મારા ભાઈઓ અને બહેનો,
વંદે માતરમ!
૧૫ ઓગષ્ટનો દિવસ આપણા મહિમાશાળી દેશની સ્મૃતિમાં કાયમ માટે અંકિતથયેલો છે, કારણકે આ જ એ દિવસ છે જ્યારે ભારતે ૨૦૦ વર્ષની ગુલામીઅને અન્યાયને કાયમ માટે અલવિદા કરી હતી. સ્વાતંત્ર્ય દિવસનાં અવસર પર હું ભારતનાં લોકો અને મોટી સંખ્યામાં ભારત બહાર વસતા ભારતીયોનું અભિવાદન કરું છું.
અનેકવીર નરનારીઓએ આપણી માતૃભુમિને સામ્રાજ્યવાદનાં પંજામાંથી આઝાદીઅપવવા માટે અથાકસંઘર્ષકર્યો અને પોતાનુંજીવનખપાવી દીધું, આ પ્રસંગે તેમને યાદકરવા સ્વાભાવિકછે. ભારતની આવનારી પેઢીઓ સ્વતંત્રતા અને સ્વમાનભેર જીવી શકે એ માટે પોતાની ભરજુવાની જેલમાં વિતાવી દેનાર અને હસતા મોંએ ફાંસીનાં માંચડે ચઢી જનાર એ વીરલાઓને ભારત માટે કેટલો પ્રેમ હશે?
ગુજરાતનો સ્વાતંત્ર્યસંગ્રામસાથેઅતુટ નાતો રહ્યો છે. આપણા માટે અત્યંત ગૌરવની વાત છે કે ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામનાં બે મજબુત સ્તંભ સમાન નેતાઓ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ ગુજરાતનાં હતા, અને આપણે તેમની ભુમિમાં જ રહીએ છીએ, અને તેમની વાણી જ બોલીએ છીએ. ક્રાંતિકારી રાષ્ટ્રવાદી વીરો ઉપર ગહેરો પ્રભાવ પાડનાર શ્યામજી કૃષ્ણ વર્મા પણ ગુજરાતનાં જ સપૂત હતા. જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલ આવી વિભૂતિઓએ ગુજરાતની ભુમિને પાવન કરી છે ત્યારે તેમના આદર્શો અને સ્વપ્નોને સાકાર કરવાની આપણી સવિશેષજવાબદારી બને છે.
અને ખરેખર, સંકલ્પબધ્ધ પુરુષાર્થ દ્વારાગુજરાતે આપણા તિરંગાની આન-બાન-શાન જળવાય એવી સિધ્ધીઓ મેળવી છે. ભારતનાં રાષ્ટ્રિય ધ્વજમાં ત્રણ રંગો છે. પહેલો રંગ છે કેસરી, જે ઊર્જાનો સૂચકછે. ઊર્જા ક્ષેત્રે ક્રાંતિ આણીને ગુજરાતે આ કેસરિયા રંગની વિભાવના સાકાર કરી છે. જ્યારે દેશનાં ૧૯ રાજ્યો અને ૬૦કરોડલોકો અંધકારમાં હતા ત્યારે ગુજરાત પ્રકાશથી ઝળહળી રહ્યું હતુ.

રાષ્ટ્રધ્વજનો બીજો રંગછે સફેદ. ગુજરાતે શ્વેત ક્રાંતિની આગેવાની લઈને આ રંગની વિભાવનાસાચા અર્થમાં મૂર્તિમંત કરી છે. દૂધ ઉત્પાદન હોય કે મીઠા કે કપાસનું ઉત્પાદન, ગુજરાતે સાચે જ પોતાના વિકાસ થકી સફેદ રંગની ચમક વધારી બતાવી છે.
તિરંગામાં ત્રીજો રંગ છે લીલો. પાણીની તંગીની સમસ્યાહોવા છતાં હરિત ક્રાંતિ કરીને ગુજરાતેકૃષિવિકાસ કોને કહેવાય એ દુનિયાને બતાવી આપ્યુ છે. આજે જ્યારેદેશનું કૃષિક્ષેત્ર ૩%નાં દરે વૃધ્ધિ પામી રહ્યું છે, ત્યારે ગુજરાતનો કૃષિવિકાસદર ૧૦% થીવધુ છે!
આ રીતે, ગુજરાત પોતાનાં વિકાસ વડે ભારતનાં સ્વાભિમાન અને ગૌરવનાં પ્રતિક સમાન તિરંગાને પોતાની સલામી આપે છે.
