શેર
 
Comments

 

Shri Modi is determined to eradicate malnutrition (Part-1)

નવી દિલ્હીમાં વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી ભાવ વધારા અંગેની કોર ગૃપની બેઠકમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને આવશ્યક ચીજવસ્તુઓ અને ગ્રાહક-જનતાના સંબંધિત ભાવોને લગતા વિષયો અંગે એક કાર્યકારી ગૃપની રચના કરવામાં આવી હતી. જેના અન્ય સભ્યોમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તામિલનાડુના મુખ્યમંત્રીશ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ દોઢ મહિનામાં તેનો અહેવાલ આપશે.

ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ અન્ન સુરક્ષા ઉપરાંત પોષક આહારની જરૂરિયાતને આવશ્યક ચીજવસ્તુઓમાં સમાવવાનો ખાસ અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ દેશના પ૦૦ જેટલા શહેરોને આવરી લેતી શહેરી ઘનકચરા વ્યવસ્થાપનમાંથી ખાતરો બનાવવાની રાષ્ટ્રિય ઝૂંબેશ ઉપાડવા ઉપર ભાર મૂકયો હતો અને ફર્ટિલાઇઝર કંપનીઓ દ્વારા તેનો વેચાણ પ્રબંધ કરવા સૂચવ્યું હતું. તેમણે શહેરી ગંદા પાણીનું શુધ્ધિકરણ કરીને તેને ખેત ઉત્પાદનની પ્રક્રિયામાં વાપરવા માટે પણ પ્રેરક સૂચન કર્યું હતું. આના પરિણામે શહેરોમાં પર્યાવરણ શુધ્ધ થશે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ખાદ્યાન્ન અને સંલગ્ન ચીજવસ્તુઓ જે આમજનતાના વપરાશ માટે ઉપયોગમાં લેવાય છે તેને વાયદા બજારમાંથી મૂકત રાખવા અનુરોધ કર્યો હતો.

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબીરેખા નીચે નિર્વાહ કરતા (BPL) પરિવારો માટે (૧) જીવન રક્ષા કાર્ડ અને (ર) જીવન ધોરણ સુધારણા કાર્ડ એવાં બે નવતર અલાયદા કાર્ડ માટે ભારપૂર્વક સૂચન કર્યું છે.

વડાપ્રધાનશ્રી ડો. મનમોહનસિંહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં મળેલી જીવન આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધારા અંગેની કોર ગૃપની પ્રથમ બેઠકમાં વિધેયાત્મક સૂચનો કરતાં મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, જીવનરક્ષા કાર્ડ આવા ગરીબ પરિવારોને અન્ન સુરક્ષા તથા જીવન ધોરણ સુધારણા કાર્ડ કેન્દ્ર અને રાજ્ય સરકારોની વિવિધ કલ્યાણ સહાય યોજનાઓના લાભ મેળવવા માટે અત્યંત ઉપકારક પૂરવાર થશે.

