શેર
 
Comments
From the plants to your plate, from matters of physical strength to mental well-being, the impact and influence of Ayurveda and traditional medicine is immense: PM
People are realising the benefits of Ayurveda and its role in boosting immunity: PM Modi
The strongest pillar of the wellness tourism is Ayurveda and traditional medicine: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ માધ્યમ થકી ચોથા વૈશ્વિક આર્યુવેદ ઉત્સવને સંબોધિત કર્યો હતો.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આર્યુવેદમાં વધી રહેલી વૈશ્વિક અભિરૂચિની નોંધ લીધી હતી અને સમગ્ર વિશ્વમાં જે લોકો આર્યુવેદ ઉપર કામગીરી કરી રહ્યાં છે તેમના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આર્યુવેદને યથાર્થ રીતે સંપૂર્ણ મનુષ્ય વિજ્ઞાન તરીકે વર્ણવવામાં આવ્યું છે. છોડથી લઇને તમારી થાળી સુધી, શારીરિક શક્તિથી માનસિક સુખાકારીની બાબતો સુધી, આર્યુવેદ અને પરંપરાગત દવાઓની અસર અને પ્રભાવ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે."

કોવિડ-19 મહામારીના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આર્યુવેદિક ચીજ-વસ્તુઓ માટેની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,"વર્તમાન પરિસ્થિતિ આર્યુવેદ માટે યોગ્ય સમય રજૂ કરે છે અને પરંપરાગત દવાઓ વૈશ્વિક સ્તરે વધુને વધુ લોકપ્રિય બની રહી છે. તેના પ્રત્યે લોકોની અભિરૂચી વધી રહી છે. વિશ્વ જોઇ રહ્યું છે કે કેવી રીતે આધુનિક અને પરંપરાગત એમ બન્ને પ્રકારની દવાઓ વધુને વધુ સુખાકારી માટે મહત્ત્વપૂર્ણ છે. લોકો આર્યુવેદના ફાયદાઓ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં તેની ભૂમિકાનો પ્રત્યક્ષ સ્વરૂપે અનુભવી રહ્યાં છે."

ભારતમાં સ્વાસ્થ્ય પર્યટન અંગે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય પર્યટનના મૂળ હાર્દમાં – બિમારીનો ઇલાજ અને વધુ સુખાકારીનો સિદ્ધાંત છે. આથી, સ્વાસ્થ્ય પર્યટનનો સૌથી મજબૂત આધાર આર્યુવેદ અને પરંપરાગત ઔષધીઓ છે. તેમણે ઉપસ્થિત માનવસમૂહને માનસિક તણાવ દૂર કરવા અને ઉપચાર માટે ભારતની શાશ્વત સંસ્કૃતિનો લાભ ઉઠાવવા આહ્વાહન કર્યુ હતું. પ્રધાનમંત્રીએ આમંત્રણ આપતાં કહ્યું હતું કે,"તમે તમારા શરીરની સારવાર કરવા ઇચ્છતાં હોવ કે તમારા મનને શાંત કરવા ઇચ્છતાં હોવ, ભારત પધારો.”

 પ્રધાનમંત્રીએ પારંપારિક દવાઓની સાથે સાથે પરંપરાગત દવાઓની સમન્વયમાંથી ઊભી થયેલી આર્યુવેદની લોકપ્રિયતા અને તકોનો લાભ ઉઠાવવા અપીલ કરી હતી. યુવાનો વ્યાપક શ્રેણીમાં ઉપલબ્ધ આર્યુવેદ ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યાં છે અને પુરાવા-આધારિત તબીબી વિજ્ઞાનની સાથે આર્યુવેદને એકિકૃત કરવા વધી રહેલી સજાગતા જેવી પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ શિક્ષણવિદોને આર્યુવેદ અને દવાના પરંપરાગત સ્વરૂપો ઉપર વધુ ઊંડાણપૂર્ણ સંશોધન હાથ ધરવા આહ્વાહન કર્યુ હતું. તેમણે ઉપચારના આપણાં પરંપરાગત સ્વરૂપોને વૈશ્વિક સ્તરે સમજાય તેવી ભાષામાં રજૂ કરવા બદલ યુવાનોની પણ પ્રશંસા કરી હતી.

