તેની શાંતિ અને સાહસિકતા માટે જાણીતું સિક્કિમ ઝડપી પ્રગતિ જોઈ રહ્યું છે: પ્રધાનમંત્રી
આખા રસ્તે મેં જે શ્રેષ્ઠ વસ્તુઓ નોંધી છે તેમાંની એક સિક્કિમના રસ્તાઓની સ્વચ્છતા હતી: પ્રધાનમંત્રી
જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી કચરો નથી, હવામાં પણ સ્વચ્છતા છે, રસ્તાઓ પર પણ સ્વચ્છતા છે, સિક્કિમના લોકો પ્રકૃતિના સાચા રક્ષકો અને તેના બ્રાન્ડ એમ્બેસેડર છે: પ્રધાનમંત્રી
અમે સિક્કિમમાં કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મહત્તમ ધ્યાન આપી રહ્યા છીએ; તાજેતરના વર્ષોમાં અહીં સેંકડો કિલોમીટરના હાઈવે બનાવવામાં આવ્યા છે, દરેક ગામને રસ્તાઓથી જોડવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે: પ્રધાનમંત્રી
સિક્કિમ માટે શક્યતાઓની બીજી વિશાળ ક્ષિતિજ રમતગમતમાં રહેલી છે; અહીંના યુવાનોએ ભવ્ય મંચ પર પોતાની ક્ષમતા અને પ્રતિભા પ્રદર્શિત કરી છે: પ્રધાનમંત્રી
અમારી સરકાર એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે મજબૂત આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે લોકોને સસ્તી તબીબી સારવાર પણ મળે: પ્રધાનમંત્રી
અગાઉ, અમે ગરીબો માટે મફત આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવા માટે આયુષ્માન કાર્ડ પ્રદાન કર્યા હતા; હવે, આ સુવિધા 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો માટે લંબાવવામાં આવી રહી છે, જન ઔષધિ કેન્દ્રો પર અત્યંત સસ્તાં ભાવે દવાઓ ઉપલબ્ધ છે: પ્રધાનમંત્રી
સિક્કિમનું ઓર્ગેનિક અને નેચરલ ફાર્મિંગનું મોડેલ સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણા સમાન છે: પ્રધાનમંત્રી
સિક્કિમની જીવનશૈલી અને સિક્કિમનો સંકલ્પ આજે રાષ્ટ્રના વિઝનનો અભિન્ન અંગ બની ગયો છે: પ્રધાનમંત્રી

ભારત માતા કી જય ।

ભારત માતા કી જય ।

ભારત માતા કી જય ।

સિક્કિમના રાજ્યપાલ શ્રી ઓમ માથુરજી, અહીંના લોકપ્રિય, ઉર્જાવાન યુવા અને મારા પરમ મિત્ર શ્રી પ્રેમ સિંહ તમાંગજી, સંસદમાં મારા સાથી શ્રી દોરજી શેરિંગ લેપચાજી, ડૉ. ઇન્દ્ર હાંગ સુબ્બાજી, શ્રી દિલી રામ થાપાજી અને સિક્કિમના મારા વહાલા ભાઈઓ અને બહેનો.

સમગ્ર સિક્કિમ વાસી લાઈ સ્વર્ણ જયંતી કો ધેરે ધેરે બધાઈ તથા શુભકામના, નમસ્તે, ટાશી ડિલે! ખામ-રિ-મો! તપાઈં હરૂ કોસ્તો હુનુ-હુન્છ?

સાથીઓ,

હું ગઈકાલે બપોર પછી ગેંગટોક પહોંચ્યો હતો, અને અહીં મારા આવતા પહેલા, હું બંગાળની ચૂંટણીઓની દોડ-ભાગમાં જરા વ્યસ્ત હતો. અહીં આવતા જ એક નવી અનુભૂતિ, એક નવો આનંદ, ચારે બાજુ ઉત્સવનો માહોલ, મન ખુશીઓથી ભરાઈ ગયું. રાત્રે થયેલો વરસાદ, પછી સવારની ઠંડક અને આ ખીલેલો તડકો, સિક્કિમના રંગ જ નિરાળા છે.

