શેર
 
Comments

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદ ખાતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક સંકુલ ‘મોદી શૈક્ષણિક સંકુલ’ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સુવિધાઓ પ્રદાન કરવામાં મદદરૂપ થશે.

 

પ્રધાનમંત્રીશ્રીએ રિબિન કાપીને આ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી મોદીએ આ પ્રસંગે દીપ પ્રગટાવી ભવનમાં લટાર મારી હતી.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગઇકાલે તેમને માતા મોઢેશ્વરીના ચરણે શિશ નમાવીને તેમના દર્શન કરવાનું અને પૂજા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. જ્યારે જનરલ કરિઅપ્પાએ એક રસપ્રદ વાર્તા સંભળાવી હતી તેને પ્રધાનમંત્રીશ્રીએ યાદ કરતા જણાવ્યું હતું કે, જનરલ કરિઅપ્પા જ્યાં પણ જતા હતા, ત્યાં દરેક લોકો તેમને સન્માનથી સલામ કરતા હતા, પરંતુ જ્યારે તેમના ગામના લોકોએ એક સમારંભ દરમિયાન તેમનું સન્માન કર્યું ત્યારે તેમને એક અલગ જ પ્રકારના આનંદ અને પ્રસન્નતાનો અનુભવ થયો હતો. આ ઘટના સાથે સામ્યતા દર્શાવતા, પ્રધાનમંત્રીશ્રીએ તેમના પુનરાગમન પછી તેમના સમાજે આપેલા આશીર્વાદ બદલ સૌનો આભાર માન્યો. પ્રધાનમંત્રીશ્રીએ આ પ્રસંગને વાસ્તવિક બનાવવા અને શિક્ષણને પ્રાથમિકતા આપવા બદલ સમાજના સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, “સમયની રેખા મેળ ખાતી નથી એ વાત સાચી છે. પરંતુ તમે ધ્યેય છોડ્યો ન હતો અને બધા એકજૂથ થયા અને આ કામને પ્રાથમિકતા આપી.”

પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે તેમના સમાજના લોકોને પ્રગતિ કરવાની તકો ઓછી મળતી હતી તે દિવસોને યાદ કરતા, ટિપ્પણી કરી હતી કે, “આજે આપણે સમાજમાં લોકોને પોતાની રીતે આગળ આવતા જોઇ શકીએ છીએ.” પ્રધાનમંત્રીશ્રીએ ટાંક્યું હતું કે, શિક્ષણની વ્યવસ્થા ઉભી કરવા માટે બધાએ સાથે મળીને કામ કર્યું છે અને આ સામૂહિક પ્રયાસ જ સમાજની તાકાત છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે “માર્ગ સાચો છે અને આ રીતે સમાજનું કલ્યાણ થઇ શકે છે.” તેમણે કહ્યું હતું કે, “એક સમાજ તરીકે, આ ખૂબ જ ગૌરવની વાત છે કે તેઓ તેમની સમસ્યાઓ પર ધ્યાન આપને તેનો નિકાલ લાવે છે, અપમાનને દૂર કરે છે, છતાં તેમાં કોઇના માર્ગમાં આડા આવતા નથી.” સમાજમાં દરેક વ્યક્તિ એકજૂથ છે અને કલિયુગમાં તેના ભવિષ્ય વિશે વિચારી રહ્યો છે તે બાબતે પ્રધાનમંત્રીશ્રીએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીશ્રીએ પોતાના સમાજ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમણે સમાજનું ઋણ ચૂકવવાનું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ સમાજનો દીકરો ભલે લાંબા સમય સુધી ગુજરાતનો મુખ્યમંત્રી રહ્યો હોય, અને હવે બીજી વખત દેશનો પ્રધાનમંત્રીશ્રી બન્યો હોય, પરંતુ તેમના લાંબા સમયના શાસનની જવાબદારીઓ વચ્ચે પણ આ સમાજની એક પણ વ્યક્તિ તેમની પાસે કોઇ અંગત કામ લઇને આવી નથી. શ્રી મોદીએ સમાજના સંસ્કાર તરફ સૌનું ધ્યાન દોર્યું હતું અને આદરપૂર્વક તેમને દિલથી વંદન કર્યા હતા.

