પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન ક્રાંતિકારી વીર સાવરકરજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
સ્વાતંત્ર્ય સેનાનીને શ્રદ્ધાંજલિ આપતા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે દેશને ગુલામીની સાંકળોથી મુક્ત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે વીર સાવરકરજીનું વ્યક્તિત્વ અને કાર્ય દરેક પેઢીને રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રેરણા આપતા રહેશે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
મહાન ક્રાંતિકારી વીર સાવરકરજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમણે દેશને ગુલામીના બંધનમાંથી મુક્ત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમનું વ્યક્તિત્વ અને સિદ્ધિઓ દરેક પેઢીને રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રેરણા આપતા રહેશે.
महान क्रांतिकारी वीर सावरकर जी को उनकी पुण्यतिथि पर सादर नमन। देश को गुलामी की जंजीरों से मुक्त कराने के लिए उन्होंने अपना जीवन समर्पित कर दिया। उनका व्यक्तित्व और कृतित्व हर पीढ़ी को राष्ट्रसेवा के लिए प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) February 26, 2026