સાથીઓ,

પૂર્વનું સ્વર્ગ સિક્કિમ, ઓર્કિડ્સનું ગાર્ડન સિક્કિમ, તેનું અપ્રતિમ સૌંદર્ય, અહીંની શાંતિ, અહીંનો આધ્યાત્મિક આનંદ, આ અનુભૂતિ મોટા સૌભાગ્યથી મળે છે. આજે હું અહીંના ઓર્કિડ્સ જોવા પણ ગયો હતો. મારા માટે જેટલો સમય નક્કી થયો હતો, હું તેનાથી વધુ સમય ત્યાં વિતાવી રહ્યો હતો. અને હું દેશભરના પ્રવાસીઓને, પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓને કહું છું કે, જો તેમણે સિક્કિમના આ ઓર્કિડ નથી જોયા, તો કાંઈ જ નથી જોયું. અને મને વિશ્વાસ છે કે આ વખતે પ્રવાસીઓ, સિક્કિમ પ્રવાસનના તમામ આંકડા આ વખતે પાર કરી દેશે. ઓર્કિડમાં મેં જોયું પ્રકૃતિના એ રંગો, તેમનો ઉલ્લાસ, મારું મન હજુ પણ તેમાં જ ડૂબેલું છે.

સાથીઓ,

આજે આપણને સિક્કિમની 50 વર્ષની યાત્રાનો ઉત્સવ ઉજવવાની તક મળી છે. જ્યારે અવસર આટલો ઐતિહાસિક હોય અને આટલા દિવ્ય માહોલમાં થઈ રહ્યો હોય, ત્યારે તેની ભવ્યતા ઘણી વધી જાય છે. પાલજોરનું આ સ્ટેડિયમ આજે તે જ અદભૂત આભાથી ભરેલું છે. અહીં જે સાંસ્કૃતિક કાર્યક્રમો થયા, કલાકારોની મંત્રમુગ્ધ કરી દે તેવી પ્રસ્તુતિઓ થઈ.આપ સિક્કિમના લોકોનો જે ઉત્સાહ દેખાયો, સામે પહાડો અને આકાશમાં પ્રકૃતિની સુંદર છટા દેખાઈ. એવું લાગતું હતું કે જાણે પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે મળીને જીવંત થઈ ઉઠ્યા હોય. ખરેખર આ સ્મૃતિઓ હંમેશા મારા દિલમાં રહેશે. અને હું જે પણ કોરિયોગ્રાફી કરવા વાળા લોકો હશે, જે પણ ગાવા વાળા લોકો હશે, બધાને અભિનંદન આપું છું. અને આજનો આ કાર્યક્રમ હું ઈચ્છીશ કે આ ટીવી, મીડિયા વાળા, દૂરદર્શન વાળા દેશને વારંવાર બતાવે. જ્યારે દેશમાં રાજકીય સ્વાર્થને કારણે ભાષાવાદ, પ્રાંતવાદ, ઊંચ-નીચ, દેશમાં ભેદભાવ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે, આજે સિક્કિમે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના દર્શન કરાવી દીધા. તેમણે આ નાનકડા કાર્યક્રમમાં આખું હિન્દુસ્તાન આંખો સામે ઊભું કરી દીધું. અને અત્યારે પણ જે તેમણે બેસવાની રચના કરી છે, મને ઉપરથી દેખાય છે, આખું હિન્દુસ્તાન છે, અને જે જે પ્રદેશનો છે, તેવો જ પરિવેશ છે, પેલી બાજુ ગુજરાત તો ગુજરાતી કપડામાં લોકો બેઠા છે. ખરેખર-ખરેખર તમે દિલ જીતી લીધું છે. આ મોદીનું નહીં, આખા હિન્દુસ્તાનનું દિલ જીતી લીધું છે આજે. આ જ તો ભારત ભક્તિ હોય છે, આ જ તો દેશભક્તિ હોય છે. નવી પેઢીમાં આનાથી જ દેશભક્તિના ભાવો જાગે છે. ખૂબ-ખૂબ અભિનંદન આપ સૌને.

