કપાસની નિકાસ પર પ્રતિબંધને લીધે ગુજરાતનાં મહેનતુ ખેડુતોને હજ્જારો કરોડ રૂપિયાનું નુકસાન

યુપીએ ગુલાબી ક્રાંતિ લાવવા બદલ ગર્વ અનુભવે છે પણ ગુજરાતનાં ખેડુતોની સુખાકારી અંગે હરફ પણ ઉચ્ચારતી નથી

  

શું થાય જ્યારે એક વ્યક્તિને બદનામ કરવાની ભુખ એક આખા રાજ્ય અને તેના મહેનતુ લોકો સામેની લડતમાં પલટાઈ જાય? શું થાય જ્યારે એક રાજ્યમાં સતત ૩૦ વર્ષથી હારી રહેલી પાર્ટી એ રાજ્યમાં પગ જમાવવાનો પ્રયત્ન કરવા અધીરી બને? શું થાય જ્યારે પ્રગતિ માટેનાં નક્કર વિઝનનું સ્થાન અમુક લોકો પોતાની ટુંકી દ્રષ્ટિ દ્વારા લેવાનો પ્રયત્ન કરે?

જો તમારે આ બધુ બનતું જોવુ હોય તો કોંગ્રેસ-શાસિત યુપીએ ગુજરાતનાં લોકો સાથે કેવો વ્યવહાર કરે છે એ જોઈ લો. પોતાના અંગત સ્વાર્થ માટે આ પાર્ટીએ ગરીબમાં ગરીબ માણસને પણ છોડ્યો નથી.

શ્રી નરેન્દ્ર મોદીએ એકવાર કહ્યુ હતુ કે કોંગ્રેસને જ્યારે ૨૦૦૪માં કેન્દ્રમાં સત્તા મળી ત્યારે તેનો પહેલો નિર્ધાર નરેન્દ્ર મોદીની ધરપકડ કરીને કલમ ૩૫૬ હેઠળ તેમની સરકાર ઉથલાવી પાડવાનો હતો. કોંગ્રેસની આ જુની ચાલ રહી છે. આજે આઠ વર્ષ વીતી ગયા છે, તેની ઈચ્છા સફળ થઈ નથી, પણ કોંગ્રેસે હજી હાર માની નથી. કોંગ્રેસ સતત શ્રી મોદીને બદનામ કરવાનો પ્રયત્ન કરતી આવી છે, અને ન જાણે કેટલી નિંદા કરતી રહી છે. એટલુ જ નહિ, આ પાર્ટીએ ગુજરાતનાં એવા લોકોને પણ છોડ્યા નથી જેઓ પોતાના અથાક મહેનત થકી સફળતા મેળવવા માંગતા હોય.

કપાસનું ઉદાહરણ જોઈ લો. ગુજરાત આજે દેશનું સૌથી મોટુ કપાસ ઉત્પાદનકર્તા છે. પ્રતિવર્ષ ૯૮ લાખ ગાંસડીઓમાંથી આ વર્ષે કપાસનું ઉત્પાદન વધીને ૧૧૬ લાખ ગાંસડીએ પહોંચ્યુ છે. કેન્દ્રિય પ્રધાન શરદ પવારે લોકશાહીના સૌથી વધુ પવિત્ર સ્થાન એવી સંસદમાં કહ્યું હતુ કે ગુજરાત સૌથી વધુ કપાસ ઉત્પાદનકર્તા છે, અને આ સંજોગોમાં સામાન્ય રીતે કોઈપણ સરકારે ગુજરાતનાં ખેડુતોને વધુ પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરવો જોઈએ, કે જેથી ગુજરાતનું કપાસ ન માત્ર દેશનાં અન્ય ભાગો સુધી પણ દુનિયાભરમાં પહોચી શકે અને ગુજરાતનાં ખેડુતો સમૃધ્ધ બની શકે.

પણ, દુર્ભાગ્યે આવુ બન્યુ નથી. સાવ એકપક્ષીય કહી શકાય એવી રીતે કેન્દ્રએ કપાસની નિકાસ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કરી દીધો. સૌથી વધુ કપાસ પેદા કરતા ગુજરાતનાં ખેડુતોને આ નિર્ણયનો સૌથી વધુ માર સહન કરવાનો વારો આવ્યો.

ફરી એકવાર, જ્યારે નવી દિલ્હીમાં ન્યાયનાં તમામ દરવાજા બંધ થઈ ગયા ત્યારે શ્રી મોદી કપાસ ખેડુતોની સહાય માટે આગળ આવ્યા. તેમણે કપાસની નિકાસ પરનો પ્રતિબંધ તાત્કાલિક ઉઠાવી લેવાનું વડાપ્રધાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ.

તેમણે પ્રશ્ન કર્યો કે જ્યારે કપાસનાં મહત્તમ ભાવ મળી રહ્યા છે ત્યારે તેની નિકાસ પર પ્રતિબંધ કેમ મુકાઈ રહ્યો છે? પ્રતિબંધને કારણે ભાવો નીચે ગયા છે અને ખેડુતોને રૂપિયા ૭૦૦૦ કરોડ જેટલી મોટી રકમનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કેન્દ્ર સરકારને આ રકમ ભલે છુટ્ટા પૈસા જેટલી લાગે પણ દિવસ-રાત સખત મહેનત કરનારા ખેડુતો માટે આ નુકસાન ક્યારેય ભરપાઈ ન થઈ શકે એટલુ મોટુ છે.

