જોય જગન્નાથ! જોય માં કિચકેશ્વરી! મોર સબૂ ભાઈ, ભૌણી, માં, મૌસી માનંકુ મોર નમોસ્કાર.
માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જી, રાજ્યપાલ શ્રી હરિ બાબુજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી મોહન ચરણ માઝી જી, ઉપ મુખ્યમંત્રી કનક વર્ધન સિંહ દેવજી, પ્રવતી પરીદા જી, ઓડિશાના મંત્રી ગણેશ સિંહ ખૂંટિયાજી, કૃષ્ણ ચંદ્ર મહાપાત્રજી, સાંસદ નબા ચરણ માઝીજી, મનમોહન સામલજી, બૈજયંત પાંડાજી, અન્ય મહાનુભાવો, ભાઈઓ અને બહેનો.
હાલના દિવસોમાં આપણું ઓડિશા ઉત્સવોના આનંદમાં ડૂબેલું છે. અહીંનો ગણપર્વ રજ, ગયા અઠવાડિયે જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. મહાપ્રભુ જગન્નાથ જીની રથયાત્રાની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. મયુરભંજના બારીપદા રથયાત્રાને લઈને પણ ઉત્સાહનો માહોલ છે. અને આ બધાની વચ્ચે જ લોકશાહીના વિકાસનો ઉત્સવ પણ ચાલી રહ્યો છે. ઓડિશાની ભાજપ સરકારે પોતાના 2 વર્ષ પણ પૂર્ણ કર્યા છે. આ અવસરે, આપ સૌની વચ્ચે આવવાનું, મયુરભંજ આવવાનું આ સૌભાગ્ય અને આટલી મોટી સંખ્યામાં આપ સૌની ઉપસ્થિતિ, આ અવસર મારા માટે બહુ ખાસ છે. તમારો પોતાનો ભાવ મને વારંવાર અહીં ખેંચી લાવે છે. હું આપ સૌનું હૃદયપૂર્વક બહુ-બહુ અભિનંદન કરું છું. અને ઓડિશાની જનતાને ડબલ એન્જિન સરકારમાં વિકાસ યાત્રાની પણ વધામણી આપું છું, શુભેચ્છાઓ આપું છું. સાથે જ, આ અવસરે હું પંડિત રઘુનાથ મુર્મુ જી, ડો. દમયંતી બેશ્રા જી, અને શ્રી ચરણ હેમ્બ્રમ જી જેવી વિભૂતિઓને પણ નમન કરું છું. રઘુનાથ મુર્મુ જીએ સંથાલી ભાષા માટે ઓલ ચિકી લિપિનું નિર્માણ કર્યું હતું. આપણી સરકારે સંથાલી ભાષામાં ભારતનું સંવિધાન પ્રસ્તુત કર્યું છે. ઓડિશાના સંતાનોને પદ્મ સન્માન આપીને સન્માનિત કર્યા છે. વિતેલા 2 વર્ષોમાં ઓડિશા સરકાર પણ આ બધી વિભૂતિઓના સપનાઓને પૂરા કરવામાં દિવસ રાત પુરુષાર્થ કરી રહી છે.

સાથીઓ,
આજનો આ અવસર એટલા માટે પણ વિશેષ છે, કારણ કે મયુરભંજની ધરતી પર ઉછરેલા, ઓડિશાના દીકરી, માનનીય રાષ્ટ્રપતિ જી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજે તેમનો જન્મદિવસ પણ છે. હું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જીને જન્મદિવસની હાર્દિક વધામણી અને શુભેચ્છાઓ આપું છું, હું તેમના દીર્ઘાયુ થવાની અને ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરું છું. જગન્નાથ ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું છું. ઓડિશાના દીકરી આજે દેશના આટલા મોટા પદ પર પહોંચ્યા છે, આપણું માર્ગદર્શન કરી રહ્યા છે, આ આપણા બધા માટે બહુ ગૌરવની વાત છે. રાષ્ટ્રપતિ જીનું વ્યક્તિત્વ, તેમનો ઉદાર અને સહૃદય સ્વભાવ, રાષ્ટ્ર અને સમાજની સેવા માટે તેમનું અટલ સમર્પણ, તેમણે મયુરભંજ જ નહીં, પૂરા ઓડિશાની ઓળખ સશક્ત કરી છે. હું આ અવસરે, તેમનું વિશેષ રૂપે અભિનંદન કરું છું.