સાથીઓ,

સિક્કિમ આવવાથી મને એટલા માટે પણ ખૂબ ખુશી છે, કારણ કે ગઈ વખતે હું ખરાબ હવામાનને કારણે અહીં પહોંચી શક્યો નહોતો. મારે બાગડોગરાથી ઓનલાઈન જ તમારી સાથે જોડાવું પડ્યું હતું. તમારી પાસે અહીં આવીને ન મળી શકવાની એ કસક મારા મનમાં રહી ગઈ હતી. અને જ્યારે પણ પ્રેમ સિંહજી મળતા હતા ને, ત્યારે મારી આંખો ઝુકી જતી હતી કે તમે આટલી મહેનત કરી, હું આવી ન શક્યો, અને તેથી હું રાહ જોઈ રહ્યો હતો, એ પ્રતિક્ષા પણ આજે આ અવસરના માધ્યમથી પૂરી થઈ છે.

સાથીઓ,

સિક્કિમના લોકોને મળવું મને હંમેશા એક અલગ શાંતિ આપે છે. તમારી આ સૌમ્યતા, તમારી આ સાદગી, તમારા ચહેરાઓની સ્મિત અદભૂત છે. અહીં આવતા પહેલા પણ હું સિક્કિમના ઘણા પ્રતિભાશાળી લોકોને મળ્યો. સિક્કિમના પ્રબુદ્ધ લોકો, પદ્મ સન્માન વિજેતા, આર્ટિસ્ટ અને ફૂટબોલરો તેમની સાથે અલગ-અલગ વિષયો પર મારી વાત થઈ.

સાથીઓ,

ગઈકાલે સાંજે જે રોડ શો થયો, હું તેને પણ અત્યાર સુધી ભૂલી શક્યો નથી, અને કદાચ ક્યારેય ભૂલી શકીશ નહીં. હાથોમાં આપણો આ વ્હાલો તિરંગો. સતત ભારત માતાનો જયઘોષ, અને વંદે માતરમનો ઉદ્ઘોષ, આખું વાતાવરણ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના ચિત્રોથી રંગાયેલું હતું. ગંજુ લામા દ્વારથી લોકભવનના રસ્તા સુધી, જે રીતે સિક્કિમના મારા ભાઈ-બહેનો પોતાનો પ્રેમ આપવા ઉમટી પડ્યા, જે રીતે તમામ જાતીય સમુદાયોએ સ્વાગત કર્યું, દરેક સમુદાયની પોતાની વેશભૂષા, પોતાનું સંગીત, પોતાની પરંપરાઓ, આખો માહોલ જ એક મોટા મહોત્સવમાં બદલાઈ ગયો હતો. આ દ્રશ્ય એવું હતું કે જાણે પ્રકૃતિના ખોળામાં અલગ-અલગ રંગો ખીલ્યા હોય. મોટી સંખ્યામાં મારી માતાઓ-બહેનો, બાળકો અને વૃદ્ધો પણ પોતાના આશીર્વાદ આપવા આવ્યા હતા. અને જે એક સૌથી સારી બાબત મને આખા રસ્તામાં દેખાઈ, તે હતી સિક્કિમના રસ્તાઓની સ્વચ્છતા, આપ સૌને સેલ્યુટ. દૂર-દૂર સુધી કોઈ ગંદકી નહીં, વાયુમાં પણ સ્વચ્છતા, રસ્તાઓ પર પણ સ્વચ્છતા, સિક્કિમના આપ લોકો પ્રકૃતિના પાક્કા સંરક્ષક છો, બ્રાન્ડ એમ્બેસેડર છો. હું ફરી દેશવાસીઓને કહું છું, સિક્કિમ આવો. કેટલું સાફ-સુથરું, સ્વચ્છ બનાવી રાખ્યું છે સિક્કિમને.

