"The Yatra of these Shaktipeeths manifest the unity of Bharat Mata: Shri Narendra Modi"
"Shri Modi spoke of the need to take initiatives that will boost the tourism industry in Ambaji"
"Shri Modi spoke of how one should make the most of latest technology and innovation to cash in on the growth prospects of every spiritual destination"
"The 51 Shaktipeeths at Ambaji is a first-of-its-kind initiative that gives every devout a unique opportunity to visit all the sacred 51 Shaktipeeths of the Indian subcontinent at Goddess Bhagwati’s abode at Gabbar Hill"

 

જગતજનની અંબામાના મંદિરમાં ભકિતભાવથી દર્શન કરી આદ્યશકિતના આશીર્વાદ મેળવતા નરેન્દ્ર ભાઇ મોદી

પ૧ શકિતપીઠની પ્રાણપ્રતિષ્ઠાોનો દિવ્યા મહોત્સવ સંપન્ન

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ગબ્બરપરિક્રમા સ્થળનો ઉપર પ૧-શકિતપીઠ સંકુલમાં યજ્ઞ-પૂજા કરી

ભારતની સાંસ્કૃતિક વિરાસતના યાત્રાતીર્થો- યાત્રાનો મહિમા અને પ્રવાસન વિકાસને જોડવાની ઉપેક્ષા ભારત સરકારે કરી છે

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ અંબાજી યાત્રાધામમાં પ૧ શકિતપીઠના પ્રાણપ્રતિષ્ઠા્ મહોત્સવમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારતની ભવ્ય સાંસ્કૃ્તિક વિરાસત સમા તીર્થધામો, યાત્રાનો મહિમા અને પ્રવાસન માધ્યમના વિકાસની ઉપેક્ષા થઇ છે. આ ત્રણેના વિકાસનું આયોજન કરીને ભારતના અર્થતંત્રને મોટી શકિત પ્રદાન કરી શકાય એમ છે પણ ભારત સરકાર આ અંગે ઉદાસિન રહી છે.

ભારત વર્ષની આધ્યાત્મિ્ક આદ્યશકિત વિરાસતની એકાવન શકિતપીઠ અંબાજી યાત્રાધામના ગબ્બર પરિક્રમા ઉપર પ્રસ્થાપિત કરવાનું ભવ્ય પ્રકલ્પ નિર્માણ સંપન્ન થતા શકિતપીઠ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આજે યોજવામાં આવ્યો હતો.

ambaji-130214-in1

ગબ્બર પરિક્રમાના ત્રણ કીલોમીટર પરિસરમાં આ એકાવન શકિતપીઠમાં પ્રાણ-પ્રતિષ્ઠાવિધિ વેદોકત પરંપરા અનુસાર યજ્ઞ-હવન સાથે સંપન્ન થઇ હતી. શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીએ શકિતપીઠોની હવન-પૂજાવિધિમાં જગદમ્બાના દર્શન કર્યા હતા.

જગતજનની અંબાજી મંદિરમાં ભકિતભાવથી પૂજા દર્શન કરી મુખ્યનમંત્રીશ્રીએ શકિતપીઠ પ્રાણપ્રતિષ્ઠાી મહોત્સદવમાં ઉમંગ-ઉત્સા હથી ઉમટેલા દેશ-વિદેશના વિશાળ ભાવિક સમૂદાયનું અભિવાદન કર્યું હતું.

ભારત એવી સાંસ્કૃતિક વિરાસત છે જ્યાં નારીશકિત ભગવાન તરીકે પૂજાય છે તેનો મહિમા મંડિત કરતા શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું કે ૧૭ રાજ્યો અને ૬ દેશોમાં મળી પ૧ શકિતપીઠ સ્થા‍પિત છે અને કોઇપણ ભાવિક-યાત્રાળુ માટે બધી જ શકિતપીઠના દર્શન કરવાનું સરળ નથી અને તેથી જ શકિતપીઠોના મૂળ સ્થા પત્ય અને ધાર્મિક-આધ્યાત્મિક પરંપરા સાથે પૂજા-પાઠના ભકિત અને સાત્વિકતાના ભાવ સાથે અંબાજીમાં આ પવિત્ર કાર્ય કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે.

જગત જનની મા અંબા આસુરી શકિતઓને પરાસ્ત કરે અને જન-જનનું કલ્યાણ કરે એવા ભકિતભાવથી આ શકિતપીઠ પવિત્ર યાત્રાતીર્થ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યરકત કર્યો હતો.

ambaji-130214-in3

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં યાત્રાતીર્થોના મહિમાને ગૌરવશાળી રાખવાની સાથે પ્રવાસન જોડીને ગરીબોને રોજગારી આપવાનો અભિગમ રાજ્ય સરકારે હાથ ધર્યો છે તેની વિગતો આપી જણાવ્યું કે અંબાજીમાં આદિવાસીઓને રોજગારીના અવસરો પૂરા પાડવાના સફળ પ્રયાસ કર્યા છે.