સાથીઓ,
આ કાર્યક્રમ જ્યારે બન્યો, તો આમાં મૂળ કારણ તો લોજિસ્ટિક હતું, લાંબા સમયથી અહીં આવવા માટે ચર્ચા ચાલી રહી હતી, પરંતુ કોઈ તાલમેલ બેસતો નહોતો. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કોલકાતામાં નક્કી થયો, તો પછી મેં કહ્યું સારું છે, આજે બંગ દિવસ પણ છે, તો કેમ ન હું સવારે મયુરભંજ થઈને સાંજે પછી કોલકાતાના કાર્યક્રમમાં જાઉં. અને તેના કારણે આ 20 જૂન નક્કી થઈ. પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે, જેની મંગળ કામનાઓ ઈશ્વરાધીન હોય છે અને એટલા માટે આજે એક શુભ મંગળ થઈ ગયું, કે રાષ્ટ્રપતિનો જન્મદિવસ પણ, મને આજે તેમના ગામમાં જઈને, તેમને શુભેચ્છાઓ આપવાનો અવસર મળ્યો.
સાથીઓ,
આજે હું રાષ્ટ્રપતિ જીની સાથે પહાડપુર પણ ગયો હતો. હું આ ક્ષેત્રના બાળકો માટે તેમના દ્વારા બનાવવામાં આવેલી સ્કૂલમાં પણ ગયો. બાળકોની સાથે કેટલોક યાદગાર સમય વિતાવવાનો અવસર મને મળ્યો. હું જોઈ રહ્યો હતો, બાળકોના ચહેરોની ચમક, રાષ્ટ્રપતિ જીની ઉપસ્થિતિ અને આત્મીયતા, ત્યાં મને એવું કશું જ ન લાગ્યું, કોઈ બાળકને એવું લાગ્યું હોય કે રાષ્ટ્રપતિ જી આવ્યા છે, દરેક બાળકને લાગતું હતું તેમની માતા આવ્યા છે. તે બાળકો પણ બહુ ભાગ્યશાળી છે, કેવી રીતે આ ક્ષેત્રના ગરીબ, વંચિત અને આદિવાસી સમાજના બાળકોને પ્રેરણા મળી રહી છે, તેમને દેશ માટે કંઈક મોટું કરવાનો આત્મવિશ્વાસ મળી રહ્યો છે. હું રાષ્ટ્રપતિ જીનો આભારી છું કે તેમણે આ અનુભવોમાંથી પસાર થવાનો આજે મને અવસર આપ્યો. આ મારો દિવસ, એક પ્રકારે મારી શિક્ષાનો દિવસ હતો, કંઈક શીખવાનો અવસર હતો મારા માટે.
સાથીઓ,
હું તમને સરકારનો આ નિર્ણય પણ જણાવવા માંગું છું કે પહાડપુર ગામને, હવે ઝડપથી સૂર્યગ્રામ, સોલર વિલેજ તરીકે વિકસિત કરવામાં આવશે. એટલે કે અહીં દરેક ઘરમાં સોલર વીજળી બને, તે સુનિશ્ચિત કરવામાં આવશે. અને આપણે તો બહુ ગૌરવની સાથે કહી શકીએ છીએ કે આ જ ઓડિશા છે, જ્યાં કોણાર્કમાં સૂર્ય મંદિરની એક ઓળખ છે, તેવી જ રીતે પહાડપુર સૂર્યગ્રામની ઓળખ બની જશે. સૂર્યગ્રામ, થી આખું ગામ સોલર વિલેજ તરીકે ઓળખાય, આ દિશામાં કામ તરત શરૂ થાય એવો મારો પ્રયાસ રહેશે. આ અભિયાનથી, પહાડપુરના લોકોને મફત સોલર વીજળી પણ મળશે અને જે વધારે વીજળી હશે, તે તેમની આવક પણ વધારશે.

સાથીઓ,
ઓડિશામાં ડબલ એન્જિન સરકારના 2 વર્ષ કેટલાય માયનોમાં ઐતિહાસિક રહ્યા છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝી જીના નેતૃત્વમાં, આજે ઓડિશા ઝડપી ગતિથી વિકાસના રસ્તા પર આગળ વધી રહ્યું છે. આજે અહીં ગરીબ કલ્યાણની યોજનાઓથી સામાન્ય માનવીનું જીવન બદલાઈ રહ્યું છે. ઓડિશામાં આર્થિક પ્રવૃત્તિઓ રોકાણ અને ઉદ્યોગોને આકર્ષિત કરવાનું સામર્થ્ય આજે નજર આવી રહ્યું છે. અહીં રોજગારની નવી તકો માટે ઝડપથી કામ થઈ રહ્યું છે.