ભાઈઓ-બહેનો,

ગઈકાલે રોડ શો જે થયો, અને અત્યારે આ આયોજન માટે હું આપ સૌનો અને તમામ કલાકારોનો હૃદયથી ખૂબ-ખૂબ આભાર પ્રગટ કરું છું, આપનું અભિનંદન કરું છું. હું સિક્કિમના લોકોને, અને તમામ દેશવાસીઓને 50 વર્ષની આ મહત્વપૂર્ણ યાત્રાના આ ઉત્સવની ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. હું તમને વિશ્વાસ અપાવું છું, તમારો પ્રેમ, તમારો સ્નેહ, તમારા આશીર્વાદનું આ દેવું, તેને ચૂકવવા માટે હું કોઈ કમી બાકી નહીં રાખું.

સાથીઓ,

સિક્કિમની યાત્રા માનવીય મૂલ્યોની યાત્રા છે. આ વિકાસ અને વિરાસતને સાથે લઈને ચાલવાની યાત્રા છે. સિક્કિમની અનેક પેઢીઓએ આ યાત્રાને આગળ વધારી છે. વિતેલા 50 વર્ષમાં જે-જે લોકોએ સિક્કિમને આગળ વધાર્યું છે, અહીં સુધી પહોંચાડ્યું છે, તે બધાને હું આજે હૃદયથી ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, તેમનું અભિનંદન કરું છું. જે સમયે, જેણે જે કરવાનું હતું, તેણે કર્યું, તેણે સિક્કિમને આપ્યું. હવે, તેની જવાબદારી આપણા પર છે, આપણા ઉપર છે. સિક્કિમની સરકાર, મારા મિત્ર પ્રેમ સિંહ જીના નેતૃત્વમાં પૂરી ઈમાનદારીથી સિક્કિમની વિરાસતને જાળવવાનું અને વિકાસને ગતિ આપવાનું કામ કરી રહી છે. આપણા માટે સિક્કિમ, નોર્થ ઈસ્ટ માત્ર દેશનો એક અગત્યનો હિસ્સો જ નથી, પરંતુ આ ભારતની ‘અષ્ટ લક્ષ્મી’ છે. નોર્થ ઈસ્ટ આ હિન્દુસ્તાનની ‘અષ્ટ લક્ષ્મી’ છે. તેથી, અમે ‘એક્ટ ઈસ્ટ’ની પોલિસી પર તો કામ કરી જ રહ્યા છીએ, અમે નોર્થ ઈસ્ટ માટે ‘એક્ટ ફાસ્ટ’નો સંકલ્પ પણ લીધો છે. અને તેથી ‘એક્ટ ઈસ્ટ’, ‘એક્ટ ફાસ્ટ’. આજે પણ અહીં હજારો કરોડ રૂપિયાની 30 થી વધુ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે. તેમાં રોડ, પાવર, ટૂરિઝમ, હેલ્થ, એજ્યુકેશન, દરેક પ્રકારના પ્રોજેક્ટ સામેલ છે. નોર્થ સિક્કિમના ક્ષેત્રોમાં 2023 પછી જે પડકારો આવ્યા, તેમને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. જ્યાં-જ્યાં કનેક્ટિવિટી પ્રભાવિત થઈ, ત્યાં તેને ફરીથી મજબૂત કરવા પર ફોકસ કરવામાં આવ્યું છે. હું આ માટે સિક્કિમના આપ સૌ લોકોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ,

આપણા સિક્કિમની બહુ મોટી તાકાત તેની ટૂરિઝમ ઈકોનોમી છે. સિક્કિમનું ક્ષેત્રફળ દેશના કુલ ક્ષેત્રફળના એક ટકાથી પણ ઓછું છે, પરંતુ દેશની 25 ટકાથી વધુ ફ્લોરલ ડાયવર્સિટી (floral diversity) આપણા સિક્કિમમાં મળે છે. અહીં પક્ષીઓની આશરે 500 પ્રજાતિઓ, પતંગિયાઓની આશરે 700 પ્રજાતિઓ, સુંદર ફોરેસ્ટ કવર, કંચનજંગાનું અદભૂત આકર્ષણ, કેટલું બધું છે. તેથી દરેક વ્યક્તિ વારંવાર સિક્કિમ આવવા માંગે છે.

