પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસ પર પેરિસમાં યુનેસ્કો મુખ્યાલય ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવા બદલ ખૂબ ગર્વ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ઐતિહાસિક પ્રસંગ ડૉ. આંબેડકર અને ભારતના બંધારણના મુસદ્દામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને સાચી શ્રદ્ધાંજલિ છે. તેમણે ભાર મૂક્યો કે ડૉ. આંબેડકરના વિચારો અને આદર્શો વિશ્વભરના અસંખ્ય લોકોને શક્તિ અને આશા આપે છે.
X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું:
"આજે બંધારણ દિવસ પર, પેરિસમાં યુનેસ્કો મુખ્યાલય ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું તે ખૂબ જ ગર્વની વાત છે. આ ડૉ. આંબેડકર અને આપણા બંધારણના મુસદ્દામાં તેમની ભૂમિકાને સાચી શ્રદ્ધાંજલિ છે. તેમના વિચારો અને આદર્શો અસંખ્ય લોકોને શક્તિ અને આશા આપે છે.
@UNESCO
@IndiaatUNESCO"
It is a matter of immense pride that today, on Constitution Day, a bust of Dr. Babasaheb Ambedkar was unveiled at the UNESCO Headquarters in Paris. This is a fitting tribute to Dr. Ambedkar and his role in the making of our Constitution. His thoughts and ideals give strength and… pic.twitter.com/CbbsMEK7ji
— Narendra Modi (@narendramodi) November 26, 2025


