પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11મી નવેમ્બરે ગુજરાતના વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠની ઉજવણીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સવારે 11:15 કલાકે ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.
વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ઘણા દાયકાઓથી લોકોના સામાજિક અને આધ્યાત્મિક જીવનને પ્રભાવિત કરી રહ્યું છે.