સરકાર વતી પ્રધાનમંત્રીએ આર્યુવેદ વિશ્વને સંપૂર્ણ સહાયતાનું આશ્વાસન પૂરું પાડ્યું હતું. તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું કે સુલભ કિંમતોએ આયુષ સેવાઓના માધ્યમ થકી આયુષ તબીબી સેવાઓને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય આયુષ મિશનની શરૂઆત કરવામાં આવી હતી. તે શૈક્ષણિક વ્યવસ્થાને મજબૂત બનાવવા અને આર્યુવેદ, સિદ્ધ ઉનાની અને હોમિયોપેથી દવાઓની ગુણવતા નિયંત્રણના અમલની કામગીરી હાથ ધરવા પણ કાર્યરત છે. વધુમાં તે કાચા સામગ્રીની ટકાઉ ઉપલબ્ધી પણ સુનિશ્ચિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર ગુણવત્તા નિયંત્રણ માટે વિવિધ પગલાંઓ પણ હાથ ધરી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "આર્યુવેદ અને દવાઓની અન્ય ભારતીય વ્યવસ્થાઓ માટે આપણી નીતિ વિશ્વ આરોગ્ય સંગઠનની પરંપરાગત તબીબી રણનીતિ 2014-2023 સાથે પહેલેથી અનુરૂપ છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ ભારતમાં પરંપરાગત દવાઓ માટે વૈશ્વિક કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી છે."

આર્યુવેદન અને પરંપરાગત દવાઓ અંગે અભ્યાસ કરવા માટે વિવિધ દેશોમાંથી વિદ્યાર્થીઓ ભારત આવી રહ્યાં હોવાની નોંધ લેતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વવ્યાપી સુખાકારી અંગે વિચાર કરવાનો આ આદર્શ સમય છે. તેમણે સૂચન કર્યુ હતું કે આ પૃષ્ઠભૂમિ ઉપર કદાત વૈશ્વિક પરિષદનું પણ આયોજન કરી શકાય છે.

પ્રધાનમંત્રીએ આર્યુવેદ સંબંધીત ખાનપાનની ચીજ-વસ્તુઓ અને આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી આહારની ચીજ-વસ્તુઓને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રોએ 2023ના આંતરરાષ્ટ્રીય બરછટ અનાજનું વર્ષ જાહેર કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ બરછટ અનાજના લાભો સંબંધે લોકોમાં જાગૃતતા ફેલાવવાનું પણ આહ્વાહન કર્યુ હતું.

પ્રધાનમંત્રીએ આર્યુવેદમાં આપણી સિદ્ધીઓને નવી ઊંચાઇઓ પર લઇ જવાનું આહ્વાહન કર્યું હતું. તેમને પોતાના સંબોધનના સમાપનમાં જણાવ્યું હતું કે, "આર્યુવેદને એક એવી શક્તિના સ્વરૂપમાં સામે લાવો, જે વિશ્વને ભારતની ધરતી ઉપર લાવતી હોય." તેમણે આર્યુવેદનના માધ્યમથી ભારતીય યુવાનોની સમૃદ્ધિ માટે પણ મનોકામના કરી હતી.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Over 26.69 crore Covid-19 vaccine doses provided to states, UTs: Health ministry

Media Coverage

Over 26.69 crore Covid-19 vaccine doses provided to states, UTs: Health ministry
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to launch ‘Customized Crash Course programme for Covid 19 Frontline workers’ on 18th June
June 16, 2021
શેર
 
Comments

Prime Minister Shri Narendra Modi will launch ‘Customized Crash Course programme for Covid 19 Frontline workers’ on 18th June 2021 at 11 AM via video conferencing. The launch will commence the programme in 111 training centres spread over 26 states. The launch will be followed by the Prime Minister’s address. Union Minister of Skill Development and Entrepreneurship will also be present on the occasion.

The programme aims to skill and upskill over one lakh Covid warriors across the country. The training will be imparted to Covid warriors in six customised job roles namely Home Care Support, Basic Care Support, Advanced Care Support, Emergency Care Support, Sample Collection Support, and Medical Equipment Support.

The programme has been designed as a special programme under the Central Component of Pradhan Mantri Kaushal Vikas Yojana 3.0, with total financial outlay of Rs. 276 crore. The programme will create skilled non-medical healthcare workers to fill the present and future needs of manpower in the health sector.