સવાસો કરોડ યાત્રિકોને મન યાત્રાનો મહિમા અનેરો છે અને યાત્રાના માધ્યમથી પ્રવાસન વિકસાવીને ભારતના અર્થતંત્રને શકિતશાળી બનાવી શકાય છે પરંતુ આ દેશના શાસકોએ એની ધર્મનિરપેક્ષતાની નીતિને વિકૃત કરીને આ યાત્રાતીર્થો, યાત્રાનો મહિમા અને પ્રવાસનની ઉપેક્ષા કરી છે. સવા સો કરોડ દેશવાસીઓની શ્રધ્ધાના કેન્દ્રો એવા યાત્રાધામોની ઉપેક્ષા કરીને દેશના આર્થિક શકિત અને પ્રવાસન  રોજગારીના અવસર ગુમાવી દીધા છે. મકકા મદિનાના વિકાસથી ત્યાંના અર્થતંત્રનું સશકિતકરણ થયું છે પણ આપણે આપણી સાંસ્કૃતિક વિરાસતનું ગૌરવ, યાત્રાતીર્થોની માળખાકીય સુવિધાના આધુનિક વિકાસ કે પ્રવાસન પ્રવૃત્તિના અર્થવ્યવસ્થાપનની ઉપેક્ષા કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.

યાત્રાતીર્થ સાથે પ્રવાસન વિકાસ જોડીને યાત્રિકો તીર્થક્ષેત્રોમાં રાત-વિશ્રામ તેવું આયોજન ગુજરાત કરી રહયું છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

નાણાં અને આરોગ્ય મંત્રીશ્રી અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે પ્રાસંગીક પ્રવચનમાં અંબાજી તીર્થસ્થાાન કરોડો માઇભકતોની શ્રધ્ધાનું પવિત્ર કેન્દ્ર સ્થાન છે ત્યારે અંબાજી ખાતે તમામ પ૧ શકિતપીઠોનું નિર્માણ થતાં શ્રધ્ધાળુઓને દર્શનનો લાભ મળશે. તેનો આનંદ વ્યકત કર્યો હતો.

ambaji-130214-in2

મંત્રીશ્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સુશાસનમાં રાજ્યમાં સર્વાંગી, સમતોલ અને વિક્રમજનક વિકાસ થયો છે તેનાથી લોકોની આવક અને સુખાકારીમાં ખુબ સારો વધારો થયો છે. તેમણે યાત્રાધામો પ્રવાસન પ્રવૃત્તિના કેન્દ્ર બનાવવા સાથે જ રાજ્યની વિકાસકૂચની જાણકારી પણ આપી હતી.

પ્રવાસન રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દેશની પ૧ શકિતપીઠોના અંબાજી ખાતે એક સાથે દર્શનની સુવિધા શ્રધ્ધાળુઓ માટે ઉભી થઇ છે. માત્ર દેશના જ નહીં વિશ્વ આખાના શ્રધ્ધાળુઓ માટે હવે ગુજરાત મુલાકાતનું કેન્દ્ર બનશે, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

અંબાજી ખાતે અત્યાર સુધીમાં રૂા. ૧ર૦ કરોડના ખર્ચે સુવિધાના કામો હાથ ધરાયા છે અને રૂા. ૧૦૮ કરોડના કામો હાથ ધરાનાર છે. તેની રૂપરેખા સાથે યાત્રાધામ વિકાસના સમગ્રતયા આયોજનની ભૂમિકા તેમણે આપી હતી.

રાજ્યમંત્રીઓ શ્રી પરબતભાઇ પટેલ, લીલાધરભાઇ વાઘેલા તથા ધારાસભ્ય‍ શ્રી શંકરભાઇ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી જે. જી. હિંગરાજીયાએ આભારદર્શન કર્યું હતું. આ પ્રસંગે સંતો-મહંતો, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, શ્રધ્ધાળુઓ વગેરે મોટીસંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

Shri Modi spoke of the need to take initiatives that will boost the tourism industry in Ambaji ambaji-130214-in4

ambaji-130214-in5

ambaji-130214-in6

ambaji-130214-in7

ambaji-130214-in8

ambaji-130214-in13

Shri Modi spoke of the need to take initiatives that will boost the tourism industry in Ambaji

Shri Modi spoke of the need to take initiatives that will boost the tourism industry in Ambaji

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
AMFI Data: Mutual fund SIP inflows surge to record Rs 31,002 crore in December

Media Coverage

AMFI Data: Mutual fund SIP inflows surge to record Rs 31,002 crore in December
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister highlights the unmatched energy and commitment of India’s youth
January 10, 2026
PM to Address Young Leaders at ‘Viksit Bharat Young Leaders Dialogue’ on 12 January

Highlighting the spirit and determination of India’s young generation, the Prime Minister, Shri Narendra Modi today expressed enthusiasm to engage with the nation’s youth at the upcoming Viksit Bharat Young Leaders Dialogue.

The Prime Minister underscored that India’s youth, with their unmatched energy and commitment, are the driving force behind building a strong and prosperous nation. The dialogue will serve as a platform for young leaders from across the country to share ideas, aspirations, and contribute to the vision of Viksit Bharat.

Responding to a post by Shri Mansukh Mandaviya on X, Shri Modi stated:

“अद्भुत जोश और बेमिसाल जज्बे से भरी हमारी युवा शक्ति सशक्त और समृद्ध राष्ट्र के लिए संकल्पबद्ध है। विकसित भारत यंग लीडर्स डायलॉग में देशभर के अपने युवा साथियों से संवाद को लेकर बेहद उत्सुक हूं। इस कार्यक्रम में 12 जनवरी को आप सभी से मिलने वाला हूं।”