તેલંગણાની રચના- લડત અને માર્ગ આગળ પણ છે

 

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, તેલંગાણાની અલગ રાજ્ય તરીકેની જાહેરાતને તેલંગાણાની પ્રજા શક્તિનો વિજય ગણાવ્યો છે… તેલંગાણાની અલગ રાજ્ય તરીકેની જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા મુખ્ય મંત્રીશ્રીનો બ્લોગ અક્ષરસ: આ પ્રમાણે છે…

આંધ્રપ્રદેશના વિવિધ વિસ્તારોના રહેવાસી મારા ભાઇઓ અને બહેનો,

નમસ્કારમ! 11મી ઑગષ્ટના રોજ હૈદરાબાદ ખાતે યોજાનારી નવભારત યુવા ભેરી પબ્લિક રેલીમાં આપની સાથે વાર્તાલાપ માટે હું આતુર છું.

હૈદરાબાદ ખાતેની આ પબ્લિક મીટીંગ દરમ્યાન, હું મારા તેલંગણાના વિભાજનના મુદ્દાની સાથે-સાથે આંધ્રપ્રદેશના તમામ વિસ્તારોને દર્શાવનારા નકશા પ્રત્યેની આપની નિસ્બત અંગે મારા વિચારો રજૂ કરવાનું ઇચ્છી રહ્યો હતો.

અલબત્ત, ઘટનાઓની આ હારમાળા વચ્ચે કોંગ્રેસ પાર્ટી જે કામ છેલ્લા 9 વર્ષોથી કરવા કતરાતી હતી તેમણે ઓવરટાઇમ કરીને રાતોરાત તેલંગણા અંગેનો આ નિર્ણય લઇ લીધો. તે નિર્વિવાદસભર તથ્ય છે કે કોંગ્રેસ પાર્ટી અલગ તેલંગણા રાજ્યની રચના અંગેના તેમના આચરણ પર પારદર્શક કે સ્પષ્ટ નથી. તેથી, એક પાર્ટી અને એક સરકાર જેણે તેલંગણા મુદ્દે લોકોનો દ્રોહ કર્યો હતો અને આ મુદ્દે હાલના સમયગાળામાં તેના પર ભાગ્યે જ વિશ્વાસ મૂકી શકાય.

You can read the Telugu translation of Shri Modi's letter to the people of Andhra Pradesh

તેને અનુરૂપ તે તથ્ય છે કે તેલંગણા અલગ રાજ્ય નિર્માણના ટેકામાં ભાજપ પ્રતિસાદ આપનાર અને પારદર્શક રહ્યું છે.

નાના-નાના રાજ્યો અંગે જેનો ઇતિહાસ પ્રભાવશાળી રહ્યો હોય તેવી એકમાત્ર પાર્ટી ભાજપ છે. તે આપને યાદ જ હશે કે શ્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે તેના શાસનકાળ દરમ્યાન વર્ષ 2000માં ત્રણ નવા રાજ્યો છત્તીસગઢ, ઉત્તરાખંડ (તે સમયે તેને ઉત્તરાંચલ તરીકે ઓળખવામાં આવતું હતું) તેમજ ઝારખંડ ની રચના કરી અને આ વિસ્તારોના લોકોને તેના ઉચ્ચારણમાં નવી આશાનું કિરણ પુરૂં પાડ્યું હતું.

મિત્રો, આ જ કોંગ્રેસ પાર્ટીએ વર્ષ 2004માં તેલંગણા મુદ્દે વચન આપીને વિજય મેળવ્યો હતો, તેણે છેલ્લા નવ-નવ વર્ષોથી લોકોની લાગણીઓ સાથે ઉપહાસકારક રમતો રમી છે. હવે, જ્યારે આ દેશના લોકોને ફરીથી મતદાન કરવાના થોડાક જ માસ બાકી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી તેલંગણાની જાહેરાત કરવા ધસી આવી છે. જે કોંગ્રેસની ગંભીરતા અને મનસૂબા અંગેની ગંભીર સંડોવણી છતી કરે છે.

