પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર સુશ્રી ઇલાબેન ભટ્ટના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ યુવાઓમાં મહિલા સશક્તીકરણ, સમાજ સેવા અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસોને યાદ કર્યા.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું:
“ઇલાબેન ભટ્ટના અવસાનથી દુઃખ થયું. મહિલા સશક્તીકરણ, સમાજ સેવા અને યુવાનોમાં શિક્ષણને આગળ વધારવા માટેના પ્રયાસો માટે તેઓને દીર્ઘકાળ સુધી યાદ રાખવામાં આવશે. તેમના પરિવારજનો તથા પ્રશંસકો પ્રત્યે સંવેદના. ૐ શાંતિ…॥“
ઇલાબેન ભટ્ટના અવસાનથી દુઃખ થયું. મહિલા સશક્તિકરણ, સમાજ સેવા અને યુવાનોમાં શિક્ષણને આગળ વધારવા માટેના પ્રયાસો માટે તેઓને દીર્ઘકાળ સુધી યાદ રાખવામાં આવશે. તેમના પરિવારજનો તથા પ્રશંસકો પ્રત્યે સંવેદના. ૐ શાંતિ…॥
— Narendra Modi (@narendramodi) November 2, 2022


