પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસજીના નિધન પર શોક વ્યક્ત કર્યો. શ્રી મોદીએ મહંતને ધાર્મિક વિધિઓ અને શાસ્ત્રોના નિષ્ણાત તરીકે બિરદાવ્યા, જેમણે પોતાનું આખું જીવન ભગવાન શ્રી રામની સેવામાં સમર્પિત કર્યું.
X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:
“રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસજીના નિધનથી ખૂબ દુઃખ થયું. ધાર્મિક વિધિઓ અને શાસ્ત્રોમાં પારંગત મહંતજીએ પોતાનું આખું જીવન ભગવાન શ્રી રામની સેવામાં સમર્પિત કરી દીધું. દેશના આધ્યાત્મિક અને સામાજિક જીવનમાં તેમનું અમૂલ્ય યોગદાન હંમેશા આદરપૂર્વક યાદ કરવામાં આવશે. આ દુઃખની ઘડીમાં હું ભગવાનને તેમના પરિવાર અને અનુયાયીઓને શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ!”
राम जन्मभूमि मंदिर के मुख्य पुजारी महंत सत्येंद्र दास जी के देहावसान से अत्यंत दुख हुआ है। धार्मिक अनुष्ठानों और शास्त्रों के ज्ञाता रहे महंत जी का पूरा जीवन भगवान श्री राम की सेवा में समर्पित रहा। देश के आध्यात्मिक और सामाजिक जीवन में उनके अमूल्य योगदान को हमेशा श्रद्धापूर्वक… pic.twitter.com/eWMVeZnRLQ
— Narendra Modi (@narendramodi) February 12, 2025