વર્ષ 2004 અને 2009માં ડૉ. વાય. એસ. રાજાશેખર રેડ્ડીના નેતૃત્વ હેઠળ આંધ્રપ્રદેશમાં બહોળો વિજય મેળવ્યા બાદ, કોંગ્રેસે આ રાજ્યમાં તેના ભૂતપૂર્વ મુખ્યમંત્રીના નિધન બાદ તેની પીઠ ફેરવી લીધી હતી. ત્યારબાદ ડિસેમ્બર 2009માં ગૃહમંત્રી શ્રી પી. ચિદમ્બરમે તેલંગણાને અલગ રાજ્ય બનાવવાની પ્રક્રિયાની શરૂઆતને અવિચારી રીતે પરત ખેંચી લીધી હતી. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીએ સમયાનુસાર તેલંગણા મુદ્દે અન્ય એક સમિતીની રચનાની બૂમરાણ મચાવી. પરંતુ વહીવટ, રાજકીય હિંસા અને તેલંગણાના યુવાનોની આત્મહત્યાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓમાં ખરાબ રીતે તેનો ધબડકો થયો. તે દરમ્યાન આંધ્રપ્રદેશની શાસન વ્યવસ્થા મંદ પડી.

હાલના સમયમાં કોંગ્રેસ અને યુપીએ સરકારના ઉદ્દેશ્યો કેટલા વાસ્તવિક છે તે અંગે જ્યારે આપણે તેલંગણા મુદ્દે કોઇ ચળવળને આવકારીએ ત્યારે ફરીથી બોલીશું.

હું કોંગ્રેસ પાર્ટી અને યુપીએ સરકારના નેતાઓને નીચે દર્શાવેલા પ્રશ્નો પુછવા ઇચ્છુ છું.

પ્રશ્ન 1- તેલંગણા મુદ્દે જ્યારે જુદી-જુદી દિશાઓમાંથી બોલવામાં આવતી બાબતો વચ્ચે આપની ખુદની પાર્ટી, આપની સરકાર અને ગઠબંધનની તમામ પાર્ટીઓમાં સર્વસંમતિ બાબતનું આપનું હોમવર્ક ક્યાં છે?

પ્રશ્ન 2- બે રાજ્યોની સીમાઓ પર વહેંચાયેલા વિશિષ્ટ પાટનગર તરીકે આવેલું શહેર, હૈદરાબાદ તેલંગણામાં તેનો વધુ હિસ્સો સ્થિત હોવા છતાં વહેંચણી પામેલું પાટનગર તરીકે રાખવામાં આવ્યું. તેથી જોકે ટૂંકો સમયગાળો હોવાથી પાટનગરની વહેંચણીનો આ તર્ક વાજબી જણાતો નથી. તેનાથી વ્યવસ્થાકીય મુશ્કેલીઓનો અવકાશ રહે છે.

તેથી, એક રાજ્ય માટે તેની મર્યાદાઓમાં ન આવતું હોય કે તેની સીમાઓમાં ન આવતું હોય તેવા શહેરને પાટનગર તરીકે વિક્સાવવું કેટલું વ્યવહારિક છે?

પ્રશ્ન 3- તેલંગણાના આ નિર્ણયને આવકારવા આંધ્રપ્રદેશ અને રયાલસીમાના લોકોના મનના કેવા રચનાત્મક માપદંડોને તમે અમલમાં લીધાં? તમે તેમના મંડળની રચના અને તેમની ચિંતાઓના શમન માટે કેવી બાંહેધરી પુરી પાડી હતી? લોકોમાં સર્વસંમતિનું નિર્માણ કરવા આપણા સર્વે પાસે એક ટેકનિકલ પ્રક્રિયા હોય છે, તેને અનુસંધાને આપનો પોલિટીકલ રોડમેપ ક્યાં છે?

પ્રશ્ન 4- તેલંગણાના લોકો કે જેઓ આપના અનેક વિશ્વાસઘાત કે આપ ફરી એક વખત તેમને સવારી કરાવશો, તેનાથી ગંભીર માનસિક આઘાત ભોગવી રહ્યાં છે તેમના માટે આપે પ્રતિબદ્ધતાની શું તૈયારી દર્શાવી છે?

