પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રીના આધ્યાત્મિક મહત્વ પર પોતાના વિચારો શેર કર્યા, જેમાં દેવી માતા પ્રત્યેની ભક્તિમાંથી પ્રાપ્ત થતી ગહન ઉર્જા અને શક્તિ પર ભાર મૂક્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે મા પ્રત્યેની ભક્તિમાં અપાર શક્તિ છે અને માની પૂજા કરવાથી ભક્તોના મન સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે. આ પ્રસંગે શ્રી મોદીએ દેવી માને સમર્પિત એક ભક્તિ ગીત પણ શેર કર્યું છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું:
"દેવી માની ભક્તિમાં અપાર શક્તિ છે. દેવી માની પૂજા કરવાથી ભક્તોના મન સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે."
माता की भक्ति में विराट शक्ति है। देवी मां की वंदना से श्रद्धालुओं का मन सकारात्मक ऊर्जा से भर जाता है।https://t.co/79ZDpS0dho
— Narendra Modi (@narendramodi) March 22, 2026