વધુને વધુ યુવાનો મેડિસિન, એન્જિનિયરિંગ અને આવા અન્ય પ્રવાહો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તે બાબતે પ્રધાનમંત્રીશ્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો. કૌશલ્ય વિકાસ પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીશ્રીએ બાળકનું શિક્ષણ પૂરું કરવા દરમિયાન ઊભી થતી મુશ્કેલીઓ વિશે વાત કરી હતી અને માતાપિતાને તેમને કૌશલ્ય વિકાસ માટે તૈયાર કરવાની સલાહ આપી. તેમણે જણાવ્યું હતું કે, કૌશલ્ય વિકાસ તેમને એવી રીતે સશક્ત બનાવે છે કે તેમને ક્યારેય પાછું વળીને જોવું નહીં પડે. શ્રી મોદીએ આગળ ઉમેર્યું હતું કે, “જ્યારે કૌશલ્ય વિકાસ હોય, કૌશલ્યનું જ્ઞાન હોય, ત્યારે તેમણે ક્યારેય પાછું વળીને જોવાની જરૂર પડશે નહીં. સમય બદલાઇ રહ્યો છે મિત્રો, જેઓ ડિગ્રી ધરાવનારાઓ છે તેમના કરતાં વધુ કૌશલ્ય જાણે છે તેમની શક્તિને વધારવાની જરૂર છે.”

સિંગાપોરની પોતાની સત્તાવાર મુલાકાત વખતે થયેલા પોતાના સંવાદને યાદ કરતા પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તેમને એક ઔદ્યોગિક તાલીમ સંસ્થાની મુલાકાત લેવા માટે સમજાવવામાં આવ્યા હતા જેની સ્થાપના સિંગાપોરના પ્રધાનમંત્રીશ્રીએ પોતે  કરી હતી. આ સંસ્થાની મુલાકાત લઇને પ્રધાનમંત્રીશ્રીએ તેની આધુનિકતાને યાદ કરી હતું અને કહ્યું કે આ સંસ્થાની રચના બાદ એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે શ્રીમંત લોકો પ્રવેશ મેળવવા માટે લાઇનમાં ઉભા રહે છે. પ્રધાનમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સમાજને તેની મહાનતા પણ સમજાવવામાં આવી છે અને હવે આપણા બાળકો તેમાં ભાગ લઇ શકશે અને ગૌરવની લાગણી અનુભવી શકશે.

પોતાના સંબોધનના સમાપન વખતે, પ્રધાનમંત્રીશ્રીએ ટિપ્પણી કરી હતી કે, શ્રમમાં પણ જબરદસ્ત તાકાત હોય છે અને આપણા સમાજનો એક મોટો વર્ગ મહેનતુ વર્ગ છે. તેમણે કહ્યું હતું કે, “તેમના પર બધાએ ગૌરવ કરવું જોઇએ.” સભ્યોએ ક્યારેય સમાજને દુઃખી થવા દીધો નથી કે અન્ય કોઇ સમાજ સાથે ખોટું કર્યું નથી તે બાબતે પ્રધાનમંત્રીશ્રીએ ગૌરવની લાગણી વ્યક્ત કરીહતી. પોતાની વાતના સમાપનમાં તેમણે કહ્યું હતું કે, “મને ખાતરી છે કે, આવનારી પેઢી ખૂબ જ ગૌરવ સાથે પ્રગતિ કરશે તેવો જ તમારો પ્રયાસ હશે.”

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદો શ્રી સી. આર. પાટીલ અને શ્રી નરહરિ અમીન, ગુજરાત સરકારના મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી અને શ્રી મોઢવણિક મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રવિણભાઇ ચીમનલાલ મોદી ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
India's 1.4 bn population could become world economy's new growth engine

Media Coverage

India's 1.4 bn population could become world economy's new growth engine
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM praises Vitasta programme showcasing rich culture, arts and crafts of Kashmir
January 29, 2023
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has lauded the Ministry of Culture’s Vitasta programme showcasing rich culture, arts and crafts of Kashmir.

Culture Ministry is organising Vitasta program from 27th-30th January 2023 to showcase the rich culture, arts and crafts of Kashmir. The programme extends the historical identity of Kashmir to other states and it is a symbol of the spirit of ‘Ek Bharat Shreshtha Bharat’.

Responding to the tweet threads by Amrit Mahotsav, the Prime Minister tweeted;

“कश्मीर की समृद्ध विरासत, विविधता और विशिष्टता का अनुभव कराती एक अद्भुत पहल!”