પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાર્ષિક અમરનાથ યાત્રા કરી રહેલા ભક્તોને તેમની શુભકામનાઓ પાઠવી છે અને આશા વ્યક્ત કરી છે કે તેમની તીર્થયાત્રા દરેક રીતે સુરક્ષિત અને મંગલમય રહે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "બાબા બર્ફાનીના દર્શન સાથે જોડાયેલી અમરનાથ યાત્રા આપણી આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક એકતાનો એક શાશ્વત અધ્યાય છે."
પ્રધાનમંત્રીએ એ વાત પણ શેર કરી છે કે તેમણે શ્રદ્ધાળુઓને એક પત્ર લખ્યો છે, જેમાં આ પવિત્ર યાત્રાને પાંચ સંકલ્પો સાથે જોડવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: "બાબા બર્ફાનીના દર્શન સાથે જોડાયેલી શ્રી અમરનાથ યાત્રા આપણી આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક એકતાનો શાશ્વત અધ્યાય છે. મારી કામના છે કે શિવભક્તોની આ યાત્રા દરેક રીતે સુરક્ષિત અને મંગલમય બને! આ પવિત્ર અવસર પર શ્રદ્ધાળુઓ માટે પાંચ સંકલ્પો સાથે જોડાયેલો મારો આ પત્ર..."
बाबा बर्फानी के दर्शन से जुड़ी श्री अमरनाथ यात्रा हमारी आध्यात्मिक परंपरा और सांस्कृतिक एकता का शाश्वत अध्याय है। मेरी कामना है कि शिवभक्तों की यह यात्रा हर तरह से सुरक्षित और मंगलमय हो! इस पावन अवसर पर श्रद्धालुओं के लिए पांच संकल्पों से जुड़ा मेरा यह पत्र… pic.twitter.com/6Bc2Y9tXJC
— Narendra Modi (@narendramodi) July 3, 2026


