પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉનમાં સ્ટેટ હાઉસ ખાતે મહામહિમ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી સાથે મુલાકાત કરી હતી. સ્ટેટ હાઉસ પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ અલીએ તેમનું સ્વાગત કર્યું અને તેમણે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

બંને નેતાઓ વચ્ચે એક સીમિત બેઠક થઈ, ત્યારબાદ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ હતી. ભારત અને ગુયાના વચ્ચેના ગાઢ ઐતિહાસિક સંબંધોને રેખાંકિત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને મજબૂત વેગ આપશે. બંને નેતાઓએ ભારત અને ગુયાના વચ્ચેના બહુપક્ષીય સંબંધોના અનેક પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી જેમાં, સંરક્ષણ, વેપાર અને રોકાણ, આરોગ્ય અને ફાર્મા, પરંપરાગત દવા, ખાદ્ય સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો સહિતના મુદ્દાઓ સામેલ છે. ઉર્જા ક્ષેત્રે ચાલી રહેલા સહકારની સમીક્ષા કરતાં બંને નેતાઓએ જણાવ્યું હતું કે હાઇડ્રોકાર્બન તેમજ રિન્યુએબલ એનર્જી સ્પેસમાં ભાગીદારી વધારવાની અપાર સંભાવનાઓ છે. વિકાસ સહકાર એ ભારત-ગુયાના ભાગીદારીનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. પ્રધાનમંત્રીએ ગુયાનાને તેની વિકાસની આકાંક્ષાઓ પૂરી કરવા માટે ભારત સતત સમર્થન આપશે તે વાતથી અવગત કરાયા હતા.

બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. બંને નેતાઓએ ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે વધુ સહયોગની હાકલ કરી હતી. પ્રધાનમંત્રીએ ભારત દ્વારા આયોજિત વૉઇસ ઑફ ધ ગ્લોબલ સાઉથ સમિટમાં ભાગ લેવા બદલ રાષ્ટ્રપતિ અલીનો આભાર માન્યો હતો. બંને નેતાઓ ગ્લોબલ સાઉથ દેશો વચ્ચેની એકતા મજબૂત કરવા સાથે મળીને કામ કરવા પર સંમત થયા હતા.

બંને નેતાઓ દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા નિયમિત અંતરે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજવા સંમત થયા હતા. મુલાકાત દરમિયાન દસ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Gyan Bharatam Portal Houses Over 88,800 Manuscripts, Government Informs Lok Sabha

Media Coverage

Gyan Bharatam Portal Houses Over 88,800 Manuscripts, Government Informs Lok Sabha
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Share your ideas for PM Modi's Independence Day speech
July 25, 2026

Prime Minister Narendra Modi has invited citizens to share their ideas and suggestions for his Independence Day address.

Share your thoughts and suggestions. Some of the ideas received may be mentioned by the Prime Minister during his Independence Day address from the Red Fort.