પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય દરિયાઈ દિવસના અવસરે ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાને યાદ કર્યો અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોના અમૂલ્ય યોગદાનને સ્વીકાર્યું.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે દરિયાઈ ક્ષેત્રમાં વ્યક્તિઓની સમર્પણ ભાવના રાષ્ટ્રની અર્થવ્યવસ્થા, વેપાર અને કનેક્ટિવિટીને મજબૂત બનાવે છે.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રના સમૃદ્ધ ભવિષ્યની ખાતરી કરવા માટે દરિયાઈ ક્ષેત્રની અપાર સંભાવનાઓનો ઉપયોગ કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“રાષ્ટ્રીય દરિયાઈ દિવસ પર, આપણે ભારતના દરિયાઈ વારસાને અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોના અમૂલ્ય યોગદાનને યાદ કરીએ છીએ. તેમનું સમર્પણ આપણી અર્થવ્યવસ્થા, વેપાર અને કનેક્ટિવિટીને મજબૂત બનાવે છે.
સમૃદ્ધ ભવિષ્ય માટે આપણે આપણા દરિયાઈ ક્ષેત્રની અપાર સંભાવનાઓનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીશું.”
On National Maritime Day, we recall India’s maritime heritage and the invaluable contribution of all those associated with this sector. Their dedication strengthens our economy, trade and connectivity.
— Narendra Modi (@narendramodi) April 5, 2026
We will continue to harness the immense potential of our maritime sector for… pic.twitter.com/b9Uae4alCs