ગરીબી રેખા નીચે નિર્વાહ કરતા બી.પી.એલ. પરિવારો માટે બે અલગ-અલગ પ્રકારના આવાં કાર્ડને પરિણામે ગરીબ પરિવારોને અન્ન સલામતી સુરક્ષા તો પ્રાપ્ત થશે જ તે ઉપરાંત જીવન સુધારણા કાર્ડ દ્વારા સમાજના વંચિત વર્ગ સમુદાયોને આવાસ, સેનિટેશન, આરોગ્ય વિમા સુરક્ષા, સ્વરોજગારી તથા અન્ય યોજનાકીય લાભ પણ સરળતાથી મળી રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ બેઠકમાં એવો પણ નિર્દેશ કર્યો હતો કે, લક્ષિત લાભાર્થીઓ માટે જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરતી વેળાએ કેન્દ્ર સરકારે જે તે રાજ્ય એ ઇસ્યૂ કરેલા ગરીબી રેખા નીચે નિર્વાહ કરતા પરિવારો માટેના બી.પી.એલ. કાર્ડની સંખ્યા પણ ધ્યાનમાં લેવી જોઇએ જેથી જે તે રાજ્યોના ગરીબ પરિવારોની સંખ્યા અને તેમના માટેના પૂરવઠામાં કોઇ વિસંગતતા કેન્દ્ર-રાજ્ય વચ્ચે ન સર્જાય. આ સંદર્ભમાં ગુજરાતના ૩૪ લાખ બી.પી.એલ. પરિવારો માટે ખાદ્યાન્ન અને અન્ય આવશ્યક પૂરવઠો પૂરો પાડવાની રાજ્યની દરખાસ્ત કેન્દ્ર સરકાર સમક્ષ પડતર છે તેનો પણ મુખ્યમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે બી.પી.એલ.ની આ યાદી કેન્દ્ર સરકારે સત્વરે મંજૂર કરવી જોઇએ.

આવશ્યક ચીજવસ્તુઓના ભાવવધારા અંગેની રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ અને કેન્દ્રીય મંત્રીશ્રીઓના કોર ગૃપની વડાપ્રધાનશ્રીના નિવાસસ્થાને ડો. મનમોહનસિંહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં મળેલી પ્રથમ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ અનેક મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતાં.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ સૂચવ્યું કે કેન્દ્ર સરકારે ખાદ્યાન્ન, દાળ-કઠોળ, ખાંડ અને અન્ય ચીજવસ્તુઓની પર્યાપ્ત સતત ઉપલબ્ધિનું મોનિટરીંગ માટેનું મિકેનિઝમ ઊભું કરવું જોઇએ તથા આવી ચીજવસ્તુઓની યોગ્ય ભાવ બાંધણી પણ સુનિશ્ચિત કરવી જોઇએ. જો ભાવ બાંધણી કરતાં ભાવ વધારો થાય તો તેવી સ્થિતિમાં ભારત સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત સૌને પરવડે તેવા ભાવે ચીજવસ્તુઓનો લઘુતમ જથ્થો વિતરીત થાય તેવું સુદ્રઢ આયોજન કરવાની આવશ્યકતા તેમણે સમજાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારો અમલમાં મૂકવાની જરૂરીયાત સમજાવતા જણાવ્યું કે આ ધારામાં (પોલીસીમાં) એવું આંતરિક મિકેનિઝમ જ હોવું જોઇએ કે, રાહતદરે આયાત થતી ચીજવસ્તુઓમાંથી મળતા લાભ સામાન્ય માનવી સુધી પહોંચવા જોઇએ, કમનસીબે પ્રર્વતમાન વ્યવસ્થામાં આ લાભ માત્ર આયાતકાર સુધી જ સિમિત રહે છે. જીવન આવશ્યક ચીજવસ્તુઓના આ તીવ્ર ભાવ વધારાએ સામાન્ય માનવી જ નહિં ખેડૂતો તેમજ પશુધનને પણ વ્યાપક અસર પહોંચાડી છે તેમ પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉમેર્યું હતું.

Shri Modi is determined to eradicate malnutrition (Part-2)

મુખ્યમંત્રીશ્રીએ લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થાતંત્રમાં મહિલાઓની મહત્તમ સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાની હિમાયત કરી હતી. તેમણે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાની કાર્યપ્રણાલિનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો અને શહેરી ગરીબોને કલ્યાણ યોજનાના લાભો યોગ્ય સ્વરૂપમાં પહોંચાડવા એક સમિતિની રચના કરવા પણ સૂચન કર્યું હતું.

