“શું તમને ખબર છે કે કેવી રીતે વેદકાલીન ઋષિઓ ઈસ્વીસન પૂર્વે 800ની સાલમાં કહેવાતા પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીને તેમના યજ્ઞની વેદીમાં અગ્નિ પ્રગટાવતા હતા?” – અમેરિકન ફિલ્ડ્સ મેડલ વિજેતા ગણિતજ્ઞ ડેવિડ મમફર્ડ, એક અન્ય સિધ્ધહસ્ત ગણિતજ્ઞ કિમ પ્લોફકરના પુસ્તક ‘મેથેમેટિક્સ ઇન ઇન્ડિયા’ માટે લખેલી પોતાની સમીક્ષાની શરૂઆત કઈક આ રીતે કરે છે.

આ સવાલનો સૌથી સર્વસામાન્ય જવાબ ભારતમાં, અને સમગ્ર વિશ્વમાં પણ હશે – ના.

ઘણાબધા લોકોને ખ્યાલ નથી કે પાયથાગોરસના પ્રમેયને “દાવાપૂર્વક બૌધાયનનો પ્રમેય” કહી શકાય તેમ છે” – મમફર્ડ એક એવા વ્યક્તિ વિષે લખે છે જેમણે સર્વપ્રથમ વાર આ સંખ્યાત્મક સિધ્ધાંતને સ્પષ્ટ કરવા શ્લોકોની રચના કરી હતી.

આ બૌધાયન કોણ છે: - તમે કદાચ એમ પૂછો પણ ખરા.

"ભારતમાં આઈડિયા ઓફ ઇન્ડિયા બાબતે ખૂબ ચર્ચા થઇ રહી છે પરંતુ આઈડીયાઝ ઓફ ઇન્ડિયા વિષે ખુબ ઓછું બોલાય છે."

સમસ્યા બસ અહીંજ છે. ભારતમાં આઈડિયા ઓફ ઇન્ડિયા બાબતે ખૂબ ચર્ચા થઇ રહી છે પરંતુ આઈડીયાઝ ઓફ ઇન્ડિયા વિષે ખુબ ઓછું બોલાય છે (આપની જાણ માટે બૌધાયન એ પ્રાચીન ભારતના એક વિદ્વાન ઋષિ હતા); એટલુંજ નહીં કવિ અને લેખક રવીન્દ્રનાથ ટાગોરે –ધ આઈડિયા ઓફ ઇન્ડિયા- વાક્યનો વિચાર જ્યાંથી લીધો હતો તેની ફિલસુફી વિષે પણ ઓછું બોલાય છે. ટાગોરે લખ્યું હતું કે "આઈડિયા ઓફ ઇન્ડિયા અન્ય લોકોના પોતાના લોકોની અલગતાના તીવ્ર ચેતના સામે છે, જે અનિવાર્યપણે અવિરત તકરાર તરફ દોરી જાય છે". તેઓ સરળતાથી વસુધૈવ કુટુંબકમ, કહી શક્યા હોત જે ઉપનિષદનું વાક્ય છે જેનો મતલબ એવો થાય છે કે સમગ્ર વિશ્વ મારું કુટુંબ છે.

જો આપણે બે ઘડી વિરામ લઈને વિચારીએ તો આઈડિયા ઓફ ઇન્ડિયાને આ રીતે ઉજવી શકાય અને આપણા બાળકોને ભણાવી શકાય કે, આઈડિયા ઓફ ઇન્ડિયા ખરેખર ક્યાંથી આવે છે. ભારતે વિશ્વને ક્યા ક્યા વિશિષ્ટ વિચારો આપ્યા છે?

એવા વિચારો જે અત્યારે પાસ્કલના ત્રિકોણ તરીકે ઓળખાય છે પણ તેનું જ્ઞાન પ્રાચીન ભારતના ગણિતજ્ઞો જેવાકે મેરુ પ્રસ્તરને હતુંજ. ગણિતજ્ઞ પિંગલા (ઈસ્વીસન પૂર્વે ત્રીજી સદી)એ અંગેની વિગતો તેના ચંડસૂત્ર માં આપી છે.

