પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે મણિપુરની બહેનો અને ભાઈઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે મણિપુરના લોકો તેમના સમર્પણ અને સખત મહેનત દ્વારા ભારતની પ્રગતિને સમૃદ્ધ બનાવી રહ્યા છે. તેમણે નોંધ્યું કે રાજ્યનો રમતગમત પ્રત્યેનો જુસ્સો, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને પ્રકૃતિ સાથેનો ગાઢ સંબંધ ખરેખર નોંધપાત્ર છે.
પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મણિપુર આગામી સમયમાં વિકાસના માર્ગ પર સતત આગળ વધતું રહેશે.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું;
“મણિપુર રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે, હું રાજ્યની મારી બહેનો અને ભાઈઓને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. મણિપુરના લોકો ભારતની પ્રગતિને સમૃદ્ધ બનાવી રહ્યા છે. રમતગમત, સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રત્યે આ રાજ્યનો જુસ્સો નોંધપાત્ર છે. આવનારા સમયમાં રાજ્ય વિકાસના માર્ગ પર આગળ વધતું રહે.”
On the occasion of Manipur Statehood Day, I extend my warm greetings to my sisters and brothers of the state. People from Manipur are enriching the progress of India. This state’s passion towards sports, culture and nature is noteworthy. May the state continue to move forward on…
— Narendra Modi (@narendramodi) January 21, 2026