સાથીઓ,
કેન્દ્ર સરકારનું વિઝન છે- પૂર્વીય ભારતના વિકાસથી ભારતનો વિકાસ. એટલા માટે, આપણે પૂર્વોદયની નીતિ પર કામ કરી રહ્યા છીએ. જે પૂર્વીય ભારતને કોંગ્રેસના સમયમાં પછાતપણાનો પર્યાય બનાવી દેવામાં આવ્યું હતું, આજે તે પ્રગતિનું પ્રવેશદ્વાર બની રહ્યું છે. આજે ઓડિશા ખુદ આ બદલાવનું સાક્ષી બની રહ્યું છે.
સાથીઓ,
ઓડિશા પાસે સમુદ્ર છે, ખનિજ સંપત્તિ છે, કૃષિની શક્તિ છે અને સૌથી સામર્થ્યવાન અહીંની યુવા પ્રતિભા છે. આ સામર્થ્યનો પૂરો ઉપયોગ કરવા માટે આપણે મળીને કામ કરી રહ્યા છીએ. એટલા માટે, આજે ઓડિશામાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રેકોર્ડ રોકાણ થઈ રહ્યું છે. નવા રસ્તા અને આર્થિક કોરિડોર બની રહ્યા છે. પોર્ટ્સનું વિસ્તરણ થઈ રહ્યું છે. ઊર્જા, સેમિકન્ડક્ટર, Green એનર્જી અને આધુનિક ઉદ્યોગોમાં રોકાણ આવી રહ્યું છે. આજે પણ અહીં ઓડિશાના વિકાસ સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે. આ પરિયોજનાઓ પર લગભગ 47 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. વીજળી, રસ્તા, રેલવે, સ્વાસ્થ્ય અને શિક્ષણ સાથે જોડાયેલી આ પરિયોજનાઓથી, આપ સૌ લોકોને બહુ સુવિધા થવાની છે. હું આ પરિયોજનાઓ માટે ઓડિશાના લોકોને બહુ બહુ વધામણી આપું છું.
સાથીઓ,
આપણી સરકારે ઓડિશાના સંસાધનોને, ઓડિશાની સંભાવનાઓમાં બદલી રહી છે. ઓડિશામાં મોટું રોકાણ આવે, અહીં નવા ઉદ્યોગો સ્થપાય, તેના માટે ઉત્કર્ષ ઓડિશા જેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. આના અંતર્ગત, અત્યાર સુધી આશરે 20 લાખ કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવો મળી ચૂક્યા છે. સાડા 3 લાખ કરોડ રૂપિયાથી વધુની અનેક મેગા પરિયોજનાઓ પર પણ કામ ચાલી રહ્યું છે. ઉદ્યોગો માટે અનુકૂળ વાતાવરણ બને, તેના માટે ઓડિશાના સમગ્ર વિકાસ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પાવર સેક્ટરમાં 6 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થઈ રહ્યું છે. સમૃદ્ધ શહેર યોજના અંતર્ગત શહેરી વિકાસને ગતિ આપવામાં આવી રહી છે. આવનારા વર્ષોમાં આ પ્રયાસોનું પરિણામ આપણને જોવા મળવાનું છે.