સાથીઓ,

સિક્કિમના પ્રવાસન સાથે અહીં બહુ મોટી સંખ્યામાં લોકોની આવક જોડાયેલી છે. અને પ્રવાસન ત્યારે જ વધે છે, તે રાજ્યનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે ઉત્તમ હોય, ત્યારે વધે છે. એટલા માટે જ અમે સિક્કિમની કનેક્ટિવિટી અને અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સૌથી વધુ ફોકસ કરી રહ્યા છીએ. વિતેલા વર્ષોમાં અહીં સેંકડો કિલોમીટર હાઈવેનું નિર્માણ થયું છે. ગામેગામ સુધી રસ્તાઓને પહોંચાડવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. એવા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેની પહેલા કલ્પના પણ નહોતી થતી, આજે તે હકીકત બની રહ્યા છે. બાગડોગરાથી ગેંગટોક સુધી એક્સપ્રેસવેનું નિર્માણ હોય, સેવોક-રંગપો રેલ લાઇન હોય, આ પ્રોજેક્ટ સિક્કિમને આખા દેશ સાથે જોડવાનું માધ્યમ બની રહ્યા છે. અહીં નવા નેશનલ હાઈવે, તેનું નિર્માણ પણ કરાવવામાં આવી રહ્યું છે. ગેંગટોક જેવા શહેરોમાં રિંગ રોડ જેવી પરિયોજનાઓ ભવિષ્ય માટે જરૂરી છે. આ દિશામાં પણ કામ આગળ વધી રહ્યું છે.

ભાઈઓ-બહેનો,

બીજેપી સરકાર જે કામ આજે કરી રહી છે, તે પહેલા પણ થઈ શકતા હતા, પરંતુ કોંગ્રેસની સરકારોએ હંમેશા સિક્કિમના વિકાસને પાછળ ધકેલ્યો. સેવોક-રંગપો રેલ લાઈનનું જ ઉદાહરણ લો, આ પ્રોજેક્ટને 2008-2009માં મંજૂરી મળી હતી, પરંતુ જમીન પર કામ ન થયું, કાગળ પર લટકેલું રહ્યું. પરિયોજના ફાઈલોમાં જ પડી રહી. કેન્દ્રમાં બીજેપી સરકાર આવ્યા પછી વિકાસને ફરીથી ગતિ મળી છે. પહેલીવાર સિક્કિમ સુધી રેલ પહોંચવા જઈ રહી છે.

સાથીઓ, પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આપણને નવા વિચારો (ideas) ની પણ જરૂર હોય છે. આજે અમે આ જ વિચાર સાથે કામ કરી રહ્યા છીએ. ભાલેઢૂંગા, યેન-યેંગ અને પેલિંગમાં રોપવેનું નિર્માણ આનું ઉદાહરણ છે. ભાલેઢૂંગામાં સ્કાયવોકનું પણ નિર્માણ કરાવવામાં આવી રહ્યું છે. અને હવે સિંઘશોર બ્રિજ (Singhshore Bridge) પર ગ્લાસ ડેક સ્કાયવોક પણ બનાવવાની તૈયારી છે. નાથૂલા અને નામલી જેવી જગ્યાઓ પર બોર્ડર એક્સપિરિયન્સને વધુ સારો બનાવવાનું કામ પણ થઈ રહ્યું છે.