આર્યભટ્ટ, ભાસ્કર અને બ્રહ્મપુત્ર સાથે પિંગલા અને પાણીની (ઈસ્વીસન પૂર્વે પાંચમી સદી) એ પ્રાચીન ભારતીય ગણિતના સ્તંભો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આપણે ત્યાં પાણીનીની અમીટ ખ્યાતી એ તેના ગણિતજ્ઞ હોવાને લીધે નથી પરંતુ તેના સંસ્કૃતના ચોક્કસ વ્યાકરણકાર હોવાને નાતે બની છે. પણ તેમણે મમફર્ડના કહેવા અનુસાર "કેટલાક નિયમોમાં કેટલાક સામાન્ય રીતે ગણવામાં આવતા અક્ષરો અને શબ્દોના વિવિધ ઉપગણને દર્શાવવા માટે અમૂર્ત પ્રતીકો રજૂ કર્યા હતા; અને તેમણે જે ચોક્કસ ક્રમમાં પુનરાવર્તિત થતા નિયમોને ફરીથી લખ્યા હતા.” “કોઇપણ વ્યક્તિ અતિશયોક્તિ કર્યા વગર કહી શકે કે તેમણે (પાણીનીએ) આધુનિક કમ્પ્યુટર વિજ્ઞાનના કેટલાક મૂળભૂત સિધ્ધાંતોને તે સમયેજ પારખી લીધા હતા.”


એ આર્યભટ્ટ હતા જે ઈસ્વીસન 476ની આસપાસ જન્મ્યા હતા અને જેમણે ‘પાઈ’ નું સ્થૂળ મુલ્ય ચાર દશાંશ બરાબર (62832/20000; 3.1416) આપ્યું હતું. ઇન્ટરનેશનલ હિસ્ટ્રી એન્ડ ફિલોસોફી ઓફ સાયન્સ ના ઈતિહાસ વિજ્ઞાનના ચૂંટાયેલા પ્રથમ બિનપશ્ચિમી પ્રમુખ બી.વી સુબ્બારાયપ્પાએ નોંધ્યું છે કે ભારતનું ગણિત – પ્રાચીન અને શાસ્ત્રીય યુગ – એ ગ્રીક અને રોમન સિધ્ધિઓથી આગળ હતું. “આર્યભટ્ટને ચોરસ અને સમઘન મૂળોના નિષ્કર્ષણ, ત્રિકોણ અને સમાંતર બાહુકોણના વિસ્તારો, વર્તુળો, ગોળાકાર અને પીરામીડનું કદ, સમાંતર શ્રેણી, શ્રેણીઓની શ્રેણી તેમજ ભાગાકારના નિયમોનું જ્ઞાન હતું.”

"કોઇપણ વ્યક્તિ અતિશયોક્તિ વગર કહી શકે કે તેમણે (પાણીનીએ) આધુનિક કમ્પ્યુટર વિજ્ઞાનના કેટલાક મૂળભૂત સિધ્ધાંતોને તે સમયેજ પારખી લીધા હતા."

ઔષધ વિજ્ઞાન ક્ષેત્રે, પ્રાચીન ભારતે સુશ્રુત સંહિતા આપી (લગભગ ઈસ્વીસન પૂર્વે છઠ્ઠી સદી) જેમાં મનુષ્યને જાણકાર એવી સૌથી જૂની માંદગી તેમજ શૈલ્ય ચિકિત્સાપધ્ધતિની વિસ્તૃત સલાહો આપવામાં આવી હતી. સુશ્રુત, જેને ડોક્ટરો ઘણીવાર ભારતીય ઔષધ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાવે છે, તેમણે 101 પ્રકારના ધાર વગરના શૈલ્ય સાધનો અને વીસ પ્રકારના ધારદાર શૈલ્ય સાધનો જેમાં, “ચીમટા, ચીપિયા, નાની છરી, કેથેટર, બુગી,ટ્રોકર, સિરીંજ, સ્પેક્યુલમ, સોય, કરવત, કાતર, લાન્સ, આંકડો અને પ્રોબ્સ સામેલ હતા.”

