"Media and Social Media give thumbs-up to Shri Modi’s speech at India Today Conclave"
"Have attended several India Today Conclaves, at none have I seen such a huge crowd waiting to get in: Economist Bibek Debroy"
"Never seen the high and mighty line up like this for any political speech: Noted intellectual Madhu Kishwar"
"The last time India embraced such a leader was when Atal Bihari Vajpayee, the son of a small town teacher, became Prime Minister. This time, it’s Modi, a small town boy from a humble family who has risen to the top because he not only preaches but also practices what he calls the ‘Modi Mantra’: Senior journalist Kanchan Gupta"
"If you are missing Shri Modi’s speech at the India Today Conclave, you are missing something of value. He is sharing correct ideas of National Development…totally out of the box thinking, which is generating development already in Gujarat: Dr. Kiran Bedi, former IPS Officer"
"Listening to Narendra Modi instills a hope of Swami Vivekananda’s vision of a strong India: Former Union Minister Shri Vijay Goel"
"Shri Modi’s speech broke establishment stereotypes and baffled Lutyens Delhi elite: Columnist Shashi Shekhar"
"India Today Conclave yet another occasion where the Idea of Modi, also called the Modi Mantra was showcased, effectively challenging the flawed Idea of India of the Congress: Kartikeya Tanna in Niti Central"

ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીનું નવી દિલ્હીમાં ઇન્ડીયા ટુડે કોન્કલેવમાં પ્રેરક આહ્‌વાન

લીડર્સ લેકચર્સ સિરીઝમાં ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીનું વિચારચિંતન સૌને મુગ્ધ કરી ગયું

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હી માં ઇન્ડી્યા ટુડે કોન્કિલેવના લીડર્સ લેકચર્સ સિરીઝમાં વિશાળ સંખ્યાશમાં ઉપસ્થિત દેશભરના અગ્રણીઓ-તજજ્ઞોને આહ્‌વાન કર્યું હતું કે, હવે દેશને કાયદા(એકટ)ઓની નહીં નક્કર કાર્યો (એકશન)ની જરૂરિયાત છે.

આ સંદર્ભમાં તેમણે ગુજરાતની વિકાસ યાત્રાની જવલંત સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિના મૂળમાં રહેલી પ્રાચીન વિચારધારાનો આધુનિક સંશાધનો સાથે સફળતાપૂર્વક વિનિયોગ કરીને ગુજરાતે મેળવેલી આ સિદ્ધિઓ આજે વિશ્વના આકર્ષણનું કેન્દ્ર બની ગઇ છે.

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉપલબ્ધ સંશાધનોનો ઉપયોગ કરીને વિકાસની નવી કેડી કંડારવાના ગુજરાતીપણાના ગૌરવનું દ્રષ્ટાંત આપતાં કહ્યું કે, જે સાધનો-વ્યાવસ્થા ઓ ઉપલબ્ધે છે તેનો મહત્તમ ઉપયોગ કરી, જે નથી તેના રોદણાં રોવાની માનસિકતામાંથી બહાર આવી જઇએ તો કશું જ અશકય નથી અને મર્યાદિત-ટાંચા સાધનો વચ્ચે પણ વિકાસ સાધીને સ્થિરતિ બદલી શકાય છે તે ગુજરાતે પુરવાર કર્યું છે.

રાષ્ટ્ર -દેશના વિકાસમાં જનશક્તિંના સામર્થ્યને જોડવાથી વિકાસની ગતિ-પ્રગતિમાં વેગ આવી શકે તેમ મુખ્યમંત્રીશ્રીએ સદ્રષ્ટાંત સમજાવ્યું હતું. તેમણે પ્રવર્તમાન રોજગાર ગેરંટી યોજના ‘‘મનરેગા''માં ગરીબ-ગ્રામીણ પરિવારોને જીવનનિર્વાહ માટે કામના કલાકો સામે વેતન આપવામાં આવે છે તેને બદલે આ જ યોજનાને વિકાસ બાંહેધરી યોજના તરીકે પ્રસ્તુીત કરી પ્રત્યેક ગરીબ-ગ્રામીણ પરિવારમાં આ યોજના દ્વારા માત્ર પોતાના જીવનનિર્વાહ માટે જ નહીં, રાષ્ટ્રના વિકાસમાં પણ તેમનો હિસ્સો છે તેવું સ્વા્ભિમાન જગાવી શકાય તેના અભિનવ વિચાર પ્રસ્તુત કર્યા હતા.

આપણી માનસિકતામાં બદલાવ લાવીને જ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થઇ શકશે તેવો વિશ્વાસ વ્યીકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ આ સંદર્ભમાં મંદિર નિર્માણના કાર્યમાં જોડાયેલા શ્રમિકોના એ કાર્યને જોવાની પોતાની ભિન્ન ભિન્ન માનસિકતાનું પ્રેરક ઉદાહરણ પણ આપ્યું હતું.

