મિત્રો,

અમદાવાદથી આરંભેલ સદ્દભાવના મિશનનો કુલ મળીને ૩૬ ઉપવાસ સાથે અંબાજીશકિતપીઠ ખાતે સમારોપ થયો.

અંગત રીતે મારા માટે રાજ્યના બધા જ જિલ્લાઓમાં એક એક દિવસ ઉપવાસ કરવાનો અનુભવ અદ્દભૂત હતો.

Sadbhavana Mission : A touching People’s Movement

ચૂંટણી વખતે મતપેટી દ્વારા જનસમર્થનના હિસાબકિતાબ કરી શકાતા હોય છે. પરંતુ લોકલાગણીની તીવ્રતાનો કયાસ કાઢવા માટે એ પુરતું નથી, એમ લાગે છે. સદ્દભાવના મિશનના મારા ઉપવાસ દરમિયાન, લોકલાગણીના ઘોડાપુરના અને સકારાત્મક ભાવ અભિવ્યકિતના દર્શન થયા. ઝળહળતા ચૂંટણી વિજયની ઉત્કૃષ્ટ પળે પણ, કયારેય લાગણીના આવાં ઊછળતાં મોજાં અનુભવાતાં નથી, જે મેં, સદ્દભાવના મિશનના મારા ઉપવાસ દરમિયાન અનુભવ્યાં.

જનતા જનાર્દન ઇશ્વરનું રૂપ છે તેવું આપણે સાંભળીએ છીએ અને બોલીએ પણ છીએ. પરંતુ સમાજશકિતરૂપે તેનાં દર્શન કરવાનું સૌભાગ્ય મને સદ્દભાવના મિશન નિમિત્તે મળ્યું.

કશાયની અપેક્ષા વગર, અબાલવૃધ્ધ સહુ, ગરીબઅમીર, ભણેલાઅભણ વગેરે સહુ જાણે ઘૂઘવતા સાગરની જેમ શકિતનો અને લાગણીનો ધોધ બની, દૈવી શકિતનો અનુભવ કરાવતા હતા.

મારા સદ્દભાવના મિશનના ૩૬ દિવસના ઉપવાસ પછી, દેશ અને દુનિયાને એ બાબતની નોંધ લેવી જ પડશે કે ગુજરાતના પૂર વેગે થતા વિકાસની પાછળ ગુજરાતીઓની એકતા, શાંતિ અને ભાઇચારાના વાતાવરણનું ઘણું મહત્વ છે.

એક તરફ જાતિવાદ અને કોમવાદનું ઝેર અને વોટબેન્કના રાજકારણથી દેશવાસીઓ નિરાશ થઇ ગયા છે. ‘‘ભાગલા પાડો અને રાજ કરો’’ના ખેલ દેશને કલ્પના બહારનું નુકશાન કરી ચૂકયા છે.

ત્યારે બીજી બાજુ ગુજરાતે શાંતિ, એકતા અને ભાઇચારા દ્વારા સદ્દભાવનાનો માર્ગ અપનાવ્યો છે. વોટબેંન્કની રાજનીતિને દેશવટો આપી વિકાસની રાજનીતિ અપનાવી છે. ‘‘ભાગલા પાડો રાજ કરો’’ને બદલે ‘‘સૌનો સાથસૌનો વિકાસ’’એ મંત્રને ચરિતાર્થ કર્યો છે.

ગુજરાતનો વર્તમાન દશકો સદ્દભાવના અને વિકાસની સફળ પ્રયોગશાળા બન્યો છે. નિરાશાની ગર્તમાં ડૂબેલ દેશવાસીઓ માટે ગુજરાતના સફળ પ્રયોગે એક નવી આશા જન્માવી છે.

જાહેરજીવનમાં ઘણું કરીને, ઉત્તમમાં ઉત્તમ પ્રસંગોને પણ, રાજકીય ચશ્માથી જોવાને કારણે, તેમાં રહેલ શકિતને સમજવી સામાન્ય માણસ માટે અઘરું થઇ જાય છે..

સદ્દભાવના મિશનમાં અગણિત ઘટનાઓની ભરમાર મારા હ્વદયને સ્પર્શી ગઇ છે. પ્રજાના પ્રેમને વ્યકત કરવા માટે મારા શબ્દો અધૂરા પડે છે. પરંતુ સદ્દભાવના મિશનનો વ્યાપ અને તેની ગહનતા સમજવા માટે કેટલીક વિગતો આપને જરૂર ગમશે.