પ્રશ્ન ૫ : તેલંગણાના ઘણા યુવાનોએ આત્મહત્યા કરી છે. હૈદરાબાદે મૂડીરોકાણના સ્થાન તરીકે ઘણુ સહન કર્યુ છે જેના કારણે આન્દ્રપ્રદેશ રાજ્ય ખરાબ સ્થિતીમા સપડાયેલુ છે. જે રાજ્યને પહેલા ભારતમાં ચોખાનો ઘડો તરીકે ઓળખવામા આવતુ હતુ તેમા કૃષિક્ષેત્રે થયેલા વિનાશને કારણે ઘણા ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

હકીકતમાં એવુ છે કે કોંગ્રેસ પક્ષે આન્દ્રપ્રદેશના લોકોને મળવાની બદલે તેની કમિટી, તેના રિપોર્ટૅ તેમજ તેની નકામી ચર્ચા વિચારણા પાછળ સમય વેડફ્યો છે. હકિકત તો એ છે કે આન્દ્રપ્રદેશે વર્ષ ૨૦૦૪ અને ૨૦૦૯ મા સૌથી વધારે કોંગ્રેસના સંસદસભ્યો આપ્યા હોવા છતા કોંગ્રેસ પ્રેસિડેન્ટે કે વાઇસ પ્રેસિડેંન્ટે કોઇ પણ પ્રકારના પગલા ભર્યા નથી. શુ કોંગ્રેસ આગેવાનોએ તેમની રાજકીય વર્તણુકને અનૂરૂપ હોય તે રીતે આન્દ્રપ્રદેશના લોકો જોડે ખરાબ વર્તન કરવા બદલ માફી ન માંગવી જોઇએ?

આન્દ્રપ્રદેશના દરેક વિસ્તારના નકશા માટે ભાજપના સિધ્ધાંતો

અમે તેલંગણાને એક રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવા માટેની અમારી પ્રતિબધ્ધતાને ટેકો આપીએ છીએ. અમે એવુ વિચારીએ છીએ કે નકશો એવો હોય કે વિસ્તારના બધા લોકોને સરળતાથી માર્ગ મળે. કોઇ એક વિસ્તારમા રાજ્યની સ્થાપના કરવા માટે બીજા વિસ્તારને ખર્ચો થાય તેવુ ન કરવુ જોઇએ.

અમે એવુ વિચારીએ છીએ કે આપણને આન્દ્રપ્રદેશ વિસ્તારમા વિશાખાપટનમ, વિજયવાડા, ગુન્ટુર, વરાંગલ, કરીમનગર, ઓંગોલ, અનંતપુર કુર્નુલ તેમજ કાદપા જેવા મોટા શહેરોનો વિકાસ કરવાની તક મળી છે.

અમે સંવિધાનનુ આદર કરીએ છીએ કે જેને દરેક નાગરિકને હક આપ્યા છે. આન્દ્રપ્રદેશમા રહેતા દરેક લોકો, દરેક કુટુંબો, વેપારો તેમજ મિલકતોના રક્ષણ માટે ભાજપ તમામ જરૂરી પગલા ભરશે.

આન્દ્રપ્રદેશના અર્થતંત્રને ફરીથી જીવંત કરવા અમે પ્રતિબધ્ધ છીએ. કાયદો અને વ્યવસ્થા, રાજકિય સ્થીરતા અને ગતિશીલ કાર્યપધ્ધતિ અમારી પ્રાથમિકતા હશે. બીજેપી ખાતરીપૂર્વક નદીના પાણીને દરેક વિસ્તારમા પહોંચાડશે.

અમે દરેક વિસ્તારમા વિશ્વાસ અને હિંમતને પાછુ લાવવા માટે પ્રતિબધ્ધ છીએ. હવે વધારે રાજકિય રમતો કે દગાખોરી નહી જોવા મળે.

આ કદાચિત એવું પ્રથમ રાજ્ય ભાષા સ્તરે આધારિત વિભાજન પામશે. જે એક ભાવનાશીલ ક્ષણ છે.

હાલમાં આ રાજ્ય વિભાજન પામી રહ્યું હોવા છતાં પણ લોકલાગણીને માન આપીને શ્રી પોટ્ટી શ્રીરામુલુ કે જેમણે આંધ્રપ્રદેશના નિર્માણ માટે તેમના જીવનને સમર્પિત કરી દીધું હતું તેના માનમાં આવો આપણે સહુ શિશ ઝુકાવીએ. તેમની યાદગીરીની પ્રેરણા લઇને આ તમામ વિસ્તારોના તેલુગુ લોકોની પ્રગતિ માટે આપણે આપણી જાતને કાર્યરત કરીએ.

આપનો,

 

 

નરેન્દ્ર મોદી

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Centre releases Rs 1.09 lakh crore tax devolution; Uttar Pradesh gets biggest share to accelerate development spending

Media Coverage

Centre releases Rs 1.09 lakh crore tax devolution; Uttar Pradesh gets biggest share to accelerate development spending
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.