સાથીઓ,

અમારી સરકારના આ પ્રયાસોથી તમારું જીવન સરળ થશે, સિક્કિમ આવતા પ્રવાસીઓની સંખ્યા વધુ વધશે, અને તમારી આવકમાં પણ વૃદ્ધિ થશે. અને હું દેશભરના પ્રવાસીઓને હંમેશા આગ્રહ કરું છું. તમે યાત્રા માટે જાઓ, તમે એડવેન્ચર ટૂરિઝમ માટે જાઓ, તમે એન્વાયરમેન્ટ ટૂરિઝમ માટે જાઓ, પરંતુ જ્યાં જાઓ, ત્યાં જે સ્થાનિક ઉત્પાદનો હોય છે, તમારી યાત્રાના બજેટના 5% ત્યાંથી કંઈ ને કંઈ ખરીદવું કમ્પલસરી (ફરજિયાત) હોવું જોઈએ. ‘લોકલને વોકલ’ બનાવવાનો રસ્તો અહીંથી જ શરૂ થાય છે. તમે જ્યાં જાઓ, ત્યાંનું જ ખાવાનું ખાઓ, જ્યાં જાઓ ત્યાંની જ વસ્તુઓ ખરીદો, સોવેનિયર (Souvenir) તરીકે લઈ જાઓ. જેથી અહીંના લોકોને, દૂર-દૂર પહાડોમાં રહેનારા નાના-નાના સમૂહોને... આ જે આટલી મોટી સંખ્યામાં મારી બહેનો આવી છે, તેઓ આટલી સરસ-સરસ વસ્તુઓ બનાવે છે સેલ્ફ હેલ્પ ગ્રુપમાં, તે ખરીદવા વાળા લોકો દેશભરમાંથી આવવા જોઈએ અને આનાથી અહીં રોજગારની તકો પણ વધશે.

સાથીઓ,

સિક્કિમમાં ઈકો-વેલનેસ ટૂરિઝમનો પણ બહુ મોટો સ્કોપ છે, અમે તેને પણ પ્રમોટ કરી રહ્યા છીએ. સ્થાનિક લોકોને ટૂરિઝમથી વધુમાં વધુ આવક થાય, તે માટે 1 હજાર હોમસ્ટે પણ બિલ્ડ કરવામાં આવી રહ્યા છે. એડવેન્ચર ટૂરિઝમ માટે પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે.

સાથીઓ,

સિક્કિમ માટે સંભાવનાઓનું વધુ એક આકાશ સ્પોર્ટ્સમાં પણ છે, ખેલકૂદમાં પણ છે. અહીંના યુવાનોએ સ્પોર્ટ્સમાં પોતાની ક્ષમતા અને પ્રતિભાને મોટા-મોટા મંચો પર સાબિત કરી છે. ફૂટબોલ, બોક્સિંગ, આર્ચરી, આ રમતોમાં અહીંથી નીકળેલા ખેલાડીઓએ સિક્કિમ અને દેશનું નામ રોશન કર્યું છે.

સાથીઓ,

આ પ્રતિભાઓને આગળ વધારવા માટે અમે ‘ખેલો ઈન્ડિયા’ અને ‘ફિટ ઈન્ડિયા’ જેવા મૂવમેન્ટ ચલાવી રહ્યા છીએ. અહીંની સ્ટેટ સ્પોર્ટ્સ એકેડમી (State Sports Academy) ને પણ પુનઃજીવિત કરવામાં આવી છે. સિક્કિમ પ્રીમિયર લીગ જેવી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેથી વધુમાં વધુ સંખ્યામાં ખેલાડીઓને રમવાની તક મળે, તેમની રમતમાં સુધારો આવે.

સાથીઓ, અહીં જસલાલ પ્રધાન જીના નામ પર અત્યાધુનિક (state-of-the-art) બોક્સિંગ એકેડમીનો પણ પ્રસ્તાવ છે. ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ અને કલ્ચરલ વિલેજ જેવા પ્રોજેક્ટ પણ આગળ વધી રહ્યા છે. આનાથી સિક્કિમના યુવાનોને વધુ સારી સુવિધાઓ મળશે, અને તેઓ પોતાની રમતને વધુ ચમકાવી પણ શકશે.

