મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે સંસ્કારધામ સંચાલિત ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કુલના ૬૦ વિદ્યાર્થીઓના જૂથે વિધાનસભામાં શુભેચ્છા મૂલાકાત લીધી હતી.આ વિદ્યાર્થીઓએ શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે વિવિધ વિષયો ઉપર પ્રશ્નોત્તરી કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રમત-ગમત અને કોમ્પ્યુટર - ટેકનોલોજીના કૌશલ્ય સાથે જ્ઞાન-વિજ્ઞાનના શિક્ષણનો મહિમા સમજાવ્યો હતો. આ વિદ્યાર્થીઓએ વિધાનસભા ગૃહની કાર્યવાહી પણ નિહાળી હતી.