‘‘રાષ્ટ્રિને સરકારો નહીં, જનતા જનાર્દન જ સાચા માર્ગે બદલી શકે છે''

મુખ્ય મંત્રીશ્રીએ રાષ્ટ્રની આઝાદી માટે અલગ અલગ સમયે અનેક વ્યક્તિેઓએ ત્યાગ-બલિદાન આપ્યા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જયારે એ આંદોલનનું નેતૃત્વ લઇ દેશ બાંધવોને તેઓ જે કોઇ કાર્ય કરે છે તે રાષ્ટ્રહિત માટે કરે છે તેવો વિચાર આપ્યો ત્યારે આઝાદી જંગમાં એક નવી સમૂહ ચેતના શક્તિ ઉજાગર થઇ જેણે ભારતને ગુલામીની ઝંઝીરોમાંથી મુકત કરાવ્યું તેનો સંદર્ભ આપી સાંપ્રત સમયમાં પણ સરકારો નહીં, જનશક્તિ જ રાષ્ટ્ર ની શિકલ-સૂરત બદલી શકે છે તેવો વિશ્વાસ આપ્યો હતો. ગુજરાત આનું જીવંત ઉદાહરણ સૂજલામ સુફલામ કેનાલ યોજનામાં ખેડૂતો સાથે બેઠકો કરી તેમને જ વિવિધ પાસાંઓનો હવાલો સોંપી માત્ર બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરીને પુરું પાડયું છે, તેમ પણ શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ જણાવ્યું હતું.

‘‘લોકશાહી શાસન પ્રજા-લોકો અને સરકારો વચ્ચેરનું સંયોજન-સૂમેળ છે પરંતુ ગુજરાતમાં વિકાસ એ સંયોજિત પ્રયાસ છે'', એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતમાં વીજળીની સમસ્યા અંગે આંદોલનો કરતા ખેડૂતોને સાચી સ્થિંતિનો ખ્યાલ આપી તેમને વીજળીની નહીં, પાણીની જરૂરિયાત છે તેવી સમજણ આપતાં આજે ગુજરાતનો કિસાન વીજ આધારિત નહીં, સિંચાઇ-પાણી આધારિત ખેતી તરફ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે તેની વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

‘‘આપને જનતા જનાર્દન માટે કાર્ય કરવાની જરૂ છે, સરકારો માટે નહીં..''

‘‘આપને જનતા જનાર્દન માટે કાર્ય કરવાની જરૂ છે, સરકારો માટે નહીં'' એવો જનસેવાભાવ વહીવટી અધિકારીઓ-સત્તાધિશોના વર્તન-વ્યવહારમાં લાવવાની આવશ્યગકતા સમજાવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, બ્રિટીશ શાસનકાળમાં અધિકારીઓ રાજકર્તાઓને ખુશ રાખવા તેમની ખુશામત કરવા સારું પ્રજાને અન્યાય કરતાં ખચકાતા નહીં, પરંતુ હવે આઝાદ ભારતમાં લોકતાંત્રિક પ્રક્રિયામાં જનતા જ સર્વોપરિ હોવાથી જન અપેક્ષાની પૂર્તિ માટે કાર્યરત રહેવાની જરૂરિયાત અને અનિવાર્યતા અધિકારીઓએ સમજવાની જરૂર છે.

ગુજરાતના વહીવટીતંત્ર-અધિકાર શાહીમાં આ બદલવા લાવી વિકાસને નવતર મોડ આપી શકાય તો દેશમાં પણ કેમ નહિં? તેવો સવાલ ઉઠાવતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વર્તમાન સરકારો પોતાના શાસનકાળમાં લોકોને જે અધિકારો આપ્યો છે તેના ગાણાં ગાય છે. પરંતુ એ વાસ્તોવિકતાથી તેઓ નજર અંદાજ થઇ જાય છે કે ભારતના બંધારણે તેનાથી પણ અનેકગણા અધિકારો જનતા જનાર્દનને અગાઉથી આપેલા જ છે. આપણે હવે કાયદા(એકટ)ઓ નહીં કાર્યપદ્ધતિ(એકશન)-પરિણામલક્ષી અમલીકરણની જરૂર છે, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. આ સંદર્ભમાં શ્રી નરેન્દ્રાભાઈ મોદીએ જંગલમાં વાઘના શિકાર માટે વગર હથિયારે ગયેલા બે શિકારીઓએ વાઘ સામે આવતાં તેને પોતાના હથિયારનું લાયસન્સવ બનાવ્યું હતું તે માર્મિક વાતનો રમૂજ સહ ઉલ્લેખ કર્યો હતો.