તે યુગના ભારતીય ચિકિત્સકોને લાપ્રાટોમી અને લીથોટોમી જેવી નાજુક શસ્ત્રક્રિયાઓનું જ્ઞાન હતું. તેમને આંખમાંથી મોતિયાબિંદ કેવી રીતે કાઢવું, ક્રેનીટોમી કેમ કરવી અને ભગંદરને કાઢવાની તેની શૈલ્ય પદ્ધતિ ખબર હતી. સુબ્બારાયપ્પા લખે છે, “એક અન્ય સિધ્ધી, જે કીડીઓના ડંખના કારણે કીડીને દૂર કરવા સમયે કપાઈ ગયેલા હોઠ જોડવાની પધ્ધતિ સાથે સંકળાયેલી છે જે કીડીના જ રહી ગયેલા શરીર દ્વારા ઘા ભરી શકવા માટે સમર્થ હતી.”

ધ એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા (2008) નોંધે છે કે સંહિતા કદાચ દુનિયાનો સર્વપ્રથમ દસ્તાવેજ છે જેણે રક્તપિત્તને રોગની ઓળખાણ અપાવીને તેની નોંધ કરી હોય.

રસાયણશાસ્ત્રમાં, ડાઈ થી આલ્કોહોલ થી માંડીને પારાના વપરાશ માટે તમારે જાણીતા રસાયણશાસ્ત્રી પ્રફુલ્લ ચંદ્ર રે ના લખાણો અને તેમની ‘હિસ્ટ્રી ઓફ હિંદુ કેમિસ્ટ્રી’ અથવાતો બ્રિટીશ વૈજ્ઞાનિક અને ઇતિહાસકાર જોસેફ નીધામના લખાણો પર ફક્ત નજર નાખવી જોઈએ જે તમને પ્રાચીન ભારતમાં રસાયણો વિશેની ઊંડી સૂઝનું દર્શન કરાવશે. આ બંને મહાનુભાવોની વિશ્વસનીયતાનું ભાન કરાવીએ તો રે ના મરકયુરીયસ નાઈટ્રેટના પાણીમાં થતા દ્રાવણના કાર્યનું સમગ્ર વિશ્વમાં અભિવાદન થયું હતું જેમાં 1912ના નેચર ના અંકમાં તેનું પ્રકાશન અને ત્યારબાદ જર્નલ ઓફ ધ કેમિકલ સોસાયટીમાં પણ તેનું પ્રકાશન થયું હતું. 100 થી પણ વધુ વૈજ્ઞાનિક પેપરો લખવા ઉપરાંત રે એ બંગાલ કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ વર્કસની સ્થાપના કરી હતી અને પ્રખ્યાત ફ્રેંચ કેમિસ્ટ માર્સેલીન બર્થલોટના દળદાર લ ઓરીજીન દ લ’કેમી પરથી પ્રેરિત તેમના બે ભાગના મહાગ્રંથો હિસ્ટ્રી ઓફ હિંદુ કેમિસ્ટ્રી વર્ષ 1902 અને  1908માં (બન્ને વર્ષે એક-એક ભાગ) પ્રકાશિત કર્યા હતા. ટૂંકા જ સમયગાળામાં તેને સફળતા મળતા બર્થલોટે ખુદે એક સમીક્ષામાં તેના વખાણ કર્યા હતા.

"શું એમ થવું અદ્ભુત નહીં હોય કે ઘણા, ઘણા ભારતીયોને એ ભાન થાય કે ભારતમાં કારણો અને શ્રધ્ધા એકબીજાના પૂરક છે?"