મોંઘવારીના પડકાર સામે લાંબાગાળાની વ્યૂહ રચનાના પ્રેરક સુચનો કરતાં મુખ્યમંત્રીશ્રીએ કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવાના મહત્વપૂર્ણ નવીનત્તમ પગલાંઓ લેવા પર ભાર મૂકયો હતો. આવશ્યક ચીજવસ્તુ ધારો ૧૯પપ અને કાળાબજાર નિયંત્રણ કાનૂન (PBM) એકટ ૧૯૮૦ની કાયદાકીય બાબતોને વધુ મજબૂત-સુદ્રઢ કરવાની જરૂરિયાત તેમણે સમજાવી હતી. ગુજરાત સરકારે કાળાબજાર અને સંગ્રહખોરી ડામવા માટે છેલ્લા સવા વર્ષમાં ૬૦ જેટલા પી.બી.એમ. કેસ કરીને ગુનેગારોની જેલોમાં કરેલી અટકાયતની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીએ આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળના કેસો ચલાવવા ભારત સરકારને ખાસ અદાલતો સ્થાપવા તથા રાજ્ય સરકારોને આવા યોગ્ય સત્તાધિકારો આપવાની હિમાયત કરી હતી.

પડતર જમીનનો વિકાસ એ ભાવ વધારા નિયંત્રણ માટે મહત્વનું પરિબળ પૂરવાર થઇ શકે છે તેનો નિર્દેશ આપતાં મુખ્યમંત્રીશ્રીએ કૃષિ ઉત્પાદન વધારવા માટે પડતર જમીન વિકાસની ઉપયોગિતા-મહત્વ સમજાવ્યા હતાં.

મુખ્યમંત્રીશ્રીએ તેમના નેતૃત્વમાં ભારત સરકારે દેશમાં પડતર જમીનના ઉપયોગ માટેની ભલામણો અંગે રચેલી સમિતિનો પણ આ સંદર્ભમાં ઉલ્લેખ કર્યો હતો અને આ સમિતિએ તેનો અહેવાલ કેન્દ્રને સુપરત કર્યો હોવા છતાં આ ભલામણો પરત્વે કોઇ કાર્યવાહી થઇ નથી તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ભારત સરકારને મોટા પ્રમાણમાં રહેલી પડતર-વણવપરાશી જમીનોને પબ્લીક પ્રાયવેટ પાર્ટનરશીપ મોડેલ દ્વારા ખેતીવિષયક ઉપયોગ માટે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. આ નવતર અભિગમ કૃષિ ઉત્પાદન વૃધ્ધિ અને સુધારણા ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રોમાં મોટાપાયે રોજગારી નિર્માણમાં પણ ઉપકારક નિવડી શકે તેમ છે તેમ તેમણે જણાવ્યું હતું. ભારત સરકારે આ સૂચન ધ્યાને લઇને પડતર ભૂમિ વિકાસ માટેની દેશવ્યાપી યોજના ઘડવી જોઇએ તેવો અનુરોધ પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.

પડતર ભૂમિ વિકાસ ઉપરાંત જળવ્યવસ્થાપનને પણ કૃષિ ઉત્પાદન વૃધ્ધિનું અન્ય એક મહત્વનું પાસું ગણાવતાં મુખ્યમંત્રીશ્રીએ નદીઓના આંતર જોડાણની જરૂરિયાત પર બળ આપ્યું હતું. આ સંદર્ભમાં ગુજરાતે ર૧ નદીઓનું આંતર જોડાણ અને વોટર રીવરગ્રીડ-કમ-કેનાલના નેટવર્કની સર્વપ્રથમ સફળતાપૂર્વક પહેલ કરીને સમગ્ર દેશમાં રોલ મોડેલ (નમૂના રૂપ) દ્રષ્ટાંત પૂરૂં પાડયું છે તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો. ભારત સરકારે આ બાબતે સમગ્ર દેશમાં પહેલ કરવાનો સમય હવે પાકી ગયો છે તેની આવશ્યકતા પણ મુખ્યમંત્રીશ્રીએ સમજાવી હતી.