૧૫ ઓગષ્ટ ૧૯૪૭ નાં રોજ ભારતને સ્વરાજની પ્રાપ્તિ થઈ, પણ વાત આટલેથી સમાપ્ત થતી નથી. આપણા દેશનાં ઘડવૈયાઓને મન આઝાદીનો અર્થ ’સ્વરાજની પ્રાપ્તિ’ પૂરતો સીમિત નહોતો, તેમની ભાવના સુરાજની સ્થાપના કરવાની હતી. આપણે ૧૫ ઓગષ્ટનીઉજવણી માત્ર એટલે જ નથી કરતા કારણકે એ દિવસે એક ધ્વજનુંસ્થાન બીજા ધ્વજે લીધુ હતુ, અને સાંસ્થાનિક શાસકોને સ્થાને ભારતીય વહીવટદારો બેઠા હતા. આ દિવસવાસ્તવમાં આપણને સુરાજની પ્રાપ્તિ માટે કૃતનિશ્ચયી બનીને પુરુષાર્થ કરવાનું આહવાન આપે છે.
મનમાં પ્રશ્ન ઉઠે છે કે શું આપણો દેશ સુરાજની પ્રાપ્તિ ભણી આગળ વધી રહ્યો છે? કોંગ્રેસ-શાસિત યુપીએ સરકારની ઘોર નિષ્ફળતા જોઈને મને તો એમ નથી લાગતુ. જ્યારે દેશનો સામાન્ય માણસ મોંઘવારીને કારણે પહેલા ક્યારેય નહોતો એટલો ત્રસ્ત બન્યો હોય ત્યારે એવું કઈ રીતે કહી શકાય કે દેશ સુરાજની દિશામાં આગળ વધી રહ્યો છે? સરકારની ગંભીર નીતિપંગુતાને આપણે સુરાજ કહીશું? વડાપ્રધાને હરહંમેશની જેમ માત્ર નિવેદનબાજી કરવા સિવાય કુપોષણનાં પડકારનો સામનો કરવા કોઈ નક્કર પગલા લીધા છે? આંતરિક સુરક્ષાનાં મામલે દેશ સામે રોજેરોજ નવા અને વધુ મુશ્કેલ પડકારો ઉભા થતા જાય છે, પણ તેને પહોચી વળવા હજી કેન્દ્રએ કોઈ નક્કર પગલા લીધા નથી. યુપીએનાં શાસનમાં ભારતનાં લોકો જાણે અંધકારમાં જીવી રહ્યા છે એમ રૂપકની ભાષામાં કહેવાતું, પણ જ્યારે અડધું ભારત વિના વીજળીએ બે દિવસ સુધી અંધકારમાં રહ્યું ત્યારે આ વાત અક્ષરસ: સાચી પડી!
સ્વતંત્ર ભારતનાં ઈતિહાસમાં પહેલીવાર આ સરકાર એવી છે જેની પાસે કોઈ ચોક્કસ નેતા, નીતિ કે નિયત નથી. ૨૦૦૪ અને ૨૦૦૯ ની ચૂંટણીઓમાં કોંગ્રેસે જે મોટા વચનો આપ્યા હતા એ ભારતનાં લોકો સાથે કરવામાં આવેલી ક્રૂર મજાક સમાન દેખાઈ રહ્યા છે.
કોંગ્રેસ તો હજી એક ડગલુંઆગળ વધી ગઈ છે. ભારતનાં લોકોની જનભાગીદારીથી અને અથાકમહેનતનાં પરિણામરૂપે જે કાર્યો સિધ્ધ કરવામાં આવ્યા છે તેને કોંગ્રેસે પોતાની સફળતાગણાવી છે, અને આ રીતે તે વારંવાર દેશનાં લોકોનો અનાદરકરીને ઘાપર મીઠું ભભરાવી રહી છે. ૨૦૦૪ અને ૨૦૦૯નાં કોંગ્રેસનાં મેનીફેસ્ટોને જુઓ તો તમને દેખાશે કે કોંગ્રેસે પોતાના ક્ષુદ્ર લાભ ખાતર જનભાગીદારીથી કરવામાં આવેલ તમામ કાર્યોને લોકોનો આભાર માન્યા વિના પોતાના નામે ચઢાવી દીધા છે. જેમકે, મેનીફેસ્ટોમાં જણાવાયું છે કે કોંગ્રેસે દેશને આઝાદી અપાવી, કોંગ્રેસે સંસદીય લોકશાહીને બળ આપ્યું અને આપણા સંવિધાનનાં અસ્તિત્વને શક્ય બનાવ્યું! સ્વસ્તુતિ માટે સમગ્ર દેશનાં લોકોએ કરેલી સખત મહેનતને નજરઅંદાજ કરી દેવાથી વધુ અપમાનજનક બીજું શું હોય. પોતાના મેનીફેસ્ટોમાં કોંગ્રેસ એવો દાવો કેવી રીતે કરી શકે માત્ર તેના કારણે દેશમાં આઈ.ટી ક્ષેત્રે ક્રાંતિ આવી કે પછી માત્ર તેના કારણે જ દેશ અણુશક્તિ બન્યો? કોંગ્રેસ ગર્વભેર એવો દાવો કરે છે કે ’મધ્યમવર્ગનું નિર્માણ કોંગ્રેસને જ આભારી છે’, જો એવું જ હોય તો કેમ મધ્યમવર્ગને પાર વગરની આર્થિક તકલીફો આપવામાં કોંગ્રેસ કોઈ કસર બાકી છોડતી નથી?