સાથીઓ,
ડબલ એન્જિન સરકારની મોટી વિશેષતા એ છે કે તે ખુદ જનતા સુધી પહોંચે છે. મારો પ્રયાસ છે કે સામાન્ય નાગરિકને કોઈ સમસ્યાના સમાધાન માટે બિનજરૂરી ધક્કા ન ખાવા પડે. આ જ પ્રયાસોનું પરિણામ છે કે યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને સામાન્ય લોકોની અપેક્ષાઓ આજે પૂરી થઈ રહી છે. તમે જુઓ, ડાંગર ખરીદીમાં ખેડૂતોને 3,100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. સુભદ્રા યોજનાના માધ્યમથી એક કરોડથી વધુ માતાઓ અને બહેનો સુધી આર્થિક સહાયતા પહોંચાડવામાં આવી. આયુષ્માન ભારતને લાગુ કરીને ઓડિશાના પરિવારો માટે દેશભરની હોસ્પિટલોમાં ઈલાજનો રસ્તો ખોલવામાં આવ્યો. આદિવાસી વિદ્યાર્થીઓનો અભ્યાસ વચ્ચેથી ન છૂટે, તેના માટે માધો સિંહ હાથ-ખર્ચ યોજના શરૂ કરવામાં આવી. મહાપ્રભુ શ્રી જગન્નાથ જીના ભક્તોની ભાવનાઓનું સન્માન કરતા શ્રીમંદિરના શ્રદ્ધાળુઓ માટે બધા દ્વાર ખોલી દેવામાં આવ્યા, ચારે-ચાર દ્વાર ખોલી દેવામાં આવ્યા. ડબલ એન્જિનની તાકાત મળવાથી આજે અહીં ચારેય દિશાઓમાં વિકાસ સુનિશ્ચિત થઈ રહ્યો છે.
સાથીઓ,
અહીં વિતેલા દિવસોમાં સ્વચ્છતાને લઈને જે વિશેષ અભિયાન ચાલ્યું છે, તેની પણ મને જાણકારી મળી છે. અને હું જોઈ રહ્યો હતો સોશિયલ મીડિયામાં તો સફાઈ અભિયાન છવાયેલું છે, એટલે કે સ્વચ્છતાથી સ્વાગત, હું ઓડિશાની આ પહેલ માટે, અહીંના નાગરિકોની, સરકારની, મુખ્યમંત્રી જીની, આ પ્રશંસનીય પહેલ માટે બહુ જ પ્રશંસા કરું છું, સંતોષ વ્યક્ત કરું છું.
સાથીઓ,
સ્વચ્છતા આપણી જીવનશૈલીનો ભાગ હોવી જોઈએ, દરરોજની આદત હોવી જોઈએ. હું અહીં સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલા તમામ લોકોનું હૃદયથી બહુ-બહુ અભિનંદન કરું છું.
સાથીઓ,
મેં મારા જીવનનો કેટલોક મહત્વપૂર્ણ કાળખંડ જનજાતીય ક્ષેત્રોમાં એક વોલન્ટીયર તરીકે કામ કરતા વિતાવ્યો છે. માનનીય રાષ્ટ્રપતિ જી તો વર્ષો સુધી આવા ક્ષેત્રોમાં પડકારોનો સામનો કરતા રહ્યા છે. તમે અને અમે જાણીએ છીએ કે જનજાતીય ક્ષેત્રોમાં જીવનની સુવિધાઓ સરળતાથી નહોતી પહોંચતી. એટલા માટે, આપણી સરકારે જનજાતીય વિકાસને બહુ પ્રાથમિકતા આપી છે. આપણે આવા વિસ્તારોને સુવિધાઓથી જોડવા માટે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કર્યું. આના અંતર્ગત સ્વાસ્થ્ય, શિક્ષણ, રસ્તા, આવાસ સાથે જોડાયેલા વિભાગો મળીને સર્વાંગી વિકાસ માટે કામ કરી રહ્યા છે. જેથી ત્યાં રહેતા લોકોની મુશ્કેલીઓ દૂર થઈ શકે. એવી જ રીતે, પીએમ જનમન અભિયાન તો રાષ્ટ્રપતિ જી સાથે થયેલી ચર્ચાઓનું, તેમના માર્ગદર્શનનું જ પરિણામ છે. આ વિશેષ રૂપે દેશના એવા જનજાતીય સમૂહો માટે છે, જે જનજાતીય સમુદાયમાં પણ સૌથી પાછળ રહી ગયા છે. આવા જનજાતીય સમુદાયો સુધી હવે સરકાર સ્વયં ચાલીને તેમના ગામ, તેમના દરવાજા સુધી પહોંચી રહી છે.

સાથીઓ,
આદિવાસી સમાજના ઉત્થાન માટે આપણે આદિવાસી યુવાનોને શિક્ષણ અને રોજગારની તકો સાથે જોડી રહ્યા છીએ. આ બાળકોને અભ્યાસની બહેતર સુવિધા મળે, તેના માટે દેશમાં આશરે 500 એકલવ્ય મોડલ સ્કૂલ ખોલવામાં આવી છે. આશરે સાડા સાતસો એકલવ્ય સ્કૂલ સ્વીકૃત કરવામાં આવી છે. પ્રી-મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક લેવલ પર, દોઢ કરોડથી વધુ આદિવાસી બાળકોને સેંકડો કરોડ રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવી છે. મને આ જણાવતા પણ ખુશી થાય છે કે અહીં મયુરભંજમાં એક વધુ નવોદય વિદ્યાલય બનાવવા માટે પણ સ્વીકૃતિ આપી દેવામાં આવી છે.