‘‘સમસ્યા -ફરીયાદોનું નિરાકરણ જ લોકશાહીની મહાશક્તિગ છે''

જનસમસ્યાઓ-ફરીયાદોનું નિવારણ જ લોકશાહીની મહાશક્તિ છે તેનો ભારપૂર્વક ઉલ્લેખ કરતાં મુખ્ય્મંત્રીશ્રીએ ગુજરાતમાં પ્રજાજનોના પ્રશ્નો-સમસ્યાતઓના નિવારણ માટે સ્વાગત ઓન લાઇન જનફરીયાદ નિવારણ કાર્યક્રમમાં ગ્રામીણ કક્ષાએ પણ આમ આદમીને પોતાની ફરીયાદો તંત્રવાહકો સમક્ષ રજૂ કરી નિવારણ લાવવાનો અવસર કોમ્યુટર ટેકનોલોજીનો જનસેવામાં વિનિયોગ કરીને આપ્યો છે તેની સવિસ્તર વિગતો આપી હતી. જનશક્તિો તથા લોકોનું સશક્તિંકરણ કરીને જ સરકારના વિભાગોની કાર્યપદ્ધતિમાં જવાબદેહીનો અહેસાસ લાવી શકાશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યમાં બારકોડેડ-ડિઝીટાઇઝડ રેશનકાર્ડના ઉપયોગથી જાહેર વિતરણ વ્યવસ્થામમાં પણ ગેરરીતિ અને ક્ષતિઓ નિવારી શકાય છે તેનું ઉદાહરણ ગુજરાતે પુરું પાડયું છે, તેમ તેમણે જણાવ્યું હતું. એટલું જ નહીં, રાજ્યની સરહદો પરની આર.ટી.ઓ. ચેકપોસ્ટના વેરા વસુલાત બુથોના વહીવટમાં પારદર્શિતા અને કોમ્યુ છ ટરાઇઝડ ટેકનોલોજીની ફલશ્રુતિએ અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતમાં ર૦૦૦ કરોડ રૂપિયાની વેરા વસુલાત વૃદ્ધિ થઇ છે તેનો પણ તેમણે સગૌરવ ઉલ્લેખ કર્યો હતો.

‘‘વિચારોને સંસ્થા કીય સ્વ રૂપે વિકસાવીએ-નેતૃત્વેલક્ષી કે વ્યપક્તિાલક્ષી વિચારો લાંબાગાળા સુધી કારગત નહીં નિવડે''

મુખ્ય મંત્રીશ્રીએ વિચારોને સંસ્થાકીય સ્વએરૂપે વિકસાવવાની આવશ્યકતા સમજાવતાં જણાવ્યું કે, વ્યક્તિલક્ષી કે નેતૃત્વાલક્ષી વિચારો કદાચ ટૂંકાગાળામાં સફળતા પ્રાપ્ત કરી શકે પરંતુ લાંબાગાળાના વિકાસ માટે કારગત નિવડતા નથી. આ સંદર્ભમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વાયબ્રન્ટ ગ્લોબલ સમિટમાં દેશનું પ૦ ટકા જી.ડી.પી. એક જ છત્ર નીચે એકત્ર થયું હતંણ તેનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, આ સમિટની સફળતાનું શ્રેય વિચારને સંસ્થા કીય સ્વંરૂપ આપવાને ફાળે જાય છે. ગુજરાતમાં આ વિચારોએ જે સફળતા અપાવી તે કાંઇ અન્ય્ વિશ્વના વિચારો નથી. આપણે વિચારોને અલગ અંદાજથી મુલવતા શીખવું જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.

ભારતને ચાયના કરતાં વિશ્વમાં વિશેષ પ્રભુત્વ મેળવવા બે મહત્વઇના વિશેષ લાભ ડેમોગ્રાફી ડિવીડન્ડિ અને ડેમોક્રેસી મળ્યામ છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારતનું ૬પ ટકા યુવાધન ૩પ વર્ષથી ઓછી આયુનું છે તેનું સામર્થ્ય અને લોકશાહી રાષ્ટ્ર્ની શક્તિ ભારતને વિશ્વના રાષ્ટ્રોમાં અગ્રિમ બનાવશે.

મુખ્ય મંત્રીશ્રીના આ હાર્દરૂપ પ્રવચન પૂર્વે ગુજરાતના વૈશ્વિક વિકાસ મોડેલની વિવિધ કૃષિ, દૂધ ઉત્પાદન, પશુપાલનના વિકાસ દ્વારા ૯ ટકાના કૃષિ વિકાસ દરની ગાથા અને ક્રાંતિકારી સિદ્ધિઓની ટૂંકી ફિલ્મ પણ તેમણે પ્રસ્તુવત કરી હતી. આ પ્રસ્તુતિમાં ગુજરાતના જળવ્યવસ્થાપન, વીજ વ્યવસ્થાપન, જાહેર વિતરણ વ્યવસ્થા, માનવ સંશાધન વિકાસ અને શિક્ષણ ક્ષેત્રની પ્રગતિ ગાથાઓ પણ આવરી લેવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીના આ હાર્દરૂપ પ્રેરક સંબોધન બાદ કોન્કલેવમાં ઉપસ્થિત શ્રોતાઓ-તજજ્ઞો શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાથે ગુજરાત અને ભારતના વિકાસ તથા સાંપ્રત પ્રવાહોને સ્પરર્શતી રસપ્રદ પ્રશ્નોત્તરી પણ કરી હતી.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India stands tall in shaky world economy as Fitch lifts FY26 growth view to 7.5%

Media Coverage

India stands tall in shaky world economy as Fitch lifts FY26 growth view to 7.5%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 14 માર્ચ 2026
March 14, 2026

Heartening Resolve Meets Bold Action: PM Modi's Transformative Push for a Developed Assam.