે. આ માટેના વેબ પોર્ટલનું લોંચીંગ કરવામાં આવ્યું હતું. સ્માાર્ટ સિટીમાં GIS બેઇઝ ટાઉન પ્લા્નિંગ સીસ્ટમ પણ શરૂ થઇ છે તેમજ ડિજીટલ સિગ્નેચર સાથેના આઇ.ટી. યુઝ-સીવિક સર્વિસીઝના લીગલ રૂલ્સ ફ્રેમવર્કની મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી.

'ઇ-નગર' થી ડિજીટલ ગુજરાત માટેના રોડ-મેપની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ICT એ આખી જીવન વ્યવસ્થા ઝડપથી બદલી નાંખી છે તેની સાથે કદમ મિલાવીશું તો તેની સાથે વિકાસની ગતિ જળવાશે આ ટેકનોલોજી સાથે જોડાઇશું નહીં તો નિરક્ષર જ ગણાઇશું આ ટેકનોલોજી યુઝર-ફ્રેન્ડલી છે અને સામાન્ય માનવી પણ તેનાથી ટેવાઇ શકે છે તેને એક સૂત્રે બાંધવાની આવશ્યકતા માટે ગુજરાતે પહેલ કરી છે.

રાજ્યમાં ડિઝાસ્ટ‍ર મેનેજમેન્ટ માટે જનજાગૃતિનું મોબાઇલ નેટવર્ક ખૂબ જ સફળ રહયું તેનું દ્રષ્ટાનત આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આપણું સપનું છે, ડિજીટલ ઇન્ડિયા, અને ડિજીટલ ગુજરાત એની શરૂઆત છે જેનો પ્રારંભ આજના વાઇ-ફાઇ ઇ-નગર પ્રોજેકટથી થયો છે.

enagar-260214-in5

"ગુજરાતનો કોઇપણ નાગરિક કોઇપણ પળે દુનિયા સાથે જોડાયેલો હોય"-આ સંકલ્પ સાકાર કરવા પહેલાં 'ઇ-ગ્રામ' કર્યું અને હવે "ઇ-નગર" બનાવ્યું એમ તેમણે જણાવ્યું હતું.

સમગ્ર દેશ માટે આ એક ઐતિહાસિક ટેકનોલોજીની તાકાતનો સાક્ષાત્કાર કરાવે છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ટેકનોલોજીના ઉપયોગથી સામાન્ય માનવી માટે પ્રશાસનિક સેવા કેટલી અદ્દભૂત વ્યવસ્થા બની શકે તે ગુજરાતે પૂરવાર કર્યું છે, તેની વિસ્તૃત રૂપરેખા પણ આપી હતી.

સામાન્ય માનવીને સેવા-સુવિધા સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે ટેકનોલોજીનો વ્યાપક નેટવર્ક તરીકે ઉપયોગ એ મોટી ચેલેન્જ છે અને રાજ્યો સરકારનું વહીવટીતંત્ર તેના માટે સક્ષમ છે એમ જણાવી તેમણે શહેરી વિકાસ વિભાગને અભિનંદન આપ્યા હતા.

સને ર૦૧૯માં મહાત્મા ગાંધીજીને તેમના દોઢસોમાં જન્મ જ્યંતિના અવસરે, તેમને પ્રિયમાં પ્રિય એવી સ્વચ્છતાને ધ્યાનમાં લઇને સ્વચ્છ" ગુજરાત શ્રેષ્ઠ શ્રધ્ધાંજલિરૂપે આપણે ભેટ ધરીશું એવો સંકલ્પ મુખ્યમંત્રીશ્રીએ મહાત્મા‍ ગાંધી સ્વચ્છતા મિશન કાર્યરત કરતાં જણાવ્યો હતો.

આનો પ્રારંભ આજથી ત્રણ મહિના સુધી શહેરો અને ગામડામાં સઘન સફાઇ ઝૂંબેશ શરૂ કરી ગુજરાત ર૦૧૯ સુધીમાં સ્વચ્છતા અને સફાઇનું જનઆંદોલન સફળ બનાવે તેવું આહવાન તેમણે કર્યું હતું.

enagar-260214-in1

નારી સન્માનરૂપે પ્રત્યેક ઘરમાં શૌચાલય અનિવાર્ય બને તેવા ભાવાત્મક નાગરિક કર્તવ્યભાવ સાથે શૌચાલયનું અભિયાન પાર પાડવું જ છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ૬૧૧ ગામોને નિર્મળ ગ્રામ પુરસ્કાર એનાયત કર્યા હતા.

સને ર૦૧૯ પછી ર૦રરમાં આઝાદીના ૭પ વર્ષ કઇ રીતે ઉજવવા એની રૂપરેખા આપતા મુખ્યમંત્રીશ્રીએ હેલ્ધી ગુજરાતનું સપનું પાર પાડવા સર્વવ્યાપી જન-કર્તવ્ય જાગરણ બને એવું વાતાવરણ સર્જવા પણ આહવાન આપ્યું હતું.

enagar-260214-in9

enagar-260214-in2

enagar-260214-in3

enagar-260214-in4

enagar-260214-in6

enagar-260214-in7

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
‘India has every right to defend itself’: Germany backs New Delhi after Operation Sindoor

Media Coverage

‘India has every right to defend itself’: Germany backs New Delhi after Operation Sindoor
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Administrator of the Union Territory of Dadra & Nagar Haveli and Daman & Diu meets Prime Minister
May 24, 2025

The Administrator of the Union Territory of Dadra & Nagar Haveli and Daman & Diu, Shri Praful K Patel met the Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

The Prime Minister’s Office handle posted on X:

“The Administrator of the Union Territory of Dadra & Nagar Haveli and Daman & Diu, Shri @prafulkpatel, met PM @narendramodi.”