કોંગ્રેસની મનઘડત વાતો આટલેથી અટકતી નથી. કોંગ્રેસ મેનીફેસ્ટો કહે છે, કોંગ્રેસે જ ભારતમાં હરિત અને શ્વેતક્રાંતિકરી અને ખેડુતોને સમૃધ્ધિ અપાવી. કેમદરવખતે જનશક્તિનોઅનાદરકરીને તમામ સિધ્ધિઓને માત્ર કોંગ્રેસનાં ’સર્જન’ તરીકે દર્શાવવામાં આવે છે?
કોંગ્રેસનાં કુશાસનનું સૌથી મોટુંપાસુંતો તેનાં દ્વારાભારતની સમવાયપ્રણાલી પર કરવામાં આવેલો કુઠારાઘાત છે. આ અત્યંત ગંભીરમુદ્દે મેં ઘણીવાર વડાપ્રધાનને લખ્યું છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ભારતની પ્રગતિ માટે અત્યંત નુકસાનકારક બની શકે છે.
મિત્રો, આપણા વડવાઓએ સ્વરાજનીપ્રાપ્તિમાટે પોતાનાંજીવનઅર્પણકરી દીધા. આપણા વડવાઓને દેશખાતરપોતાનીજાનન્યોચ્છાવર કરવાનો અવસર મળ્યો, અને આજેસમયછે કેલોકોઆગળ આવે અને ભારતનાં ઘડવૈયાઓની પરિકલ્પનાને સાકાર કરવાપોતાનુંજીવન સમર્પિત કરે.
ભારતની યુવાશક્તિ તેની સૌથી મોટી તાકાત છે. ભારતની ૬૫% થી પણ વધુ વસ્તી ૩૫ વર્ષથી ઓછી વયની છે. આટલી પ્રચંડ તાકાતથી તો આકાશ આંબી શકાય. શ્રી અરવિંદ, સ્વામી વિવેકાનંદ અને સ્વામી દયાનંદ સરસ્વતી જેવી વિભૂતિઓએ વિશ્વભરને સુકાન પૂરુ પાડતા ’જગદગુરુ ભારત’ નું સ્વપ્ન જોયું હતું. આપણી યુવાશક્તિ આ પરિવર્તન આણી શકે એમ છે અને આ મહાપુરુષોનાં સ્વપ્નને વાસ્તવિકતામાં પલટી શકે છે. આપણે યુવાશક્તિનેજરૂરી હુન્નર-કૌશલ્યથી સુસજ્જ કરવાની જરૂર છે.
આપણા વડવાઓએ ભારતમાં સુરાજ સ્થાપવાનું જે સ્વપ્ન જોયું હતું તેને સાકાર કરવા ચાલો આપણે સૌ નિશ્ચયકરીએ. ચાલો, આપણે સૌ ભારતનાં વિકાસમાં પોતાનુંયોગદાન આપવા પ્રતિબધ્ધ બનીએ. ’ભારતનાં વિકાસ માટે ગુજરાતનો વિકાસ’ – એ આપણો મંત્ર છે. આપણે, ભારતમાતાનાં સંતાનો, ભારતને માત્ર સ્વરાજની ભુમિ જ નહિ પણ સુરાજનાંસુકાની બનાવવાનોનિર્ધાર કરીએ.
સ્વાતંત્ર્ય દિવસનાં અવસર પર ફરી એકવાર મારા ભારતીય બંધુઓનું અભિવાદન કરું છું.
ભારતમાતાની જય! જયહિંદ!
![]()
નરેન્દ્ર મોદી