  • ૧૭ થી ૧૯ સપ્ટેમ્બરર૦૧૧ દરમિયાન અમદાવાદમાં સદ્દભાવના ઉપવાસમાં ભારતના બધા જ રાજ્યોની હાજરી અને અનેક રાજકીય પક્ષોની શુભકામના એક રાજ્ય માટે નાનીસૂની વાત નથી.
  • આ ૩૬ ઉપવાસ દરમિયાન રાજ્યના ૭૦ થી ૭પ ટકા જેટલા કુટુંબોના પ્રતિનિધિ કોઇને કોઇ પ્રકારે સદ્દભાવના મિશનમાં ભાગીદાર બન્યા.
  • પ૦ લાખ કરતાં વધુ નાગરિકો અને ૧૮૦૦૦ જેટલા ગામોની હાજરી, સદ્દભાવના મિશનની વિશાળતા અને સમાજ સ્વીકૃતિનું પ્રતિબિંબ છે.
  • ૧પ લાખ કરતાં વધુ લોકો સાથે હસ્તધૂનન અને રૂબરૂ મુલાકાત એ કદાચ જાહેરજીવનમાં વિક્રમ સર્જનારી મોટી વિરલ ઘટના તો છે જ પણ અંગત રીતે મારે માટે જીવનનો વિરલ હ્વદયસ્પર્શી સુખદ અનુભવ છે.
  • ઉપવાસની તપસ્યાનો સંકલ્પ મારો એકલાનો હતો પણ જિલ્લેજિલ્લે હજારો ભાઇબહેનોએ સ્વેચ્છાએ ઉપવાસનું તપ કર્યું.. દોઢ લાખ બહેનો સહિત સાડા ચાર લાખ નાગરિકોએ સદ્દભાવના ઉપવાસમાં જોડાઇને સદ્દભાવના મિશન ને નૈતિક બળ આપ્યું.
  • ધાર્મિક દેવસ્થાનોની પદયાત્રા આપણા સંસ્કાર છે પણ યાત્રાધામોથી સેંકડો પદયાત્રાઓ સદ્દભાવના મિશનમાં પહોંચી.. એક લાખ કરતા વધારે નાગરિક ભાઇ, બહેનો વિશેષ કરીને યુવાનો, પદયાત્રા કરીને ભાગીદાર બન્યા.
  • સવારની ગુલાબી ઠંડીમાં સદ્દભાવના ફેરી પ્રભાતફેરી તરીકે હજારો ગામડામાં યોજાઇ. ૧૬ લાખ લોકોએ આ પ્રભાતફેરીમાં જોડાઇને સદ્દભાવનાની સુવાસ ફેલાવી.
  • કુપોષણ સામે સમાજશકિતની સંવેદના એવી ઊજાગર થઇ કે ૪૦ હજાર જેટલા તિથી ભોજનો સ્વેચ્છાએ ગ્રામજનોએ આપ્યા૪ર લાખ જેટલા ગરીબ બાળકોને પૌષ્ટિક આહારનું પોષણ મળ્યું.
  • દરિદ્રનારાયણની સેવાના ભાવથી ઉપવાસ દરમિયાન ગામોગામ લોકોએ ૬ લાખ કીલો જેટલું અનાજ દાનમાં આપ્યું, જે ગરીબ પરિવારોને વહેંચવામાં આવ્યું.
  • ચાર કરોડ રૂપિયાના માતબર દાનભંડોળના ચેકો કન્યા કેળવણી માટે મળ્યા.
  • સેંકડો સેંકડો નાગરિકોએ સમાજના ભલા માટે અનેક અવનવા સંકલ્પો કર્યા. યુવકયુવતિ અને નવદંપતિઓએ દહેજ નહીં લેવા, ભૃણહત્યા નહીં કરવા, આંગણવાડી દત્તક લેવા જેવા પ્રેરક સંકલ્પો કર્યા.
  • સદ્દભાવના વિષયક ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધાઓ, નિબંધ સ્પર્ધાઓ હજારોની સંખ્યામાં યોજાઇ. બધા મળીને પોણા દશ લાખ બાળકોમાં સદ્દભાવના વિષયક વિચારોની પ્રેરણા જાગી.

મિત્રો,

સદ્દભાવના મિશનને આંકડાકીય સિધ્ધિમાં મૂલવવાનો મારો આશય નથી.

ગામેગામ સદ્દભાવનાની સુવાસ અને સમાજશકિતનો સાક્ષાત્કાર સહુ કોઇને સ્પર્શી ગયો છે.

છ કરોડ ગુજરાતીઓની ભીતરની આ ઊર્જા જ સદ્દભાવનાની પ્રાણશકિત છે.

સદ્દભાવના મિશનથી દેશ અને દુનિયાને એનું દર્શન કરાવવાનો મારો પ્રયાસ સફળ રહ્યો એનો મને સંતોષ છે.

મારા આ સંકલ્પમાં લાખો લોકોના આશીર્વાદ, શુભેચ્છા ભળ્યા એટલે તો મને જનતા જનાર્દનની સેવા કરવાની નવી શકિત મળી છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi gets 'full marks' from former India cricketer as Chennai set to host historic Big Bash League opener

Media Coverage

PM Modi gets 'full marks' from former India cricketer as Chennai set to host historic Big Bash League opener
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.