સાથીઓ, આજે જે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે, તેમાં હેલ્થ સેક્ટર સાથે જોડાયેલા ઘણા મોટા કામો પણ સામેલ છે. એક સમય હતો, જ્યારે સિક્કિમ અને નોર્થ ઈસ્ટને કોંગ્રેસની સરકારોએ પૂરી રીતે નજરઅંદાજ કરી રાખ્યા હતા. અહીં સ્વાસ્થ્ય સેવાઓ બહુ મર્યાદિત રહેતી હતી. આ કારણે પ્રવાસીઓ પણ અહીં આવવામાં સંકોચ અનુભવતા હતા, પરંતુ આજે તે પડકાર પણ પૂરો થઈ રહ્યો છે. આજે સિક્કિમમાં આશરે 200 આયુષ્માન આરોગ્ય મંદિર કામ કરી રહ્યા છે. આજે અહીં 4 ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, ટર્શરી કેર (Tertiary care) હોસ્પિટલ છે, વેલનેસ સેન્ટર્સ છે, અહીં આયુષ સુવિધાઓનો પણ હજારો લોકો લાભ લઈ રહ્યા છે. ડ્રેજોંગ નામગ્યલ સોવા રિગ્પા હોસ્પિટલના લોકાર્પણ પછી સિક્કિમની હેલ્થકેર સિસ્ટમને વધુ બૂસ્ટ મળશે.

ભાઈઓ-બહેનો,

હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે લોકોને સસ્તી આરોગ્ય સંભાળ પણ મળે, અમારી સરકાર તેના માટે પણ વચનબદ્ધ  છે. પહેલા અમે ગરીબોને મફત સારવાર માટે આયુષ્માન કાર્ડ આપ્યા હતા. હવે આ સુવિધા 70 વર્ષ અને તેનાથી ઉપરની ઉંમરના તમામ વૃદ્ધોને પણ આપવામાં આવી રહી છે. સાથે જ, જન ઔષધિ કેન્દ્રો પર દવાઓ પણ ખૂબ સસ્તા ભાવે ઉપલબ્ધ છે. આ પ્રયાસોથી અહીંના લોકોનું જીવન તો સરળ થયું જ છે, સારવાર પર થતો તમારો ખર્ચ પણ ઓછો થઈ રહ્યો છે.

સાથીઓ,

આજે આર્થિક પ્રગતિ અને સંસાધનોને લઈને વિશ્વનો નજરીયો ઝડપથી બદલાઈ રહ્યો છે. આજે દુનિયા સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ (sustainable lifestyle) ની વાત કરી રહી છે. આજે ક્લીન એનર્જી પર દુનિયાનું ફોકસ છે. આજે ઓર્ગેનિક ફૂડ્સને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મને ખુશી છે કે અમારું નોર્થ ઈસ્ટ અને સિક્કિમ આ ફ્યુચરિસ્ટિક ગ્રોથનું મોટું કેન્દ્ર છે. સિક્કિમે આખા દેશને દિશા બતાવી છે. સિક્કિમે તો 10 વર્ષ પહેલા, 2016માં જ આખા રાજ્યને ઓર્ગેનિક સ્ટેટ (organic state) જાહેર કરી દીધું હતું. અમારું ડેમાજોંગ હવે માત્ર ચોખાના ઉત્પાદન માટે નથી ઓળખાતું, તેની ઓળખ હવે ઓર્ગેનિક ચોખા માટે થવા લાગી છે. મોટી એલચી, આદુ, હળદર, આવોકાડો, કીવી, એવા કેટલાય ઉત્પાદનો દેશ અને દુનિયાના બજાર સુધી પહોંચી રહ્યા છે. સિક્કિમમાં ઔષધીય વનસ્પતિઓની પણ સેંકડો પ્રજાતિઓ જોવા મળે છે. આ પણ સ્થાનિક લોકોની આવક વધારવાનું સાધન બની રહી છે.

સાથીઓ,

ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતીનું સિક્કિમનું મોડેલ, આ આખા દેશ માટે એક પ્રેરણા છે. સિક્કિમની લાઈફસ્ટાઈલ, સિક્કિમના સંકલ્પો, આજે આ દેશના વિઝનનો હિસ્સો બની ચૂક્યા છે. અહીં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા હવે ઓર્ગેનિક પ્રોસેસિંગ પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે. આનાથી ખેડૂતોને બજાર સાથે સીધું જોડાવાની તક મળી રહી છે.

સાથીઓ,

સિક્કિમની આર્થિક પ્રગતિમાં એક બહુ મોટી ભૂમિકા અહીંના સેલ્ફ હેલ્પ ગ્રુપ અને આ મહિલાઓની પણ છે. આ સેલ્ફ હેલ્પ ગ્રુપના ઉત્પાદનો મોટા બજારો સુધી પહોંચે, ડિજિટલ ઈન્ડિયા તેમાં એક મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. “સ્વયં સિક્કિમ” જેવા પ્લેટફોર્મ આજે આ મહિલાઓને સશક્ત બનાવી રહ્યા છે.

