શેર
 
Comments

આજે બ્યૂનસ આયર્સમાં પ્રધાનંમત્રી મોદી, રશિયના રાષ્ટ્રપતિ વ્લાદિમીર વી. પુતિન અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ત્રિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ત્રણેય નેતાઓએ આંતરરાષ્ટ્રીય મંચ પર પારસ્પરિક સાથ-સહકાર વધારવા માટે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું તેમજ ત્રણેય દેશો વચ્ચે આદાન-પ્રદાનને વધારવા માટે પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેઓ સુધારાનાં મહત્વ પર અને બહુપક્ષીય સંસ્થાઓને મજબૂત કરવા માટે સંમત થયા હતા, જેનાથી દુનિયાને લાભ થશે, તેમાં અમેરિકા, ડબલ્યુટીઓ (વિશ્વ વ્યાપાર સંસ્થા) અને સુસ્થાપિત તેમજ નવી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ સામેલ છે. તેમણે બહુપક્ષીય વેપાર વ્યવસ્થાનાં લાભો તથા વૈશ્વિક વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે ઉદાર વૈશ્વિક અર્થતંત્રનાં ફાયદા પર ભાર મૂક્યો હતો.

ત્રણેય નેતાઓ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને સંયુક્તપણે પ્રોત્સાહન આપવા, બ્રિક્સ, એસસીઓ અને ઇએએસ વ્યવસ્થાઓ મારફતે સાથ-સહકારને મજબૂત કરવા તમામ સ્તરે નિયમિત ચર્ચા-વિચારણા યોજવા પણ સંમત થયા હતાં, જેથી આતંકવાદ અને જળવાયુ પરિવર્તન જેવા વૈશ્વિક પડકારોનું સમાધાન થઈ શકે તેમજ તમામ મતભેદોનાં શાંતિપૂર્ણ સમાધાન માટે પ્રોત્સાહન મળી શકે.

ત્રણેય નેતાઓએ આરઆઇસી (રશિયા, ઇન્ડિયા અને ચીન) ફોર્મેટમાં સહકારનાં મહત્વનો સ્વીકાર કર્યો હતો અને તેઓ બહુપક્ષીય બેઠકોમાં આ પ્રકારની ત્રિપક્ષીય બેઠકો યોજવા માટે સંમત થયા છે.

દાન
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Dreams take shape in a house: PM Modi on PMAY completing 3 years

Media Coverage

Dreams take shape in a house: PM Modi on PMAY completing 3 years
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીની ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ટોની એબોટ્ટ સાથે મુલાકાત
November 20, 2019
શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ટોની એબોટ્ટને મળ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ દરિયાકિનારાને સમાંતર વિસ્તારોમાં જંગલોમાં લાગેલી આગમાં થયેલી જાનમાલની હાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ગુરુનાનક દેવજીની 550મી જન્મજયંતી પર પ્રકાશ પર્વ પર સુવર્ણ મંદિરની મુલાકાત લેવા સહિત ભારતની શ્રી ટોની એબોટ્ટની મુલાકાત પર ખુશી વ્યક્ત કરી હતી.

દરમિયાન પ્રધાનમંત્રીએ નવેમ્બર, 2014માં બ્રિસ્બેનમાં યોજાયેલી જી-20 શિખર સંમેલન માટે એમણે લીધેલી મુલાકાતને આનંદ સાથે યાદ કરી હતી. આ મુલાકાત દરમિયાન કેનબેરા, સિડની અને મેલબોર્નમાં ફળદાયક દ્વિપક્ષીય જોડાણ તથા ઓસ્ટ્રેલિયાની સંસદનાં સંયુક્ત સત્રને કરેલા સંબોધનને પણ યાદ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવામાં શ્રી ટોની એબોટ્ટની ભૂમિકાને પણ બિરદાવી હતી.