પ્રજાસત્તાક પર્વ-ર૦૧રઃ ભાવનગર

ધોધા-દહેજ રો-રો ફેરી સર્વિસનું ભૂમિપૂજન કરતા મુખ્ય મંત્રી

રૂા. ર૯૬ કરોડના દરિયાઇ માર્ગ પરિવહનના ધોધા ટર્મિનલ માટે શિલાન્યાસ

હિન્દુસ્તાનની સમુદ્રમાર્ગે યાતાયાત માટે આ ફેરી સર્વિસ ઉત્તમ મોડેલ બનશે

ભાવનગર અને ધોધા બંદરોની પ્રાચીન જાહોજલાલી પુનઃ ધમધમતી થશે

ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના આર્થિક-સામાજિક જીવનમાં નવી રોનક લાવનારા વિકાસ પ્રોજેકટની જાહેરાત

રૂા. ૧૦ર૦ કરોડના ખર્ચે ભાવનગર-બગોદરા ફોરલેન રોડ બનશે

ધોધા તાલુકામાં લિગ્નાઇટ આધારિત પ૦૦ મેગાવોટનો રૂા. ૩૭પ૦ કરોડનો પાવર પ્રોજેકટ

ગુજરાત ખનીજ વિકાસ નિગમ દ્વારા લિગ્નાઇટ ખાણ-વિકાસ પ્રોજેકટ

કલ્પસર પ્રોજેકટ દ્વારા વિશ્વનું વિશાળ મીઠા પાણીનું સરોવર અને ભરતીના મોજાથી વીજળી

ધોલેરા SIR

ભવિષ્યમાં ફેરી સર્વિસ હજીરા, પીપાવાવ, મુન્દ્રા, ગોવા સુધી

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ધોધા-દહેજ રો-રો ફેરી સર્વિસનો શિલાન્યાસ કરતા એવો નિર્ધાર વ્યકત કર્યો મહંતો કે, ધોધા-દહેજ ફેરી સર્વિસ હિન્દુસ્તાનની સમુદ્રમાર્ગે યાતાયાતનું ઉત્તમ મોડેલ બની રહેવાનું છે અને ફરી એકવાર ધોધા અને ભાવનગર બંદરોની પ્રાચીન જાહોજલાલી ધબકતી થઇ જશે.

આજે ધોધામાં ફેરી સર્વિસના ટર્મિનલના શિલાન્યાસ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રીએ સમગ્ર સૌરાષ્ટ્રના અર્થતંત્રને નવી રોનક આપતા મહત્ત્વના વિકાસ પ્રોજેકટની પણ જાહેરાતો કરી હતી. જેમાં રૂા. ૧૦ર૦ કરોડના ખર્ચે ભાવનગર-બગોદરા ફોરલેન માર્ગનું આધુનિકીકરણ ધોધામાં લિગ્નાઇટ આધારિત પ૦૦ મેગાવોટનો રૂા.

૩૭પ૦ કરોડનો પાવર પ્રોજેકટ

ગુજરાત ખનીજ વિકાસ

નિગમ દ્વારા લિગ્નાઇટ ખાણ-વિકાસ પ્રોજેકટ

કલ્પસરનો મીઠા પાણી સરોવરનો પ્રોજેકટ

ધોલેરા SIR થી ભાવનગર જિલ્લાનો વિકાસ

ભાલપ્રદેશનો વિકાસ

૬૩મા પ્રજાસત્તાક પર્વની પૂર્વપ્રભાતે ભાવનગર જિલ્લાના સાગરકાંઠે ધોધા બંદરે રૂા. ર૯૬ કરોડના મહત્વાકાંક્ષી ધોધા-દહેજ રો-રો ફેરી સર્વિસના ધોધા ટર્મિનલ નિર્માણનું ભૂમિપૂજન આજે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. ધોધા થી દહેજ વચ્ચે દરિયાઇ માર્ગે રર નોટીકલ માઇલ એટલે ૩૧ કિ.મી.નું પરિવહન આ પ્રોજેકટથી શકય બનશે. ધોધાથી દહેજ હાલ રસ્તાના માર્ગનું અંતર ૩૬૦ કિ.મી. છે તે ધટીને માત્ર ૩૧ કિ.મી.નું થઇ જશે અને દરિયાઇ પરિવહનની આ ફેરી સર્વિસમાં એક જ ફેરી બોટમાં ૧૦૦ વાહનો અને ૧૦૦૦ મુસાફરો ફ્રેઇટ કંટેઇનર સાથે પરિવહન કરી શકશે. ધોધા અને દહેજના બંને ટર્મિનલોનું નિર્માણ ૧પ મહિનામાં પુરું થશે.

