પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ સુશ્રી સાને તાકાઈચીને જાપાનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા. X પરના તેમના એક સંદેશમાં, પ્રધાનમંત્રી મોદીએ ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
"સાને તાકાઈચી, જાપાનના પ્રધાનમંત્રી તરીકે તમારી પસંદગી બદલ હાર્દિક અભિનંદન. ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે હું તમારી સાથે નજીકથી કામ કરવા આતુર છું. આપણા ગાઢ સંબંધો ભારત-પ્રશાંત અને તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે.
@takaichi_sanae"
Heartiest congratulations, Sanae Takaichi, on your election as the Prime Minister of Japan. I look forward to working closely with you to further strengthen the India–Japan Special Strategic and Global Partnership. Our deepening ties are vital for peace, stability, and prosperity…
— Narendra Modi (@narendramodi) October 21, 2025