નિધામ એ પ્રથમ એવા માનવી હતા જેઓ ત્રણ અકરામો એક સાથે ધરાવતા હતા – ફેલો ઓફ ધ રોયલ સોસાયટી, ફેલો ઓફ ધ બ્રિટીશ એકેડમી અને ધ ઓર્ડર ઓફ ધ કમ્પેનિયન ઓફ ઓનર. નિધામનું વિચારપ્રેરક કાર્ય એ બાબતની વ્યાખ્યા કરે છે કે કેમ પૂર્વ, ખાસ કરીને ચીન, એ એક સમયે, શોધખોળ અને તકનીકમાં પશ્ચિમ ઉપર ખૂટી ન શકે એટલું નેતૃત્વ ધરાવતું હતું અને તે કેમ પાછળ પડી ગયું. તેમના ભારત અંગેના કર્યો પણ એટલાજ નોંધપાત્ર છે, ખાસ કરીને પ્રાચીન ભારતની આલ્કોહોલને ગાળવાના ક્ષેત્રની શ્રેષ્ઠતા અંગેની વિગતોને છતી કરવાનું કાર્ય.

આ તો માત્ર અમુક જ વૈજ્ઞાનિક વિચારો છે જે ભારતે વિશ્વને આપ્યા છે. શું એમ થવું અદ્ભુત નહીં હોય કે ઘણા, ઘણા ભારતીયોને એ ભાન થાય કે ભારતમાં કારણો અને શ્રધ્ધા એકબીજાના પૂરક છે? – કદાચ એટલા માટે જ સ્વામી વિવેકાનંદ જેવા સંત એમ કહી શક્યા હતા કે, “શું ધર્મને એ કારણોની શોધથી પોતાને સાબિત કરવાનો છે જે કારણો દ્વારા અન્ય વિજ્ઞાનો પોતાને સાબિત કરે છે? શું ધર્મવિજ્ઞાન પર એ જ તપાસ પધ્ધતિઓ લાગુ પાડવી જોઈએ જે આપણે બહાર વિજ્ઞાન અને જ્ઞાન પર લાગુ પાડીએ છીએ? મારા મત અનુસાર એમ જ હોવું જોઈએ, હું એવો મત પણ ધરાવું છું કે આમ જેટલું વહેલું થઇ શકે તેટલું સારું છે. જો ધર્મ એ પ્રકારની અંધશ્રધ્ધાથી વિનાશ પામતો હોય તો એવા સમયે નકામી અને અયોગ્ય અંધશ્રધ્ધાનો વહેલો નાશ થઇ જાય તે વધુ યોગ્ય રહેશે.”

___________________

 

[i] ડેવિડ મમફર્ડ, બૂક રીવ્યુ: મેથેમેટિક્સ ઇન ઇન્ડિયા, નોટીસીઝ ઓફ ધ અમેરિકન મેથેમેટીકલ સોસાયટી, માર્ચ 2010, પૃ. 385

[ii] બી. વી સુબ્બારાયપ્પા, ઇન્ડિયાઝ કન્ટ્રીબ્યુશન તો વર્લ્ડ થોટ એન્ડ કલ્ચર; ઇન્ડિયાઝ કન્ટ્રીબ્યુશન ટુ ધ હિસ્ટ્રી ઓફ સાયન્સ (ચેન્નાઈ: વિવેકાનંદ કેન્દ્ર પ્રકાશન ટ્રસ્ટ, 1970), પૃ. 49

[iii] સુબ્બારાયપ્પા, ઇન્ડિયાઝ કન્ટ્રીબ્યુશન ટુ વર્લ્ડ થોટ એન્ડ કલ્ચર, પૃ. 58

[iv] સુબ્બારાયપ્પા, ઇન્ડિયાઝ કન્ટ્રીબ્યુશન ટુ વર્લ્ડ થોટ એન્ડ કલ્ચર, પૃ. 58

[v] સ્વામી વિવેકાનંદ, ધ કમ્પ્લીટ વર્કસ ઓફ સ્વામી વિવેકાનંદ, ભાગ 1 (માયાવતી: અદ્વૈત આશ્રમ, 2007), પૃ. 367

_______

(હિંદોલ સેનગુપ્તા એ અવોર્ડ પ્રાપ્ત પત્રકાર છે, સાત પુસ્તકોના લેખક છે, અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમના યંગ ગ્લોબલ લીડર છે.)

ઉપરોક્ત વિચારો લેખકના પોતાના છે અને નરેન્દ્ર મોદી વેબસાઈટ અને નરેન્દ્ર મોદી એપ આ વિચારોને આવશ્યકપણે  સમર્થન આપતી નથી.