"લંકાની લાડી અને ધોધાનો વર' કહેવતનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, એક કાળે ધોધાનો સમુદ્રમાર્ગે વ્યાપાર સંબંધ વિકસેલો હતો અને ધોધા અને ભાવનગરના બંદરોની જાહોજલાલીને પૂનઃ પ્રસ્થાપિત કરવા આજે શિલાન્યાસ થયો છે. એક કાળે જાહોજલાલીથી ધમધમતા ધોધાના દરિયાકાંઠે ફરીથી સામૂદ્રીક યાતાયાતને શરૂ કરવો છે.

પોતે નાના હતા ત્યારથી ૪૦-૪પ વર્ષથી ધોધા-દહેજ ફેરી સર્વિસની વાતો જ થતી રહી. પરંતુ એ સપનું સાકાર થયું જ નહીં. મારા ભાગે આ સારૂ઼ કામ કરવાનું આવ્યું છે તેનો સંતોષ વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ ભવિષ્યમાં આ પ્રકારની દરિયાઇ યાતાયાતની ફેરી સર્વિસ પીપાવાવ-હજીરા, મુન્દ્રા-માંડવી, મુંબઇ-ગોવા અને દુબઇ સુધી થઇ શકે તેનો અભ્યાસ કરાશે.

મુખ્ય મંત્રીશ્રીએ કલ્પસર પ્રોજેકટથી પાણી અને વીજળી મળશે અને દરિયાઇ માર્ગે કલ્પસરથી ભાવનગર મુંબઇ તરફ આગળ વધી શકશે. ભાવનગરના અર્થતંત્રનો નવો સૂર્ય ઉગી નીકળશે તેવો કલ્પસર પ્રોજેકટ અમે જ સાકાર કરીશું, તેમ જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ ધોધામાં પ૦૦ મેગાવોટના લિગ્નાઇટ આધારિત પાવર પ્રોજેકટને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાની તથા ભાવનગર-બગોદરા ૧ર૩ કિ.મી.નો ફોરલેન ધોરી માર્ગનો પ્રોજેકટ રૂા. ૧૦ર૦ કરોડના ખર્ચે હાથ ધરવાની જાહેરાત કરી હતી.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં ધોલેરા SIR જેવો શાંધાઇ કરતા પણ વિશ્વનો મોટો SIR આકાર લઇ રહ્યો છે. કલ્પસરથી આખા ભાવનગર, ભાલપ્રદેશ તથા સૌરાષ્ટ્રના વિકાસના નકશાની રોનક બદલાઇ જશે.

મુખ્ય મંત્રીશ્રીએ ભાવનગર જિલ્લાની જનતાને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, ભાવનગર જિલ્લાની સાંસ્કૃતિક અસ્મિતા સાથેના આધુનિક વિકાસની નવી ઓળખ ઉભી થવાની છે.

રાજ્ય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વિકાસની દોડમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે ત્યારે ધોધા-દહેજ વચ્ચેની રો-રો ફેરી સર્વિસ વિકાસની ગતિ વધુ તેજ બનાવશે. જેના પરિણામે ઇંધણ, સમય અને નાણાંની બચત સાથે પર્યાવરણની જાળવણી પણ થશે.

ભાવનગર જિલ્લો મરીન-શીપ-બિલ્ડીંગ ક્ષેત્રે વધુ વિકાસ થાય તે માટે ગુજરાત સરકારે સવિશેષ પ્રયાસ કર્યા છે. એ જ રીતે મત્સ્યોઘોગ વિકાસ માટે પણ અનેક પગલાં લીધાં છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પ્રભારી અને ઊર્જા રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણા, ધારાસભ્યો સર્વશ્રી વિભાવરીબેન દવે અને મહેન્દ્રસિંહ સરવૈયા, ભાવનગર વિસ્તાર વિકાસ મંડળના ચેરમેન શ્રી અમોહ શાહ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન શ્રી મહેન્દ્રભાઇ ત્રિવેદી, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી જીતુ વાધાણી, પૂર્વ મેયર શ્રી મેહુલ વડોદરિયા, બંદર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી બી. કે. સિંહા, ગુજરાત મેરી ટાઇમ બોર્ડના ઉપાધ્યક્ષ અને કારોબારી અધિકારી શ્રી પંકજકુમાર, જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ અને એસ્સારના પ્રેસિડેન્ટ અને સી.ઇ.ઓ. શ્રી એલ્વિન બાઉન્ડન, તથા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's new FTA playbook looks beyond trade and tariffs to investment ties

Media Coverage

India's new FTA playbook looks beyond trade and tariffs to investment ties
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 14 જાન્યુઆરી 2026
January 14, 2026

Viksit Bharat Rising: Economic Boom, Tech Dominance, and Cultural Renaissance in 2025 Under the Leadership of PM Modi