એટલુ જ નહિ, કેન્દ્રએ ગુજરાતનાં ખેડુતોને વ્યાજબી કહી શકાય એવા ટેકાના ભાવ પણ પણ બાંધી આપ્યા નથી. કમસે કમ એટલુ કરે તો પણ ખેડુતોને સારા પૈસા મળી રહે.

કોટન પર નિયંત્રણ, મટનને પ્રોત્સાહન

મટનની નિકાસની બાબતમાં કોંગ્રેસ-શાસિત યુપીએનો અભિગમ સાવ અલગ છે. ગુજરાત જ્યારે બીજી હરિતક્રાંતિ તથા વિક્રમજનક દુધ ઉત્પાદન દ્વારા શ્વેતક્રાંતિની ઉજવણીની તૈયારીમાં છે, ત્યારે કેન્દ્ર માંસનાં ઉત્પાદન અને નિકાસમાં અગ્રણી બનવા માટે પોતાની ઊર્જા ખર્ચી રહ્યુ છે.

યુપીએની જે સરકારે ગુજરાતનાં ખેડુતોને તકલીફો આપવામા કોઈ કસર છોડી નથી, તે મટનની નિકાસમાં સબસીડી આપીને ગુલાબી ક્રાંતિ લાવવા માંગે છે. વડાપ્રધાન તો કતલખાના શરૂ કરનારને ૧૫ કરોડ રૂપિયાની સબસીડી પણ આપી રહ્યા છે એ બાબત પ્રત્યે શ્રી મોદીએ ધ્યાન દોર્યુ છે. ગૌમાસ અને મટનની બંદર સુધીની હેરફેરમાં પણ ૫૦% જેટલી સબસીડી આપવામાં આવે છે. મટનની દુકાનોને પાંચ વર્ષ સુધી કોઈ આવકવેરો ભરવો પડતો નથી.

મહાત્મા ગાંધીનો દેશ દુનિયાનો સૌથી મોટો ગૌમાસ નિકાસકાર બનવામાં ગર્વ અનુભવે એ શરમની વાત છે.

ગુજરાત સામેનો અન્યાય હવે અટકવો જોઈએ

કોંગ્રેસ શાસિત યુપીએ સરકારે હજી ઘણા પ્રશ્નોના જવાબ આપવાના છે.

જનવિરોધી કેન્દ્ર સરકારની મનસ્વી નીતિઓને લીધે ગુજરાતનાં કપાસના પકવતા મહેનતુ ખેડુતોને હજારો કરોડનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો, તેમનો શું ગુનો હતો?

કપાસની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો, જ્યારે મટનને શક્ય એટલી તમામ સબસીડી આપવામાં આવે છે, એવુ કેમ?

મહાત્મા ગાંધીનો દેશ દુનિયાનો સૌથી મોટો ગૌમાસ નિકાસકાર બનવા જઈ રહ્યો છે, શું એ ગૌરવની વાત છે?

જે માણસ ગુજરાતને વિકાસની નવી ઉંચાઈઓ પર લઈ ગયો તેની સામેની ક્ષુદ્ર લડાઈ ખાતર કેન્દ્ર ગુજરાતનાં લોકોને બલિના બકરા કેમ બનાવી રહી છે?

ઉપરનાં તથ્યો અને સવાલો એક વાત સ્પષ્ટ કરી આપે છે – જે પંજાએ દેશની સમૃધ્ધિ અને સુખાકારીનો મૃત્યુઘંટ વગાડ્યો છે, એ પંજાને એક મજબુત, વિકસિત અને ભવ્ય ગુજરાતનાં નિર્માણ ખાતર ગાંધીનગરથી માઈલો છેટે રાખવો જોઈએ.

સંદર્ભ:

https://www.business-standard.com/generalnews/news/polls-modi-rakesmeat-export-subsidy-cotton-export-ban/56499/ https://www.indianexpress.com/news/india-to-become-largest-beef-exporter/934186 https://www.narendramodi.in/cm-felicitated-for-creation-of-bodeli-taluka/ https://www.narendramodi.in/immediately-remove-the-arbitrary-ban-on-cotton-exports/ https://ibnlive.in.com/generalnewsfeed/news/modi-lambastes-centre-on-meat-export-policy/1000051.html https://indiatoday.intoday.in/story/narendra-modi-protests-ban-on-cotton-exports-prime-minister/1/176642.html

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India boards 'reform express' in 2025, puts people before paperwork

Media Coverage

India boards 'reform express' in 2025, puts people before paperwork
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Subhashitam highlighting how goal of life is to be equipped with virtues
January 01, 2026

The Prime Minister, Shri Narendra Modi, has conveyed his heartfelt greetings to the nation on the advent of the New Year 2026.

Shri Modi highlighted through the Subhashitam that the goal of life is to be equipped with virtues of knowledge, disinterest, wealth, bravery, power, strength, memory, independence, skill, brilliance, patience and tenderness.

Quoting the ancient wisdom, the Prime Minister said:

“2026 की आप सभी को बहुत-बहुत शुभकामनाएं। कामना करते हैं कि यह वर्ष हर किसी के लिए नई आशाएं, नए संकल्प और एक नया आत्मविश्वास लेकर आए। सभी को जीवन में आगे बढ़ने की प्रेरणा दे।

ज्ञानं विरक्तिरैश्वर्यं शौर्यं तेजो बलं स्मृतिः।

स्वातन्त्र्यं कौशलं कान्तिर्धैर्यं मार्दवमेव च ॥”