સાથીઓ,
દૂર-દરાજના વિસ્તારોમાં રહેવાના કારણે, જનજાતીય સમાજ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી મુશ્કેલીઓનો પણ ભોગ બનતો રહ્યો છે. સિકલ સેલ એનિમિયા જેવી બીમારીઓ એક બહુ મોટી પડકાર રહી છે. આપણે આના વિરુદ્ધ દેશભરમાં અભિયાન ચલાવ્યું, ચાર કરોડથી વધુ હેલ્થ કાર્ડ વહેંચ્યા, મફત ઈલાજ માટે કરોડો આદિવાસી લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપ્યા. જલ જીવન મિશન અંતર્ગત ઘર-ઘર સાફ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ પ્રયાસોનું પરિણામ આજે આપણને દેખાઈ રહ્યું છે. આદિવાસી સમાજ દાયકાઓ જૂની મુશ્કેલીઓમાંથી બહાર આવી રહ્યો છે, અને, વિકાસની મુખ્યધારાનો ભાગ બની રહ્યો છે.

સાથીઓ,
આવનારા સમયમાં આપણી સામે બે મહત્વપૂર્ણ પડાવ છે. 2036માં ઓડિશાના ગઠનના 100 વર્ષ પૂરા થશે. અને, 2047માં ભારતની સ્વતંત્રતાના 100 વર્ષ પૂરા થવાના છે. એટલે કે, ઓડિશા અને દેશનું લક્ષ્ય એક જ દિશામાં છે. ઓડિશાની અર્થવ્યવસ્થા મજબૂત થશે, તો ભારત મજબૂત થશે. મને ઓડિશાના સામર્થ્ય પર ભરોસો છે. આપણે મળીને ઓડિશાને વિકાસની બુલંદીઓ પર પહોંચાડવાનું છે.

સાથીઓ,
આવતીકાલે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ ઉજવવાનો છે. જ્ઞાન અને યોગની ધરતી ઓડિશા, યોગ અહીંના સંસ્કારોનો ભાગ રહ્યો છે. હું ઓડિશાની ધરતી પરથી પૂરા દેશને, પૂરી દુનિયાના લોકોને આહ્વાન કરું છું, તમે બધા વધુમાં વધુ સંખ્યામાં યોગ દિવસમાં ભાગ લો. હું એક વાર ફરી આપ સૌને આજના અવસર, અને વિકાસ પરિયોજનાઓની બહુ-બહુ વધામણી આપું છું. હું માનનીય રાષ્ટ્રપતિ જીનો વિશેષ રૂપે આભાર પ્રકટ કરું છું, કે મને તેમની સાથે તેમની કમ્મભૂમિને જોવાનો મોકો મળ્યો. એક વાર ફરી તેમને જન્મદિવસની બહુ-બહુ વધામણી. બહુ-બહુ ધન્યવાદ.

સાથીઓ,
આવતીકાલે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ ઉજવવાનો છે. જ્ઞાન અને યોગની ધરતી ઓડિશા, યોગ અહીંના સંસ્કારોનો ભાગ રહ્યો છે. હું ઓડિશાની ધરતી પરથી પૂરા દેશને, પૂરી દુનિયાના લોકોને આહ્વાન કરું છું, તમે બધા વધુમાં વધુ સંખ્યામાં યોગ દિવસમાં ભાગ લો. હું એક વાર ફરી આપ સૌને આજના અવસર, અને વિકાસ પરિયોજનાઓની બહુ-બહુ વધામણી આપું છું. હું માનનીય રાષ્ટ્રપતિ જીનો વિશેષ રૂપે આભાર પ્રકટ કરું છું, કે મને તેમની સાથે તેમની કમ્મભૂમિને જોવાનો મોકો મળ્યો. એક વાર ફરી તેમને જન્મદિવસની બહુ-બહુ વધામણી. બહુ-બહુ ધન્યવાદ.
જય જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથ.


