પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી વોલ્ટર રસેલ મીડના નેતૃત્વ હેઠળના યુએસ વિચારકો અને વ્યાપારી નેતાઓના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી.
પ્રધાનમંત્રીએ ભારત-અમેરિકાના સંબંધોને મજબૂત બનાવવા અને વૈશ્વિક શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે બંને દેશો વચ્ચે ભાગીદારીને આગળ વધારવામાં તેમના યોગદાનની પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ X પરથી પોસ્ટ કર્યું;
“શ્રી વોલ્ટર રસેલ મીડના નેતૃત્વ હેઠળના યુએસ વિચારકો અને વ્યાપારી નેતાઓના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરવાનો આનંદ થયો. ભારત-અમેરિકાના સંબંધોને મજબૂત બનાવવા અને વૈશ્વિક શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે આપણી ભાગીદારીને આગળ વધારવામાં તેમના યોગદાનની પ્રશંસા કરું છું.
@wrmead”
Glad to interact with a US delegation of thinkers and business leaders led by Mr. Walter Russell Mead. Value their contribution in strengthening India-US ties and advancing our partnership for global peace, progress and prosperity.@wrmead pic.twitter.com/Nw3snfzB4C
— Narendra Modi (@narendramodi) October 7, 2025


