દેશમાં પ્રથમ વખત સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે
કોન્ફરન્સની થીમ: 'જસ્ટિસ ડિલિવરી સિસ્ટમમાં ઉભરતા પડકારો'

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 10 વાગ્યે વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં 'આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદ 2023'નું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 23 થી 24 સપ્ટેમ્બર, 2023ના રોજ 'ઇમર્જિંગ ચેલેન્જિસ ઇન જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ' વિષય પર આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનો ઉદ્દેશ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વિવિધ કાનૂની વિષયો પર અર્થપૂર્ણ સંવાદ અને ચર્ચા માટેના મંચ તરીકે કામ કરવાનો, વિચારો અને અનુભવોના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો અને કાનૂની મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય સહકાર અને સમજને મજબૂત કરવાનો છે. દેશમાં પ્રથમ વખત આયોજિત કરવામાં આવી રહેલી આ પરિષદમાં ઉભરતા કાનૂની પ્રવાહો, સરહદ પારના મુકદ્દમામાં પડકારો, કાનૂની તકનીક, પર્યાવરણીય કાયદા વગેરે જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં વિશિષ્ટ ન્યાયાધિશો, કાનૂની વ્યાવસાયિકો અને વૈશ્વિક કાયદાકીય સમુદાયનાં નેતાઓની ભાગીદારી જોવા મળશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Cotton duty relief: Textile industry welcomes import tax waiver, sees boost for exports and MSMEs

Media Coverage

Cotton duty relief: Textile industry welcomes import tax waiver, sees boost for exports and MSMEs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 31 મે 2026
May 31, 2026

India’s Golden Chapter: Maritime Might, Digital Revolution & Nari Shakti Under PM Modi