પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ડિસેમ્બર, 2020ના રોજ સાંજના 04:30 કલાકે આંતરરાષ્ટ્રીય ભારતી મહોત્સવ, 2020માં વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરશે. આ વર્ષે ઉત્સવનું વર્ચુઅલ મોડમાં આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કવિઓ અને કલાકારો ભાગ લેશે. વનવીલ કલ્ચરલ સેન્ટર દ્વારા મહાકવિ સુબ્રમણ્ય ભારતીની 138મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં આ ઉજવણી કરવામાં આવી રહી છે.