ગુજરાત સરકારની કૃષિ વિકાસની સિધ્ધિઓને પથદર્શક ગણાવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતે ૧૦મી પંચવર્ષિય યોજનામાં ૯.૬ ટકાનો સાતત્યપૂર્ણ કૃષિ વૃધ્ધિ દર હાંસલ કરી બતાવ્યો છે અને રાજ્ય સરકારે અનાજની પેદાશોમાં ૮૧ ટકા અને કપાસની પેદાશોમાં ૩૦૦ ટકાની ઉત્પાદન વૃધ્ધિ છેલ્લા પાંચ વર્ષમાં મેળવી છે. રાજ્ય સરકારની કૃષિ વ્યૂહ રચના અને કૃષિઉત્પાદનને અસરકર્તા મહત્વના તમામ ક્ષેત્રોમાં ગુણાત્મક સુધારાનું ધ્યાન કેન્દ્રીત કરીને આ સિધ્ધિ મેળવવામાં આવી છે. કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાતે મેળવેલી આ સિધ્ધિઓ પાયાના આયોજનથી હાંસલ કરવામાં આવી છે અને તેના આધાર ઉપર રાષ્ટ્રિયસ્તરે સાતત્યપૂર્ણ કૃષિવિકાસ માટેની લાંબાગાળાની નીતિઓ નક્કી થવી જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કૃષિવિકાસની હરણફાળમાં મહત્વના પરિબળ તરીકે જળવ્યવસ્થાપન અભિયાનો, ડ્રીપઇરીગેશન, જ્યોતિગ્રામ યોજના અને કૃષિમહોત્સવના નવા આયામોની રૂપરેખા આપી અને જણાવ્યું કે દરવર્ષે ચોમાસા પહેલાં કૃષિમહોત્સવ યોજવાનું અને તે પૂર્વે જળસંચય-જળવ્યવસ્થાપન માટે સામૂહિક જનભાગીદારી પ્રેરિત કરવાનું ગુજરાતે નવતર જનઆંદોલન ઉપાડયું છે. આ સુગ્રથિત આયોજનની ફલશ્રુતિએ રાજ્યમાં ૧,૭૬,૦૦૦ કરતાં વધુ ચેકડેમ, ૨,૪૧,૦૦૦ જેટલી ખેતતલાવડી, પ૬૦૦૦ ઉપરાંત બોરીબાંધ, પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપથી મિશન મોડમાં અપનાવીને ખરીફ પાકોની સિંચાઇ માટે ટેકારૂપ જળવ્યવસ્થાપન વ્યવસ્થા ઉભી કરી છે. કેન્દ્ર સરકારે આ પ્રકારના જળસંચય-જળસિંચન અભિયાનો માટે તમામ રાજ્યોને નાણાંકીય સહાય પૂરી પાડવી જોઇએ તેવો અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.

ગુજરાતે કુપોષણ સામે જંગ આદરીને રાજ્યના ૩૪ લાખ ગરીબ પરિવારોને સોયાયુકત ફોર્ટિફાઇડ આટો બે રૂપિયે પ્રતિકિલોનું વિતરણ કરવાની આગવી પહેલ કરી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી અને જણાવ્યું કે રૂા. ર૦૦ કરોડનો બોજ વહન કરીને ગુજરાત સરકાર બી.પી.એલ. પરિવારો અને અંત્યોદય યોજનાના લાભાર્થીઓને પોષણક્ષમ સોયાયુકત ફોર્ટિફાઇડ આટો આપે છે.

Pariksha Pe Charcha with PM Modi
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Oxygen Express trains so far delivered 2,067 tonnes of medical oxygen across India

Media Coverage

Oxygen Express trains so far delivered 2,067 tonnes of medical oxygen across India
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 6 મે 2021
May 06, 2021
શેર
 
Comments

PM Narendra Modi reviews various aspects of the COVID-19 response in the states and districts

India is on the move under the leadership of Modi Govt