પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રતિષ્ઠિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ્સનો સમાવેશ થવા પર ખૂબ ગર્વ અને ખુશી વ્યક્ત કરી છે.
તેમણે માહિતી આપી કે આ વારસામાં 12 ભવ્ય કિલ્લાઓનો સમાવેશ થાય છે - 11 મહારાષ્ટ્રમાં અને 1 તમિલનાડુમાં.
મરાઠા સામ્રાજ્યના મહત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જ્યારે આપણે ભવ્ય મરાઠા સામ્રાજ્યની વાત કરીએ છીએ, ત્યારે આપણે તેને સુશાસન, લશ્કરી શક્તિ, સાંસ્કૃતિક ગૌરવ અને સામાજિક કલ્યાણ પર ભાર મૂકવા સાથે જોડીએ છીએ. મહાન શાસકો આપણને કોઈપણ અન્યાય સામે ન નમવાની હિંમતથી પ્રેરણા આપે છે."
તેમણે નાગરિકોને મરાઠા સામ્રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ વિશે જાણવા માટે આ કિલ્લાઓની મુલાકાત લેવાનો આગ્રહ કર્યા હતો.
પ્રધાનમંત્રીએ 2014માં રાયગઢ કિલ્લાની મુલાકાતની યાદો પણ શેર કરી, જેમાં છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપતી વખતે લેવામાં આવેલી એક તસવીરનો પણ સમાવેશ થાય છે.
યુનેસ્કોની આ સન્માન વિશેની X પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રીએ કહ્યું;
“દરેક ભારતીય આ સન્માનથી ખૂબ જ ખુશ છે.
આ ‘મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ્સ’માં 12 ભવ્ય કિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાંથી 11 મહારાષ્ટ્રમાં અને 1 તમિલનાડુમાં છે.
જ્યારે આપણે ભવ્ય મરાઠા સામ્રાજ્યની વાત કરીએ છીએ, ત્યારે આપણે તેને સુશાસન, લશ્કરી શક્તિ, સાંસ્કૃતિક ગૌરવ અને સામાજિક કલ્યાણ પર ભાર મૂકવા સાથે જોડીએ છીએ. મહાન શાસકો આપણને કોઈપણ અન્યાય સામે ન નમવાની હિંમતથી પ્રેરણા આપે છે.
હું દરેકને આ કિલ્લાઓની મુલાકાત લેવા અને મરાઠા સામ્રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ વિશે જાણવાનો આગ્રહ કરું છું.”
“2014માં રાયગઢ કિલ્લાની મારી મુલાકાતના ફોટોગ્રાફ્સ અહીં છે. છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપવાની તક મળી. હું હંમેશા તે મુલાકાતને યાદ રાખીશ.”
Every Indian is elated with this recognition.
— Narendra Modi (@narendramodi) July 12, 2025
These ‘Maratha Military Landscapes’ include 12 majestic forts, 11 of which are in Maharashtra and 1 is in Tamil Nadu.
When we speak of the glorious Maratha Empire, we associate it with good governance, military strength, cultural… https://t.co/J7LEiOAZqy