સાથીઓ,

સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રમાં સિક્કિમમાં વ્યાપક ક્ષમતા રહેલી છે. અહીંના પર્યાવરણને પણ સુરક્ષિત રાખતા, આપણે સિક્કિમના આ ક્ષમતાનો વધુ ઉપયોગ કરવાનો છે. હું જાણું છું, પર્યાવરણ સંરક્ષણ, આ સિક્કિમના લોકોનો સ્વભાવ છે. જ્યારે દેશે ‘એક પેડ માં કે નામ’ ની પહેલ શરૂ કરી હતી, સિક્કિમના લોકોએ કર્તવ્ય ભાવથી તેને આગળ વધારી, અને મુખ્યમંત્રી જીએ અહીંના લોકોને પ્રેરણા આપીને “મેરો રુખ મેરો સંતતિ” પહેલ પણ ચલાવી રહ્યા છે. આ અંતર્ગત દરેક શિશુના જન્મ પર 108 વૃક્ષો વાવવામાં આવે છે. મને લાગે છે આ પહેલ આખી દુનિયા માટે એક પ્રેરણા છે. આપણે પર્યાવરણ સાથે જોડાયેલા આપણા પ્રયાસોને વધુ નિષ્ઠાથી આગળ વધારવાના છે. આ આપણી એવી વિરાસત છે, જે આપણે આગામી પેઢી માટે સુરક્ષિત રાખવાની છે.

સિક્કિમ વધુ ઝડપથી આગળ વધે, વિકસિત ભારતના સપનાને ગતિ આપે, આપણે તેના માટે મળીને મહેનત કરવાની છે. આપણે સિક્કિમને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું છે. આ જ સંકલ્પ સાથે ફરી એકવાર, આપ સૌને આ અવસર પર શુભકામનાઓ પાઠવું છું. આપ સૌના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું. અને આજે 50 વર્ષની યાત્રા હવે આપણે બે પડાવ પૂરા કરવાના છે. જ્યારે સિક્કિમની યાત્રાના 100 વર્ષ થશે ત્યારે શું કરીશું? સિક્કિમની યાત્રાના 75 વર્ષ થશે ત્યાં સુધી શું કરીશું? અને દેશની આઝાદીના 100 વર્ષ થશે, વિકસિત ભારતનું જે સપનું છે, 2047 તેના માટે આજથી તૈયારી શરૂ કરીને સંકલ્પ સાથે આપણે આગળ વધીએ. આ જ ભાવના સાથે ફરી એકવાર હૃદયથી હું આપ સૌનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ-ખૂબ ધન્યવાદ. મારી સાથે બોલો-

વંદે માતરમ । વંદે માતરમ । વંદે માતરમ ।

વંદે માતરમ । વંદે માતરમ । વંદે માતરમ ।

વંદે માતરમ । વંદે માતરમ । વંદે માતરમ ।

વંદે માતરમ ।

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Stranded in Tehran, 50 Iranian Sikhs return safely to India

Media Coverage

Stranded in Tehran, 50 Iranian Sikhs return safely to India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Unnati Sharma on winning Bronze in Women’s 63 kg Judo
August 02, 2026

The Prime Minister, Shri Narendra Modi, has congratulated Unnati Sharma on winning the Bronze medal in the Women’s 63 kg Judo category at the Commonwealth Games 2026.

The Prime Minister said that Unnati Sharma’s commitment and determination were clearly visible throughout the competition.

Shri Modi wished her continued success in all her future endeavours.

The Prime Minister wrote on X;

“More glory for India in Judo!

Congratulations to Unnati Sharma for winning the Bronze Medal in the Women's 63 kg category at the Commonwealth Games 2026. Her commitment and determination were clearly visible during the games. May she keep excelling in all her forthcoming endeavours.

#CWG2026”