શેર
 
Comments

મહામહિમ,

અમે આજે આ દુ:ખના સમયમાં મળી રહ્યા છીએ. આજે જાપાન આવ્યા પછી હું મારી જાતને વધુ ઉદાસ અનુભવું છું. કારણ કે છેલ્લીવાર જ્યારે હું આવ્યો ત્યારે આબે સાન સાથે મારી બહુ લાંબી વાત થઈ હતી અને મેં ક્યારેય વિચાર્યું ન હતું કે ગયા પછી મારે આવા સમાચાર સાંભળવા પડશે.

આબે સાન અને તમે તેમની સાથે વિદેશ મંત્રી તરીકે પણ ભારત-જાપાન સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ ગયા અને અનેક ક્ષેત્રોમાં તેનો વિસ્તાર કર્યો અને આપણી મિત્રતાએ પણ વૈશ્વિક અસર ઊભી કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી, ભારત અને જાપાનની મિત્રતા અને આ બધા માટે આજે ભારતના લોકો આબે સાનને ખૂબ યાદ કરે છે, જાપાનને ખૂબ યાદ કરે છે. ભારત હંમેશા તેને એક રીતે મિસ કરી રહ્યું છે.

પરંતુ મને ખાતરી છે કે તમારા નેતૃત્વમાં ભારત-જાપાન સંબંધો વધુ ગાઢ બનશે અને વધુ ઊંચાઈઓ સર કરશે. અને હું દ્રઢપણે માનું છું કે આપણે વિશ્વની સમસ્યાઓના ઉકેલમાં યોગ્ય ભૂમિકા ભજવી શકીશું.

 

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
India’s non-fossil energy has grown by 25 per cent in 7 years

Media Coverage

India’s non-fossil energy has grown by 25 per cent in 7 years
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ GeM પ્લેટફોર્મ પર જેઓ તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરી રહ્યાં છે તેઓને બિરદાવ્યા
November 29, 2022
શેર
 
Comments
GeM પ્લેટફોર્મનું રૂ. 1 લાખ કરોડનું કુલ વેપારી મૂલ્ય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ GeM પ્લેટફોર્મ પર વિક્રેતાઓને તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરવા બદલ બિરદાવ્યા છે.

GeM પ્લેટફોર્મે નાણાકીય વર્ષ 2022-2023 માટે 29મી નવેમ્બર 2022 સુધી રૂ. 1 લાખ કરોડ ગ્રોસ મર્ચેન્ડાઇઝ મૂલ્યને પાર કર્યું છે..

કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલની ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"ઉત્તમ સમાચાર! @GeM_India ભારતના ઉદ્યોગસાહસિક ઉત્સાહને પ્રદર્શિત કરવા અને પારદર્શિતાને આગળ વધારવાની વાત આવે ત્યારે એક ગેમ ચેન્જર છે. આ પ્લેટફોર્મ પર તેમની પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરનારા તમામ લોકોની હું પ્રશંસા કરું છું અને અન્ય લોકોને પણ આવું કરવા વિનંતી કરું છું."